________________
સાધુ કે પતિ પ્રતિષ્ઠા શામાટે કરાવી શકે?
૧૬૨
ગણાય? પૂર્વોક્ત પ્રતિષ્ઠાની પ્રવૃત્તિમાં તે જીવવધ થાય જ છે એથી સામાયિકને વરેલા ગુરુ પણ એવી પ્રવૃત્તિમાં પડશેતે પછી ગુરુઓના અહિંસાના ઉપદેશમાં શિષ્યોને અવિશ્વાસ થશે. આ ચર્ચાને ઉત્તર આપતાં ગુરુશ્રી જણાવે છે કે-હે મૂઢ! જે કે પૂર્વોક્ત પ્રવૃત્તિમાં કયાંક જીવવધ થાય છે અને તે પણ તે કાયવધને ગુરુનાં વચનને તથા આચરણને ટેકે છે તેથી એ જીવવધ દુષ્ટ ન લેખાય અર્થાત્ સામાયિકમાં રહેલા સાધુને પણ એ જીવવધ કરવાની છૂટ હોવાથી તે નિમિત્તે તેને દોષ ન લાગે. “શ્રી જિનબિંબની સ્થાપના ગુરુએ કરવી” એવું વિધિવચન છે અને તે સૂત્રેત છે માટે પ્રમાણરૂપ છે. પ્રતિષ્ઠા વિધિ કરનાર યતિ તે વચનને સવિષય-સફળ કરે છે એટલે એમાં એને દોષ ન હોય. એ વચન પ્રમાણે ગુરુ, પ્રતિષ્ઠાની વિધિને ન આચરે તે તે વચન નિષ્ફળ થાય માટે પ્રતિષ્ઠાની વિધિનો આચરતે યતિ એગ્ય જ કરે છે અર્થાત ગૌરવ વગેરે ગુણોવાળી એવી શ્રી જિનબિંબની સ્થાપના ગુરુ કરે તે ચગ્ય જ છે. વળી બીજું એ કે,-બને તેટલી યતના રાખીને સૂત્રોક્તવિધિપૂર્વક શ્રી જિનભવન ચણાવવામાં જેમ જીવવધ વગેરે દોષ લાગતા નથી તેમ શ્રી જિનબિંબની સ્થાપના પણ કરવામાં જીવવધ વગેરે દોષ લાગતા નથી. ગુરુ વિના એકલે ગૃહસ્થ શ્રી જિનભવન, શ્રી જિનબિંબ અને શ્રી જિનબિંબની પૂજા વગેરેનાં વિધાને કરી શકો નથી માટે તેમાં જીવવધને દોષ નથી અને ગુરુને એ દોષ લાગતું નથી એમ કહેલું છે. આ વિશે આથી વધારે કહેવાનું કામ નથી. શ્રી ક્ષેમકર મુનિ કહે છે કેપૂર્વોક્ત વિધિ પ્રમાણે શ્રી જિનબિંબની સ્થાપના કર્યા પછી પોતાના વિભવને છાજે એ રીતે એક્સો ને આઠ કળશેવડે શ્રી જિનબિંબને અભિષેક કરે. અને શ્રી જિનની પૂજા વગેરેની પ્રવૃત્તિમાં પ્રતિદિન પરમ પ્રયત્ન કરે. શ્રી ક્ષેમંકર મુનિ કહે છે કે-હે વીરભદ્ર ! અને અન્ય શ્રાવકે! પ્રતિષ્ઠા વિધિ આ રીતે સંક્ષેપમાં કહે છે.
પછી સાવધાન ચિત્તવાળા અને હાથ જોડીને નમસ્કાર કરતા એવા વીરભદ્ર વગેરે શ્રાવક બેલ્યા કે હે ભગવન ! તમે પ્રતિષ્ઠાનો વિધિ બતાવીને અમારા ઉપર અનુગ્રહ કરેલ છે. આ રીતે તે શ્રાવકેએ ગુરુની વારંવાર પ્રશંસા કરી. પછી તેમને વંદન કર્યું અને ગુરુએ જણાવેલ વિધિની બધી હકીકત પદ્મનૃપતિને કહી સંભળાવી. વીરભદ્ર વગેરે શ્રાવકેનું વચન સાંભળી તે રાજાએ પણ વેગથી પોતાના માણસને કહીને નગરની શોભા કરાવી, કેદખાનામાંથી બધાય કેદીઓને છોડી દઈ બધાં કેદખાનાં સાફ કરાવી નાખ્યાં, બધાં તીર્થોનાં પાણી મંગાવ્યાં, પ્રતિષ્ઠામાં ઉપયોગી એવા ફલે, બધી ઘઉં વગેરે ઔષધીઓ અને કુંવારી માટી વગેરે સામગ્રી તૈયાર કરી અને આગળ વશમી ગાથામાં નિયત રીતે ઉપયોગમાં આવનાર વસ્તુવર્ગ જણાવેલ છે તે બધી ભેગી કરી સંઘરી લીધી, દૂર દૂર દેશ-દેશાંતરથી કુશળ સાધર્મિકેને બેલાવી લીધા, જે જે સાધુઓ વિહાર કરવાને
"Aho Shrutgyanam