________________
-
-
-
-
-
૧૫૩
રાજાએ કરાવેલી ઘેષણ.
: કથાન-કેષ :
સમજવાનું કહેવામાં આવે છે તે ખરેખર મહામૂઢતા જ છે. કે મનુષ્યને એ માલ મળતું હોય કે જેને ખરીદવાથી તેને ઘણે નફે-વિશેષ ધનલાભ થતું હોય તે શું એવા માલને ખરીદવા તે મનુષ્યને તેના ગુરુઓ-વડિલજને અટકાવે તે શું ઉચિત છે? રાજાએ આમ કહ્યા પછી તે પાખંડીઓ બેલ્યા કે, “અમુક જ દેવ છે” એ રીતે આ દેવવરૂપને નિર્ણય કઈ જ્ઞાની કરી શકે વા કોઈ દેવ કરી શકે, પરંતુ એ વિશેની આપણી જુદા જુદા પ્રકારની કલ્પનાઓને પ્રમાણરૂપ ન માની શકાય.
રાજા બે - આ સાચું છે ” પછી, રાજાએ પિતાના માણસોને કહ્યું કે, “અરે ! આ નગરમાં બધે ઢોલ વગડાવીને એવી જાહેરાત કરે કે જે કઈ પ્રજાજન કેઈ જ્ઞાની પુરુષને ઓળખતા હોય વા જેણે ખાસ કેઈ દેવને સિદ્ધ કરેલ છે એવા પુરુષને જાણ હેય તે પ્રજાજને રાજા પાસે આવીને પોતાના ઓળખતા જ્ઞાનીની કે દેવસિદ્ધ પુરુષની સૂચના આપવાની છે, કારણ કે આ વખતે રાજાને કઈ જ્ઞાનીનું કે દેવસિદ્ધ પુરુષનું ભારે પ્રજન પડ્યું છે.” રાજાના તે માણસેએ “તારિ” એમ કહીને નગરમાં ચારે કેર ઢેલ વગડાવી રાજા તરફથી ઉપર જણાવ્યા પ્રમાણેની જાહેરાત કરી.
આ જાહેરાતની ઘેષણ રાજપુત્ર પાકુમારે સાંભળી. એ વિશે તેને ભારે કુતૂહલ થવાથી તે જાહેરાત કરનારાઓને તેણે પૂછ્યું. “ભે! જ્ઞાનીનું કે દેવસિદ્ધ પુરુષનું રાજાને શું કામ પડયું છે?” રાજાના માણસોએ કહ્યું, “હે મહાભાગ! અમારે રાજા દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપને નિશ્ચય કરવા ઈચ્છે છે. બીજા બીજા અનેક ધર્માચાર્યો સાથે તેને એ બાબત વિશેષ વિવાદ થયે છે, માટે એ વિશે નિર્ણય મેળવવા તે, કઈ જ્ઞાની કે દેવસિદ્ધ પુરુષને મધ્યસ્થ તરીકે શેધે છે. એ મધ્યસ્થ એ હવે જોઈએ કે જેના વચનથી રાજાને દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપને સાચે નિર્ણય થઈ તે દરેકની ખરી પ્રાપ્તિ થઈ જાય. એવા મધ્યસ્થને મેળવવા માટે આ અમારી જાહેરાતની છેષણ છે.” પછી કુતૂહલને લીધે એ પકુમાર, રાજા પાસે ગયે, ત્યાં તેના એક ઓળખીતા ચારણપુત્રે તેને ઓળખી કાઢ્યો અને તે, રાજપુત્ર પદ્ધકુમારના ગુણગાન કરવા લાગ્યું. પછી રાજાએ તેને ઓળખે અને પોતાની પાસેના આસન પર બેસાડ્યો. કુશળ સમાચાર પૂછ્યા.
પ્રસંગ મેળવી રાજકુમાર પડ્યે રાજાને કહ્યું: “હે મહારાજ ! આ બધા તીથિકે-- જુદા જુદા સંપ્રદાયના આચાર્યોનો-અહીં શા માટે મેળો ભર્યો છે?” પછી રાજાએ જે હકીકત પહેલાં બનેલી હતી તે બધી વીગતથી કહી બતાવી અને કહ્યું કે-દેવ, ગુરુ અને ધર્મના વપને નિર્ણય કરવાનો મારો ઉદ્દેશ છે. એમ કહી રાજાએ, તે રાજકુમારને શિવ વગેરે દેવેની પ્રતિમાઓ દેખાડી. રાજકુમારે પણ તે દરેક પ્રતિમાને પિતાની નિપુણ નજરથી બરાબર
૨૦.
"Aho Shrutgyanam