________________
* કયારત્ન-ષિ :
પદ્મ રાજવીએ કરાવેલ શ્રી ચંદ્રપ્રભુની સુવર્ણ મતિ.
૧૫૮
અમે શું જોયું નથી? શું અનુભવ્યું નથી ? શું કરવું બાકી રાખેલ છે; તે હે પુત્ર! તું શેકને તજી દે અને મને ધર્મ સાધનામાં સહાય કર.” ત્યારપછી કુમારની ઈચ્છા રાજ્યભાર લેવાની લેશ પણ ન થઈ, છતાં મહાકટે-પરાણે પરાણે રાજ્ય કે એ તેની પાસે ગાડી સ્વીકારાવી અને સારું મુહૂર્ત આવતાં તેને રાજયાભિષેક કરી તેને ગાદી ઉપર બેસાડ્યો. પછી, નવા રાજાને યોચિત શિખામણ દઈને જૂના રાજાએ અનશન કર્યું. સમાધિથી મરણ પામી તે રાજા સુરપ્રભ સૌધર્મ નામના દેવલોકમાં દેવ થયે. હવે નવા રાજા પઘરાજાએ પિતાનાં મરણકૃત્ય કર્યા, અને સંસારનું સ્વરૂપ વિચારી તે પણ શક રહિત થઈ પિતાનાં રાજ્યકાર્યો સંભાળવા લાગે.
હવે એક દિવસ તે પદ્મતૃપ રાજવાટિકાથી પાછો ફરતો હતો તેવામાં તેને વીરભદ્ર શેઠે કરાવવા માંડેલું ઊંચા ઊંચા શિખરવડે દિશાઓને રૂંધતું–ભરી દેતું અને હરના હાસ્ય અને હિમ જેવું ઉજજવળ એવું એક જિનભવન જોયું. કુતુહલથી તે એ ચણાતા જિનભવન પાસે ગયે. વીરભદ્ર વગેરે શેઠેએ રાજાને આદર કર્યો, અને ચણતા જિનપ્રાસાદની વિશેષ પ્રકારની કારીગરી વગેરે બતાવ્યાં. રાજાએ વીરભદ્ર શેઠની આ પ્રમાણે પ્રશંસા કરી.
હે માટી કીર્તિવાળા વીરભદ્ર શેઠ ! તેં તારા હાથે પિદા કરેલું ધન ખર્ચને પહાડ જેવું ભારે ઊંચું આવું સુંદર જિનભવન જણાવ્યું છે, તેથી તને ધન્ય છે. પહાડોમાં આથડી આથડીને, જંગલમાં રખડી રખડીને નદીઓ અને સમુદ્રોને ઓળંગી ઓળંગીને અર્થાત્ અનેક કષ્ટ સહીસહીને ધન પેદા થાય છે. એવું ભાગ્યવંતેનું જ ધન ધર્મના કામમાં ખરચાય છે, અને બીજાઓનું બીજા કામમાં જાય છે. રાજા કહે છે કે હું મારી જાતને પૂણ્ય વિનાની માનું છું, અને મારા ધનને પણ આપત્તિઓનું સાધન સમજું છું, કારણું કે–એ મારું ધન આવા સરસ સ્થાનમાં ઉપગમાં નથી આવતું. રાજા કહે છે કે-મારા રાજ્યને હું દેરડાની જેમ બંધનનું સાધન સમજું છું, કારણ કે રાજ્ય ડું પણ આવા સદુધર્મના કામમાં ખપ નથી લાગતું. ભાવસ્તવમાં અસમર્થ એ હું-(રાજા) દ્રવ્યસ્તવ માટે પણ યન નહીં કરું તે હું મારી જાતને મારી મેળે જ સંસારના કુવામાં નાખું છું. આમ બહુ બેલવાથી શું ? હવે તે આ જિનભવનમાં જ જિનબિંબને કરાવીને હમણું મારી જાતને શાશ્વત કરી દઉં-અમર કરી દઉં–મુક્તિમાર્ગની સાધના કરી લઉં. હવે સારું મુહર્ત જોઈને પૂર્વોકત વિધિવડે રાજાએ ઉત્તમ સુવર્ણની જિનપ્રતિમા કરાવવા નાખી. વખત જતાં ચંદ્રના લાંછનવાળી એ ઉત્તમ જિનપ્રતિમા અર્થાત્ શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા તૈયાર પણ થઈ ગઈ, અને તેની પ્રતિષ્ઠા માટે એગ્ય લગ્ન પણ આવી ગયું.
હવે બરાબર એ જ વખતે પેલા ચારણ મુનિ મહાત્મા કે ગુરુએ જેને મુનિગણું સાથે વિહરવાની અનુમતિ આપેલી છે એ સૂરિ ક્ષેમંકર પણ સુહંકરા નગરીએ આવી
"Aho Shrutgyanam