________________
- - -
- -
-
-
૧૫૯
જિનપ્રતિમાની પ્રતિષ્ઠાને ક્ષેમંકર મુનિએ જણાવેલ વિધિ.
: કથારત્ન-મેષ :
પહોંચ્યા. રાજા પદ્ઘનૃપે ક્ષેમંકર મુનિના આવવાના સમાચાર જાણ્યા તેથી હર્ષને લીધે તેનાં રોમાંચ પુલકિત થઈ ગયા, અને વિશેષ ભક્તિપૂર્વક તે તેમને વંદન કરવા લાગ્યો. ગુરુએ તેને આશીષ આપી. અને તે ગુરુની સામે કેવળ ભેંયતળ ઉપર બેઠે. મુનિએ તેના ધર્મ વિષયક કુશળ સમાચાર પૂછયા, અર્થાત્ તે નિબંધ રીતે ધર્મની આરાધના કરે છે કે કેમ? એ વિશે રાજાને પૂછયું. રાજાએ પોતે એક સુંદર જિનપ્રતિમા કરાવી છે, તે વિશે મુનિરાજને વાત કરી, અને અવસર જોઈને મુનિને કહ્યું કે-હે ભાગ્યવંત! આ મૂર્તિની પ્રતિષ્ઠા કરે. પછી એ ગુરુ(મુનિરાજ) બેલ્યા હે નરવર! પ્રતિષ્ઠાની પ્રવૃત્તિમાં જે વિધિ અસાવદ્ય છે એટલે મંત્રોચ્ચારણ અને દેવાહાન વગેરે જે કામ અસાવદ્ય છે તે તે અમે કરી શકીએ અને જે કાર્યો સાવદ્ય છે એટલે પ્રતિમાને નવરાવવું વગેરે જે સાવઘ કામે છે તે બધાં ગૃહસ્થને કરવાં ઉચિત છે. પછી ગીતાર્થ, ભક્તિવાળા, દક્ષ, ધર્મક્રિયા કરનાર, નિપુણ અને પરમ આસ્તિક એવા વીરભદ્ર વગેરે ગૃહસ્થ, ભક્તિ અને બહુમાન સાથે ઉગ વગરના તેઓ(ગૃહસ્થોએ ક્ષેમકર ગુરુને દેવપ્રતિષ્ઠાના વિધિ વિશે પૂછવા લાગ્યા અને મુનિ પણ, એ વિશે શાસ્ત્ર પ્રમાણે વા પિતે જે સાંભળ્યું છે તે પ્રમાણે તેમને કહેવા લાગ્યા. પ્રથમ તે અમારી–ઘેષણા કરાવવી એટલે કે, કઈ જીને વધ ન કરે એવી જાહેરાત કરાવી, લેકે તે પ્રમાણે વર્તે એમ કરવું. પછી રાજાને અને સંઘને બેલાવવા, પછી વૈજ્ઞાનિકનું એટલે મૂર્તિના શિલ્પના જાણકારનું સન્માન કરવું અને ક્ષેત્રની શુદ્ધિ કરવી. તથા દિકપાલેની સ્થાપના કરવી. તે સંબંધી ક્રિયાનાં સાધનને તૈયાર કરી રાખવા અને હાજર રાખવાં. ઉપવાસ કરે, બાહ્ય અને આંતર એમ બન્ને પ્રકારે પવિત્ર થવું અને વેદિકામાં શ્રી જિનબિંબની સ્થાપના કરવી. વળી, સારું મુહૂર્ત જોઈને પૂર્વોત્તર દિશાની સન્મુખ અને ઇશાનખૂણાની સામે મુખ રાખી સારાં શકુન થતાં અને ચારે જાતનાં માંગલિક વાજા વાગતાં, સર્વ સંઘ સાથે પ્રતિમાજીની સામે સ્થાપનાચાર્યની સ્થાપના કરીને અખંડ અને પવિત્ર વસ્ત્રને પહેરેલા આચાર્ય દેવવંદન કરે. શાંતિના અને શ્રતના અધિષ્ઠાયક દેવોને નિમિત્તે કાયોત્સર્ગ કરે તથા તેમની સ્તુતિ બેલે. પછી દક્ષિણ હાથમાં સોનું રાખી સકલીકરણ કરે. પછી જેમને માતૃપક્ષ અને પિતૃપક્ષ વિશુદ્ધ છે એવા અને દક્ષ, ક્ષેત્રજ્ઞ, રક્ષા બંધનવાળા, સ્નાત્રીઆઓ(હણ કરનારાઓ) બધી દિશાઓમાં સિદ્ધ-તૈયાર કરેલા બલિને ફેંકે. ત્યારપછી તેઓ ચાર બંધ કલવડે જિન ભગવાનની પ્રતિમાઓને હરાવે અને પછી માણેક, મેતી, પરવાળા, સોનું અને તાંબું અથવા પરવાળાં મિતી, સોનું, રૂપું અને તાંબું એ પાંચ રત્નવાળા પાણી વડે તે પ્રતિમાઓને ત્વવરાવે. ત્યાર બાદ પિપર, પીંપળે, સરસડ, ઉંબરે અને વડ વગેરેની અંદરની છાલદ્વારા બનાવેલા કપાયેલા પાણી વડે હવણ કરે. ત્યારબાદ, પર્વતની, પદ્મદ્રહની, નદીસંગમની, નદીના બને કાંઠાની, ગાયના શિંગડાથી ખોદાએલી અને રાફડા વગેરેની માટીના પાણી વડે હુવણ કરે.
"Aho Shrutgyanam