SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ : કથારને-કોષ : જિનપૂજાનું મહત્વ અને દૃષ્ટાંત. ૧૬૮ પૂજા, બધી ઈષ્ટ સિદ્ધિઓ મેળવવાનું દ્વાર છે. ગૃહસ્થ ધર્મને સાર પણ એ છે. જે લેકે પુણય વગરના છે તેઓ શ્રી જિનની પરમપૂજા કરી શકતા નથી. બધા લેકે સુખને વાંછે છે, એ સુખ, મેક્ષ મળતાં જ પ્રાપ્ત થાય છે. પરંતુ એ મેક્ષનું સાધન ધર્મ છે, ધર્મનું સાધન સમ્યકત્વ છે અને એ સમ્યકત્વ વળી શ્રી જિનની ચરણપૂજા વિના સંભવતું નથી. એમ સમજીને એટલે શ્રી જિનની ચરણપૂજા મોક્ષસુખનું પરમ સાધન છે એમ જાણું એ પરમ સાધનમાં સર્વ પ્રયત્નપૂર્વક ઉદ્યમવંત માનવ, સંસારને પાર પામે છે. આ માટે અહીં પ્રશંકરનું દૃષ્ટાંત કહેવાનું છે. વસંતપુર નામે નગર છે. એ નગરમાં નિરંતર મેટા મોટા ઉત્સવ પ્રવર્તી રહ્યા છે એથી એમ લાગે છે કે-જાણે એ નગરમાં નિત્ય ને નિત્ય સતયુગ જ ન અવતર્યો હોય. વળી એ નગરનું નામ સાંભળતાં જ પણ પ્રવાસી જન સંતોષ પામે છે એવું એ ઉદાર અને અતિથિ-અભ્યાગતો-ની આગતા-સ્વાગતામાં નિત્ય તત્પર છે. એ નગરમાં કેમ જાણે મોટા મોટા પર્વતે ન હોય એવાં વિશેષ પ્રકારનાં ઉત્તુંગ દેવમંદિરો છે, કેમ જાણે સ્વર્ગ નાં વિમાનની હાર લાગી ન હોય એવી મનહર મહાલયની પરંપરા આવી રહી છે, જે નગરમાં સ્ત્રીપુરુષે કેમ જાણે બૃહસ્પતિની જેડી ન હોય એવાં બુદ્ધિવાળ છે, એ નગરનાં સરોવરે કમળ, કલ્હાર અને કુમુદના પરાગથી સુવાસિત સ્વચ્છ પાણીથી છલે છલ ભરેલાં છે અને એ સરોવરો કેમ જાણે માનસરોવરને હસતાં ન હોય એવાં શોભી રહ્યાં છે. એ નગરનો રાજા નામે સુદર્શન છે. એ રાજાએ પિોતાના પ્રચંડ બહુદંડથી ઊભા કરેલા માંડવામાં રાજલક્ષમીને આને રાખેલી છે તેથી એ રાજલક્ષમીએ રાજના મુખ સામે પિતાના નેત્રકટાક્ષ ફેંકતાં રાજાનું મુખ ચકચકિત અભુત કાંતિવાળું દેખાય છે. એ એ “યથા નામા તથા ગુણાઃ” વાળા રાજા ઈંદ્ર જે શેભે છે, અર્થાત્ જેમ ઇંદ્ર પરભૂધરે-મેટા પર્વતના પક્ષોને હણી નાખેલા છે તેમ એ રાજાએ પર-શત્રુ, ભૂધરેભૂપતિઓના–રાજાઓના પક્ષેને હણ નાખેલા છે. તે રાજાને પ્રભાવતી નામે ભારજા છે કે જેના રૂપમાં સમસ્ત સ્ત્રીઓના રૂપની હદ આવી ગઈ છે, રાજાના અમાત્યનું નામ ભવદત્ત છે કે જેના બુદ્ધિકૌશલ પાસે બૃહસ્પતિ પણ હારી જાય. એ અમાત્ય ઉપર રાજાને વિશેષ પ્રસાદ-કૃપા છે, તથા સર્વ એવા શ્રી જિન ભગવાનના શાસનમાં દઢ અનુરાગ ધરાવે છે એ એ અમાત્ય પિતાને સોંપેલા રાજ્યકારને કરતા-વિચાર પિતાને સમય વીતાડે છે. કેઈ બીજે પ્રસંગે તે રાજા અને તેને અમાત્ય બને જણું બહાર ફરવા માટે નીકળવાને તૈયાર થયા તે વખતે ઘડાહારના ઉપરીએ, દેશાંતરથી આવેલા વેપારીઓ પાસેથી તાજા જ ખરીદાએલા એવા બે ઉત્તમ–જાતવંત ઘોડા તેમની પાસે હાજર કર્યા. "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy