________________
: કથાનું કેષ :
જિનપ્રતિમાની પ્રતિષ્ઠાની વિધિનું વર્ણન
પછી આઠ વર્ગના પાણી વડે એટલે કુઠ, પ્રિયંગુ, ચાવજ, દર, ઉશીર-સુગધી વાળે, દેવદાર, ધરે અને જેઠીમધ એ બધાંનાં પાણીનું નામ “પ્રથમ અષ્ટવર્ગજલ છે. મેદ, મહાભેદ, કકલ, ફીરક કેલ, જીવક, ઋષભક, નખલા અને મહાનખલા એ બધાંનાં પાણીનું નામ “દ્વિતીય અણવર્ગજળ' છે એ બન્ને પ્રકારનાં પાણી વડે હુવર્ણ કરે. સવૈષિધીવાળા પાણી વડે એટલે જે પાણીમાં હળદર, વજ, શેફ, વાળ, મથ, ગ્રંથિવણું, પ્રિયંગુ, મુરવાસ, કસૂરે, કુઠ, એલચી, તજ, તમાલપત્ર નાગકેસર અને લવિંગ એ બધી ઓષધીઓ પડેલી છે એવા સવૈષધીવાળા પાણી વડે ન્હવણું કરવું. પછી ગંધજલવડે અને પ્રવર વાસ સલિલવડે ન્હવણ કરવું. પછી ચંદનના પાણી વડે, કુંકુમના પાણીના ઘડાઓ વડે અને તીર્થને પાણી વડે હુવણુ કરવું. ત્યાર બાદ ગુરુએ મંત્રી આપેલાં શુદ્ધ પાણીવાળા કળશો દ્વારા ન્હવણ કરવું. છેલ્લે કળશ થાય ત્યાં સુધીનાં બધાં ન્હાવા કરતી વખતે પણ વચ્ચે વચ્ચે જલધારા, પુષ્પ, ગંધ અને ધૂપને પણ વિધિ પ્રમાણે ઉપગ કરે. આવી રીતે બિંબ–પ્રતિમાને હરાવ્યા પછી ગુરુ, જ્ઞાનકલાના ન્યાસને આચરે, ત્યાર પછી પ્રતિમા ઉપર સરસ સુગંધવાળા પ્રવાહી ચંદનના લેપથી લેપ કરવો. અને પછી પ્રતિમાની આગળ સુગંધી ફૂલેને ચડાવી નંદાવર્તને પટ્ટ કાઢી સારાં દ્રવડે પ્રતિમાની પૂજા કરવી. પછી એ નંદ્યાવર્તના પટ્ટને ચંદનના છાંટણ છાંટેલા કપડા વડે ઢાંકી દે અને પછી જિનબિંબની ઉપર અદ્ધિ અને વૃદ્ધિવાળું ડિસર એટલે હસ્તસૂત્ર કે કંકણું ચડાવવું. ત્યાર પછી જિનબિંબની આગળ સરસ-રસદાર સુગંધી ફળે મૂકવાં જેવાં કે જખીર, લીંબુ અને બીજેરું વગેરે. પછી ગંધ દેવા એટલે સુગંધી ધૂપ વગેરે કરવા. પછી મુદ્રા અને મંત્રન્યાસપૂર્વક જિનબિંબના હાથમાં કંકણું નિવેશવું. ત્યારબાદ બિંબની આગળ મંત્રવડે ધારણાવિધિ કરો. પછી અનેક પ્રકારનાં પકવાને મૂકવાં, ઉત્તમ મિશ્રણવાળી સુગંધી ગંધપુટિકા-ગંધની પડીઓ મૂકવી. ઉત્તમ વ્યંજને મૂકવાં અને વિશેષે કરીને જામફળ વગેરે ફળે મૂકવાં. પછી શ્રી જિનેન્દ્રની પ્રતિમા આગળ શાક, શેરડી, વરસેલા, ખાંડ અને ઉત્તમ ઔષધિઓ-ઘઉં વગેરે તથા સંપૂર્ણ રીતે તૈયાર થયેલો બલિ. મૂકો. પછી સુકુમારિકાયુક્ત એટલે તાજી માટી-જેને કેઈએ પણ ઉપગ નથી કર્યો એવી માટી યુક્ત વૃતગુડદીપ તથા ચારે દિશામાં ચાર જુવારા, જિનબિંબની આગળ મૂકવા અને પછી ભૂતને બલિ આપ. પછી શ્રી જિનનાથની આરતી અને મંગળદી ઉતારીને વંદન કરવું. પછી અધિવાસના દેવતાને કાઉસગ કરે અને તેમની સ્તુતિ કરવી. હવે પછી અત્યંત અપ્રમત્ત એવા ગુરુ શ્રી જિનનાં પાંચે અંગેમાં ત્રણ વાર, પાંચ વાર કે સાત વાર સ્થિરીકરણ મંત્રને સ્થાપિત કરે. પછી મદનફળ-મીંઢળ ચડાવે અને અધિવાસન મંત્રને ન્યાસ પણ કરે. શ્રી જિનબિંબનું ધ્યાન કરે, એટલે જાણે કે તે, સજીવ ન હોય એમ ફુટપણે ભાસે. આ રીતે અધિવાસિત થયેલા તે શ્રી જિનબિંબને
"Aho Shrutgyanam