SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનપૂજા અધિકારે પ્રભ’કરનું કથાનક, કથા તેરમી. કર્યાં જિનેન્દ્રની પ્રતિમાની સારી રીતે પ્રતિષ્ઠા કર્યાં પછી પણ તેની પૂજા વિના કર્મોની નિરાને લાભ મળતા નથી માટે શ્રી જિને દ્રની પૂજાની -- વિધિ કહીશ. પવિત્ર પહેરવેશવાળા ગૃહસ્થ, પુષ્પ વગેરેની સામગ્રી લઈ સારાં સારાં ભાવવાહી રતવને સાથે યોગ્ય સમયે વિધિપૂર્વક શ્રી જિને ́દ્ર ભગવાનની પૂજા રચે-કરે. ગ્ય સમય એટલે ત્રણ સધ્યાઆ પ્રાતઃકાળ, મધ્યાહ્ન કાળ અને સાય કાળ, અથવા ગ્ય સમય એટલે પેાતાની આજીવિકાને અનુરૂપ સમય એટલે આજીવિકાની પ્રવૃત્તિમાં બાધા ન કરે એવે કાળ, ગૃહસ્થની પવિત્રતા એટલે સ્નાન કરવું તે બાહ્ય પવિત્રતા અને શુભ આશય તે આંતર પવિત્રતા. શુભ આશય એટલે શ્રી જિને જે માગે સંચરી, શગદ્વેષના પાજય કરી, સમભાવ કેળવી કાઇને પણ લવમાત્ર પણ પીડાકર ન થયાન્થવાય તે રીતે હું (ગૃહસ્થ ) પણ શ્રી જિનની પૂજા કરતે કરતે એમને માગે સંચરી સર્વત્ર અભયપ્રદ અનુ, પવિત્ર પહેરવેશ એટલે દેશ, કાળ, ધર્માચરણ અને પેાતાની સ્થિતિની અપેક્ષાએ પ્રશસ્ત ગણાતા, આછકલાઇ વગરના અને ઉપહાસપાત્ર ન ગણાય એવે! પાષાક રંગે શ્વેતધોળા, ફાટેલે નહીં અને બીજા દષેધ વિનાના પાષાક-કપડાં વગેરે. બીજા દાષા વિનાના એટલે જે પાષાકની બનાવટમાં અપેક્ષાએ એછામાં એ આરંભ થયે! હાય, અને જેને મેળવવામાં અનીતિ ન થઈ હાય તથા જે ત્રસપ્રાણુના શરીર દ્વારા ન નીપજ્યું હાય એવા પાષાક. ફૂલ, અક્ષત, ધૂપ, દીપ, વાસક્ષેપ, અલિ-નિવેદ, જલપાત્ર-પાણીનુ પાત્ર કલશ-જલના કુંભ, સારાં ક્ળે, કેસર, કપૂર, ચંદન, કરિકાના લેપ, મણિ જેલે સેનાના મુગટ, એવાં જ કડાં, કોરે, તિલક વગેરે તથા ઉત્તમ આભૂષણેા અને મહામૂલાં વસ્રો-એ બધી વસ્તુએ ઉપરાંત સિદ્ધાર્થ સરસવ વગેરે ખીજી બીજી સુંદર વસ્તુએની પણ શ્રી જિનપૂજામાં ચેાજના કરવાની છે. પૂજા કરવા સિવાય બીજા કામમાં એ વસ્તુઓના ઉપયોગ કરવા એ ધન્ય ન ગણાય-સારું ન કહેવાય. પૂજાના વિધિ એટલે શ્રી જિનની પૂજા કરતી વખતે વવડે મુખ અને નાકને મજબૂત રીતે આંધી લેવા ઘટે. એમ ન કરે તે શ્રી જિનની ભારે આશાતના થઈ કહેવાય. વળી કહ્યું છે કે—જે લેાકેા રાજાની સેવામાં ખરાખર પ્રયત્નપૂર્વક વર્તે છે તે લેાકેા સેવાનું ફળ મેળવે છે અને ખીન બાકીના-ખરાખર સેવા નહીં કરનાર બિચારા કલેશ પામે છે. ગંભીર અથવાળાં ગંભીર પદ્માનાં મોટાં મોટાં ફ્રુડકાની ચેજના કરી તે દ્વારા શ્રી જિને દ્ર ભગવાનના ગુણાનું કીત ન કરે. ભગવાનના ગુણૢાનું સ્મરણ કરવું એ જ શ્રી જિન ભગવાનની પરમપૂજા છે, શ્રી જિનની "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy