________________
૧૫૫
ક્ષેમંકર ચાર મુનિનું રાજમહેલમાં આગમન.
: કથાન-કેષ :
પણ તારી શકે છે એ હકીક્ત યુક્તિવિરુદ્ધ છે અને પ્રત્યક્ષથી પણ વિરુદ્ધ છે, માટે રાગ દ્વેષ વગરના અને પ્રાણીમાત્રને સુખ આપનારા અરિહંત દેવને યાદ કરે અને કદાગ્રહને તજી ઘો, એટલે અરિહંત સિવાયના બીજા બધા સાંસારિક દેને છેડી ઘો. તમારી ઈચ્છા આ સંસારસમુદ્રને પાર પામવાની હોય તો જે નિશ્ચય મેં તમને જણાવેલ છે તેને જ અનુસરે” એમ કહીને પેલે યક્ષ એકદમ અન્તર્ધાન થઈ ગયે.
યક્ષની આ વાત સાંભળીને રાજા, પિલે રાજકુમાર અને ત્યાં બેઠેલા કદાગ્રહ વગરના બધા લેકે ખુશ ખુશ થઈ ગયા અને વિવાદ કરવા આવેલા બધા કુતીર્થિક-ધર્માચાર્યોશરમાઈને પિતપતાને ઠેકાણે ચાલ્યા ગયા. રાજા અને પેલે કુમાર એ બન્ને જણ પણ વધારે વખત સુધી શ્રી જિનની પૂજા અને સ્તુતિ કરીને રાજપ્રાસાદે ગયા. ત્યાં રાજાએ કુમાર સાથે ભેજન લીધું. આ રાજકુમારે જ દેવના સ્વરૂપનો નિર્ણય કરવામાં વિશેષ મદદ કરેલી છે તેથી “આ મારો પરમ ઉપકારી છે” એમ સમજીને રાજાને કુમાર પ્રતિ ભારે પ્રસન્નતા થઈ અને તેથી રાજાએ પિતાની સુરસુંદરી નામે પુત્રીને એ રાજકુમાર વેરે પરણાવવી એમ નકકી કર્યું. સારું મુહર્ત આવતાં રાજપુત્ર પદ્મકુમાર એ સુરસુંદરીને પર, અને એ બનેને વિવાહ મટી ધામધૂમથી ઉજવવામાં આવ્યું. પછી એ રાજાએ રાજકુમારને “મહામંડલેશ્વર 'ને પદે સ્થાએ અને પછી તે જાણે પિતાના મહેલમાં રહેતા હોય એ રીતે ત્યાં સુખપૂર્વક રહેવા લાગે.
- હવે કઈ બીજે પ્રસંગે એ રાજકુમાર અને તેને સાસરો રાજા એ બને એકાંતમાં બેઠા હતા તે વખતે એકાએક આકાશમાં ઊડતે દિવ્યજ્ઞાનદૃષ્ટિવાળો અને જેની પાછળ કેટલાક વિદ્યાધર કુમારે ચાલી રહ્યા છે એ ક્ષેમકર નામે ચારણશ્રમણ રાજમહેલના ભાગ તરફ ઊડતા આવતા નજરે જોવામાં આવ્યા. આશ્ચર્યકારી રૂપવાળા એવા એ મુનિવરને જોતાંવેંત જ વિસ્મય પામેલો રાજા આસન ઉપરથી શીઘ ઊભા થઈ ગયો અને હાથ જેડી, માથું નમાવી તે મુનિને વિનવવા લાગ્યા. “હે ભગવન્! પ્રસન્ન થાઓ. તમારા ચરણકમળનું દર્શન આપે. અનુગ્રહ કરે અને અમારું જીવતર સફળ કરે.” રાજાનાં આવાં વચન સાંભળી પેલા ક્ષેમકર મુનિના હૃદયમાં રાજા ઉપર કરુણા થઈ આવી અને ‘નીચે નહીં ઊતરું તે આ રાજાની નેહતાભરી પ્રાર્થનાને ભંગ કર્યો ગણાશે” એમ ધારી તે આકાશમાંથી મુનિ રાજભવનમાં ઊતર્યા, અને રાજાએ એને ઉચિત આસન આપતાં તે બેઠા. બરાબર આ જ વખતે રાજા અને તેના જમાઈ પેલે રાજકુમાર બન્ને જણાએ ક્ષેમકરના ચરણયુગલમાં વિશેષ આદર સાથે પિતાનાં મસ્તકે ધરતીને અડે એ રીતે નીચે નમાવીને પંચાંગ નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવાની શરુઆત કરી. “હે ભગવન! આજે અમે કૃતાર્થ થયા છીએ, સ્વસ્થ થયા છીએ અને આજે જ તમારું દર્શન થવાથી અમે સંસાર સમુદ્રને
"Aho Shrutgyanam