________________
શિવ, બ્રહ્મા, કૃષ્ણ તથા બુદ્ધના મંતવ્યનું કરેલ નિરસન.
: કથાનકેષ :
તેના હાથમાં ત્રિશૂળ વગેરે શસ્ત્રો છે એ વાત પણ એક બીજાથી વિરુદ્ધ જાય છે. અર્થાત ત્રિલોચનદેવે કામદેવને બાળી નાખેલ હોય તે પછી એને સ્ત્રીનું શું કામ છે? તેમજ સંગને ત્યાગી હોય તેને વળી શસ્ત્રધારણનું શું કામ ? આ પ્રકારે આરાય એવા મહાદેવનું સ્વરૂપ પરસ્પર વિરુદ્ધ છે.
આ વખતે ત્યાં આવેલા બ્રહ્માના શિષ્યો બોલ્યા: આ બ્રહ્મા નામે દેવ છે. એના ગળામાં રુદ્રાક્ષની માળા છે. એના હાથમાં પાત્ર તરીકે કુંડી છે. એની પાસે એની સ્ત્રી સાવિત્રી છે અને એનું વાહન હંસ છે, તથા એના ચાર મુખમાંથી ચારે વેદો નીકળેલા છે અને એ આ જગતને કર્તા છે. રાજા બોલઃ બ્રહ્મા રુદ્રાક્ષની માળા ફેરવે છે તેથી અજ્ઞાની જણાય છે. જે પૂર્ણજ્ઞાની હોય તેને વળી માળા ફેરવવાનું શું કામ ? હાથમાં કુંડી છે અને વેદને ગણ્યા કરે છે એથી એ, સાધારણ જતિ હોઈ શકે, પણ દેવ નહીં. વળી સ્ત્રીને હંસને પાસે રાખેલાં છે એટલે પરિગ્રહી હોઈ રાગી જણાય છે. જે રાગી કે પરિગ્રાહી ન હોય તેને વળી આ કેવી અને વાહન કેવું ? જગતની ઉત્પત્તિ તે સ્ત્રી-પુરુષના સંબંધથી થઈ રહી છે, એવું પ્રત્યક્ષ જણાય છે, એટલે બ્રહ્મા જગતને કર્યા છે એ પણ વિરોધી હકીકત છે. આ પ્રમાણે બ્રહ્માનું પણ અસંગતપણું હોવાથી ખોટું જણાય છે. અત્રાંતરે શ્રી કૃષ્ણના ભક્તો બોલ્યાઃ હે મહારાજ ! આ કૃષ્ણ ભગવાન છે. એમણે મહીપીઠને ધરી રાખ્યું છે. મુર, કંસ વગેરે રાક્ષસોનાં દળને કચરી નાખેલ છે, સમુદ્રના પાણીમાં સૂતા રહે છે, અને એમની પ્રિયાનું નામ લક્ષમી છે. રાજા બે -મહીપીડ તો પોતાના સ્વભાવે કરીને જ અવસ્થિત છે, એટલે શ્રીકૃષ્ણ મહીપીઠને ધરી રાખ્યું છે એ કથન સત્ય નથી, પરંતુ કૃષ્ણનું કેવળ અતિશયોક્તિભર્યું વર્ણન જ છે. એણે કંસ વગેરે રાક્ષસનો વધ કરેલ છે તેથી એટલું જ જાણી શકાય છે કે એ કઈ વિજયપ્રિય ક્ષત્રિય હોવું જોઈએ. સમુદ્રમાં સૂતો રહે છે એટલે એમ જાણી શકાય કે-એ કઈ કુશળ તરવૈયે હવે જોઈએ. અને એની લક્ષમી પ્રિયા છે એથી તે એ “કામુક” છે એમ સિદ્ધ થાય છે. આ રીતે કૃષ્ણમાં પણ પારમાર્થિક દેવનું સ્વરૂપ હોય એવું ભાસતું નથી.
અત્રાંતરે કાણિક-બુદ્ધ-ને શિષ્યસમૂહ બોલી ઊઠ્યો--મહારાજ ! આ બુદ્ધ ભગવાન છે. એમનું હૃદય કરુણથી ભરેલું છે. એ પોતાના તીર્થને પરાભવ સહી શકતા નથી તેથી જ પરમપદે જઈને પણ એ પરાભવને દૂર કરવા ફરી સંસારમાં અવતાર લે છે.
રાજા છેઃ એ કારુણિક છે તે પાત્રમાં આવી પડેલા માંસનું ભજન કરવાની સંમતિ શી રીતે આપી શકે? પરમપદમાં સ્થિત છે છતાં તીર્થને પરાભવ થતાં પાછો સંસારમાં ફરી અવતાર ધરે છે તે પણ ઉચિત નથી કારણ કે જે પરમપદમાં સ્થિત હોય
"Aho Shrutgyanam"