________________
૧૬૫
પદ્મપતિને જાતિસ્મરણતાન અને અનશન.
? કયારત્ન–ડેષ :
કરેલી. વળી, એ નાનપણથી જ અસાધારણ વિવેકના પ્રકર્ષથી ગૌરવવાળે હતે, ઘણા લોકેની સામે રાજાએ તીર્થની પ્રભાવના પણ દઢપણે કરી બતાવેલી, વળી, એ મહાત્મા, ઉપશમ, વિવેક, આસ્તિકય વગેરે અનેક ગુણોથી ભૂષિત હત અર્થાત્ એ પદ્મ નામનો રાજા આવા આવા અનેક ગુણવાળે અને વિશેષ ધાર્મિક હતે; છતાંય તે દુર્ગતિને પામે. હાય !!! હાય !!! જુઓ તે કર્મનું માહભ્ય કેવું છે? અથવા કર્મના પ્રભાવને લીધે શ્રી મલ્લિજિન સ્ત્રીને અવતાર પામ્યા અને ભગવાન મહાવીરને એક માતાને છેડીને બીજી માતાના ગર્ભમાં રહેવું પડ્યું. આ કમેને પ્રતિમલ્લ કોને કરી શકાય ? અર્થાત્ એ કર્મોની સામે કેને કરી શકાય ?
એ પ્રમાણે તે (રાજા) માછલું થઈને સમુદ્રમાં આમતેમ હિંડ, એક વાર શ્રી જિનબિંબની સમાન આકારવાળા એવા એક મહાપાને-મેટા કમળને જુવે છે. શ્રી સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે–સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલાં અને કમળે બધા પ્રકારના આકારવાળા મળી આવે છે, તેઓ ફક્ત એક બલોયાના આકારના નથી હોતા. હવે શ્રી જિનબિંબ જેવા આકારવાળું કમળ જેઈને આ માછલાને ભારે સંતેષ-પ્રસન્નતા થયે અને “આવું રૂપ મેં ક્યાંક જોયું છે.” એ જાતની તેને ઊંડી વિચારણા જાગી. એ વિચારણામાં વધારે ને વધારે વધતાં તેને તેના પૂર્વભવનું સ્મરણ-જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. હવે તે તેને પોતે જેની પ્રતિષ્ઠા કરાવી છે એવું શ્રી જગગુરુનું બિંબ સાક્ષાત્ હોય એમ દેખાવા લાગ્યું અને સંભારતાં સંભારતાં પેલા કરુણાઅમૃતના સમુદ્ર એવા ક્ષેમકરસૂરિ પણ નજરે તરવા લાગ્યા તથા તેના ઉપદેશ વચને ટાંકણાંથી કેરેલાં હોય એ રીતે તેના હદયમાં પ્રકટ રીતે જણાવા લાગ્યાં. જાતિસમરણશાન થવાથી તેના મનમાં સંવેગના તરંગ ઊઠવા લાગ્યા અને તે મત્સ્ય હેઈને પણ વિચારવા લાગ્યું કે–અહ! મારું કેવું કમનશીબ છે ! મારાં કેવાં લિષ્ટ કર્મો છે! અહો ભાવિભાવની પ્રબળતા કેટલી બધી છે કે તે ટાળી ટળી શકતી નથી. મને મારા રાજાના ભવમાં તથા પ્રકારની ઉત્તમ ધર્મની સામગ્રી સાંપડી હતી અને જાણે મારું નાવ સમુદ્રને કાંઠે પહોંચું પહોંચું એમ થઈ રહ્યું હતું, પરંતુ એવી દશામાં પણ મેં અંતસમયે સમ્યક્ત્વને ખઈ નાખ્યું, આત્મભાનને ગુમાવી દીધું અને પરિણામે આ દુર્દશાને પામે તો હવે શું કરું? કેને શરણે જાઉં? ક્યાં જાઉં? અથવા હવે શું કરું તે સારું થાય? એ પ્રમાણે વધારે સમય સુધી સંતાપ પામી, પશ્ચાત્તાપ કરી તેણે પોતાના મનના પરિણામોને વિશુદ્ધ કર્યા અને તે છેવટેશરના ચંદ્ર જેવા અને જગગુરુ એવા શ્રી ચંદ્રપ્રભ ભગવાનનું શરણ છે” એમ તેણે નિશ્ચય કર્યો અને પછી તેણે અનાગારી-જેમાં કોઈ પ્રકારની છૂટછાટ નથી એવું અનશન સ્વીકાર્યું. તે એ રીતે પરમ સમાધિમાં રહેતા અને કેવળ પંચપરમેષ્ટિ મંત્રને જ નિરંતર યાદ કરતે કરતે મરણ પામી સહસાર નામના સ્વર્ગમાં વધારેમાં વધારે આયુષ્યવાળે દેવ થયે. એ,
"Aho Shrutgyanam