________________
-
-
-
-
-
-
-
-
-
૧૫૭
પકુમારને પિતાની હિતશિક્ષા.
: કયારત્ન કે :
-~
~-~
પકુમાર પાસે ગયા “આ તે મારા પિતાના પ્રધાને છે” એમ તેમને ઓળખી દૂરથી જ ઊભા થઈ કુમારે તેમને સન્માન આપ્યું અને તેઓ એક બીજા પ્રેમથી પરસ્પર ભેટી પડ્યા અને પછી પાસેના આસને ઉપર બેઠા. ત્યારબાદ રાજકુમાર પદ્મે તેમને પોતાના પિતાના કુશળસમાચાર અને દેશની સ્વસ્થતાના સમાચાર પણ પૂછયા. તેઓએ બધા સમાચાર ઉચિત રીતે જણાવ્યા. બરાબર આ જ વખતે ભેજનો સમય થયે. રાજકુમાર પક્વ, તેમની (પ્રધાને) સાથે જોજન કરવા માટે જવાની તૈયારી કરવા લાગ્યા. પહેલાં તેણે દેવની પૂજા કરે અને પછી ભેજનને વિધિ પૂરો કર્યો. પછી પ્રસંગ મળતાં તે પ્રધાનપુરુષએ રાજકુમ પદ્મને વિનંતિ કરી કે “હે મહાભાગ! તમારા પિતાનું શરીર હવે ન મટી શકે એવા રે 1 જીર્ણ થઈ ગયું છે. હવે તેમની ઈચ્છા પરલકનું ભાતું બાંધી લેવાની છે. એટલે તમે રાજ્યગાદી સેંપી દેવા માટે અમને તેમણે (મહારાજે) તમને તેડવા મેકલ્યા છે અને આજ્ઞા કરી છે (કહેવરાવ્યું છે) કે-રાજકુમાર, મને જોયા વિના બીજું ભેજન ન ટે હે રાજપુત્ર હવે બાકીનાં બીજા કાને જતાં કરો અને પિતાજી પાસે આવવાર થાઓ.”
આ બધી હકીકત સાંભળીને અને પોતાના પિતાની રોગગ્રસ્ત સ્થિતિ જાણીને રાજકુમારના મનમાં શેક થયો અને ઘડીક તે તે કિંકર્તવ્યમૂઢ જ બની ગયે પણ પછી પિતાની મેળે જ ધીરપણું ધારણ કરી, પિતાના સસરા રાજાને કેમ કરીને પ્રસન્ન કરી, તેની રજા લઈ પોતાની સ્ત્રી સાથે તે, નિરંતર પ્રયાણ કરતા કરતા–પ્રવાસ કરતા અહંકરા નામની નગરીમાં આવી પહોંચે. તેના માનમાં નગરીમાં શોભા કરેલી. કુમાર રાજભુવનમાં ગયે. પંચાંગ પ્રણિપાતપૂર્વક તેણે પિતાનું મસ્તક પિતાના ચરણોમાં નમાવ્યું. પિતા તેને સ્નેહથી ભેટી પડ્યો, મેળામાં બેસાડે અને કુમારે જુદા જુદા દેશમાં પ્રવાસ કરેલ હોવાથી જે જે અનુભવ થયા હોય તે વિશે પિતાએ તેને પૂછ્યું. પિતાના પિતાની શારીરિક દુર્દશા જોઈને કુમારની આંખમાં જળજળી આવી ગયાં તેથી ભારે શેક થવાને કારણે ગળગળા થઈ ગયેલા તે કુમારે અસ્પષ્ટ અક્ષરવાળાં વચનેવડે પિતાને દેશાંતરભ્રમણને યથાર્થ અનુભવ કહી સંભળાવ્યું. પછી રાજા પોતાના પુત્રને શેકાકુલ જોઈને તેને સમજાવવા આ પ્રમાણે બોલવા લાગ્યું. “હે વત્સ! આમ કેમ કાયર થાય છે ? સિદ્ધના આત્માઓને છોડીને બીજા બધાંની આવી જ (મારી જેવી) દશા થાય છે, એ સુપ્રસિદ્ધ હકીકત છે. અને આમ છે માટે જ આપણા પૂર્વજોએ સમગ્ર સંગેને ત્યાગ કરી સંયમ સાધવા માટે ઉદ્યમ કરેલે, અથવા હે વત્સ! અમારે શોક કરવા જેવું છે પણ શું? અમે તે ત્રણ વગેરે સાધી સંસારના કયા સુખે નથી ભેગવ્યા ? અર્થાત્ સર્વ સુખે ભેળવી લીધા છે. અમારી આજ્ઞા કે પિતાને માથે છેગાની જેમ નથી ચઢાવી, અર્થાત્ બધાએ જ અમારી આજ્ઞા માનેલી, અથવા આ રીતે આત્મશ્લાઘાથી પણ સયું. સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરવાથી
"Aho Shrutgyanam