________________
-
-
-
-
૧૬૯
વિપરીત શિક્ષાવાળા જોડાઓએ રાજ તથા અમાત્યનું કરેલ અપહરણ. : કથાર––ષ :
ગમ્મત કરવાને ખાતર તેમાંના એક છેડા ઉપર રાજા અસ્વાર થશે અને બીજા ઉપર અમાત્ય સ્વારી કરી. તેમણે બન્નેએ તે બન્ને ઘોડાઓને સારી રીતે ચલાવ્યા. ઘડાએ પવનવેગી હતા અને તે જેમ જેમ ચેકડું ખેંચે તેમ તેમ તે ઊલટા વધારે વેગમાં આવે એવી ઊંધી ટેવવાળા હતા તેથી “આ રાજા જાય; આ રાજા જાય” એમ કહેતાં લેક ફાટી આંખે જોતા રહ્યા, એટલામાં જ તે તે ઘડા ઘણે આગળ નીકળી ગયા અને આંખના પલકારા જેટલા સમયમાં તે તેમણે ઘણે લાંબો માર્ગ કાપી નાખ્યો, તેથી હવે રાજા અને અમાત્ય તે બને દેખાતા પણ બંધ પડ્યા. હવે રાજાના પરિવારે એમ ધાર્યું કે ઘડાઓએ તે રાજા અને અમાત્યનું અપહરણ કર્યું તેથી તેમની પાછળ જવું જોઈએ. આમ વિચારી હાથી, ઘોડા અને રથ વગેરે લઈ તે રાજપરિવાર, જે માગે એ ઘોડાએ ગયા તેની પાછળ વેગથી ઊપડ્યો. દુષ્ટ ટેવવાળા એ ઘેડાએ રાજાને અને અમાત્યને લઈને એક ભયંકર અટવીમાં પહોંચ્યા અને દુષ્ટ કર્મોની સાથે સરખાવી શકાય એવા તે ઘોડાઓએ તેમને પિતા ઉપરથી નીચે પાડી નાખ્યા અને ભારે થાકને લીધે થરથર ધ્રૂજતા બને ઘડાઓ તે જ વખતે યમના પણ થયા-મરણ પામ્યા. રાજા અને અમાત્ય પણ ઘણા થાકી ગયા અને ખૂબ તરસ્યા થયા. તે બને આસપાસ આવેલાં ઘટાદાર વૃક્ષેની છાયામાં વિસામે ખાવા બેઠાં, ત્યાં ઠંડા પવનની લહેરોનો સ્પર્શ થતાં તે બને છેક થાક ઉતયે, ઘડીક નિરાંત વળી અને પછી તેઓ બને આ પ્રમાણે વિચારવા લાગ્યા -
' કાર્યોની ગતિ વાંકી હોય છે, આપદાઓ ઓચિંતી આવી પડે છે અને આવેલી સંપદાઓ પણ હા ! જોતજોતામાં કેવી રીતે ઝટ વણસી જાય છે. જુઓ તે ખરા, રાજલક્ષ્મી પણ કુભારજા જેવી પાપણી છે અને મહાદુઃખે રીઝે એવી છે. જ્યારે ભાગ્ય વાંકું થાય છે ત્યારે અમૃત પશુ ઝેર થઈ જાય છે. ખરી વાત એ છે કે આ ઘડાઓ વગેરે રાજ્યોને પણ ઉપયાગ શ્રમ દૂર કરવા માટે જ છે પણ તે મજશેખનાં સાધન નથી. તે ઘડાઓ વગેરે સાધનેને ગમે તેમ ગમે તે રીતે ઉપયોગ કરવામાં આવે તો તે પણ આપણને ભારે આકુળવ્યાકુળ કરી નાખે છે. લાંબા પંથના થાકને લીધે તે બનેને ભારે ખેદ થયે છે અને તેમનાં મુખે કાળો પડી જઈ સંકેચાઈ ગયાં છે. એવી સ્થિતિમાં આ રીતે તે બને જણા પરસ્પર પિતે પિતાની ગોઠડી કરતા હતા તેટલામાં જ તેમણે દુંદુભિને નાદ સાંભળે. તથા સર્વ પ્રકારે આદર અને વિશેષ હરખને લીધે જેમનાં રૂંવાડા ઊભા થઈ ગયા છે એવાં દેવનાં ટેળેટેળાં જાણે વિજળી ન ઝબકતી હોય એ રીતે પ્રકાશ ફેલાવતાં આકાશમાં દેખાયા. કેટલાક દે ઊંચે ઊડે છે, કેટલાક નીચે આવે છે, કેટલાક ટેળે વળ્યા છે તથા કેટલાક ભીડને લીધે થંભી ગયા છે અને કેટલાક ચપળતા બતાવતા થાકતા નથી. કેટલાક સુગંધી પાણી વરસાવે છે, ફૂલે વરસાવે છે અને કેટલાક હર્ષમાં આવી જઈ કપડાં
"Aho Shrutgyanam