________________
મુદ્રા અને મંત્રનું વિધાન.
* કયારત્ન-મેષ :
દશાવાળા અને ચંદનના છાંટણાવાળા વસ્ત્રવડે ઢાંકે અને પછી તેના ઉપર પુષ્પને વેરે. પછી જેમને પિયર પક્ષ અને સાસરાને પક્ષ જીવંત હોય એવી સૌભાગ્યવતી અને અલંકારોથી સુશોભિત ચાર સ્ત્રીઓ શ્રી જિનબિંબને સાત ધાન્યના પાણી વડે હુવડાવે. પછી હિરણ્યના દાનવડે તુષ્ટ થયેલી એ જ સ્ત્રીઓ પાસે સૂતરથી ભરેલી-ત્રાકના સૂતરવડે ચારગણું વાટીને બિંબનું માપ કરાવે. પછી દેવેનું વંદન કરે અને પ્રતિષ્ઠા દેવીને કાઉસગ્ન કરીને તેણીની સ્તુતિ કરે અને તેની જ આગળ ધૃતપાત્ર સ્થાપે. પછી સારા લગ્નમાં મધ અને સાકથી ભરેલી સોનાની વાટકીમાં બોળેલી કનકશલાકા–સેનાની સળીવડે બિંબમાં નયનેનું ઉમીલન કરે. પછી શ્રી જિનબિંબના અંગેની સંધિઓમાં પ્રતિષ્ઠા મંત્રવડે સારી રીતે અક્ષરના ન્યાસને કરતા સ્થિર મનવાળા આચાર્ય વાસક્ષેપ કરે. પછી શ્રી જિનબિંબના સ માટે સંઘ સાથે ગુરુએ પુષ્પ અને અક્ષતની અંજલિપૂર્વક મંગળશબ્દ વડે ઘેષણ કરવી. એ ઘેષણ આ પ્રમાણે છે. સિદ્ધિ, મેરુપર્વત અને કુલપર્વતે તથા જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય. એ પાંચ અસ્તિકા અને કાળ એ બધાંની જેમ અહીં શાશ્વત પ્રતિષ્ઠા છે તેમ આ બિંબની પણ આ સુપ્રતિષ્ઠા થાઓ. વળી બધા દ્વીપ, સમુદ્ર, ચંદ્ર, સૂર્ય, સ્વર્ગ અને બીજા વાસક્ષેત્રોની જેમ અહીં શાશ્વત પ્રતિષ્ઠા છે તેમ આ બિંબની પણ આ સુપ્રતિષ્ઠા થાઓ. આ પ્રસંગે શુભ ભાવ નિમિત્તે ચેખા ઉછાળવા. પછી બિંબની સવિશેષપણે પૂજા કરવી અને ચૈત્યને વંદના કરવી. પછી શી જિનબિંબનું મુખ ઉઘાડતાં વેંત જ પ્રાસુક ઘી, ગોળ, ગોરસ અને આદિકવિ શ્રી શ્રમણ સંઘની પૂજા કરવી. પછી સારે દિવસ જોઈને સૌભાગ્યમંત્રને વિન્યાસપૂર્વક, શ્રી જિનબિંબના હાથ ઉપરથી મીંઢળનું કંકણ અવશ્ય ઉપાડી લેવું. ઉપયુક્ત બનેલા ગુરુએ શ્રીજિનબિંબ સંબંધે નિજનિજ સ્થાને માં જે નવી મુદ્રાઓ કરવાની છે તે બધીનાં નામે આ છે. ૧ જિનમુદ્રા, ૨ કળશમુદ્રા, ૩ પરમેષ્ટી મુદ્રા, ૪ અંગમુદ્રા, ૫ અંજલિમુદ્રા, ૬ આસનમુદ્રા, છ ચકમુદ્રા, ૮ સુરભિમુદ્રા, ૯ પ્રવચનમુદ્રા, ૧૦ ગરુડમુદ્રા, ૧૧ સૌભાગ્યમુદ્રા અને ૧૨ કૃતાંજલિમુદ્રા. ચાર કુંભની સ્થાપના, સ્થિરીકરણ અને અધિવાસ મંત્રન્યાસ એ બધું શ્રી જિનમુદ્રામાં કરવું અને બીજા વિધાને આસનમુદ્રામાં કરવાં. કળશો દ્વારા હુવણનું કામ કળશમુદ્રામાં કરવું. આહાન મંત્રને પરમેષ્ઠી મુદ્રામાં કરવ, અંગમુદ્રામાં સમાલભન કરવું અને પુષ્પાપણુ વગેરે અંજલિમુદ્રામાં કરવું. આસનમુદ્રામાં પટ્ટની પૂજા કરવી. ચકમુદ્રામાં અંગસ્પર્શ કરે, સુરભિ મુદ્રામાં અમૃતમુક્તિ અને પ્રવચન મુદ્રામાં પ્રતિબધ કરે. ગરુડ મુદ્રામાં દુષ્ટ રક્ષાની વિધિ કરવી, સૌભાગ્યમુદ્રામાં મંત્ર સૌભાગ્યનું કામ કરવું અને કૃતાંજલિ મુદ્રામાં દેશના કરવી. એ રીતે તે તે બધાં કાર્યો તે તે મુદ્રામાં કરવાં. અહીં કે ચર્ચા ઉઠાવે છે કે ગુરુ તે ચાવજ જીવિત સામાયિકને ઉચચરેલા છે અને તેમાં જ સ્થિત રહેલાં છે તો પછી એમને આ બધો સાવધ સમારંભ કરે કેમ કરીને યોગ્ય
"Aho Shrutgyanam