________________
: કારત્ન-કેષ : લીલાવતી રાણીને જિન ધર્મ અંગીકાર અને પઘકુમારને જન્મ.
૧૪૮
તે પછી આમાં કરુણ કયાં રહી? શિવમાર્ગના યતિઓએ કહેલું કે માત્ર દીક્ષા લેવાથી ધર્મ થાય છે એ પણ તદ્દન ખોટું છે. ખરી રીતે તે શુદ્ધ કિયા-સદાચરણની પ્રવૃત્તિ અને શુદ્ધ જ્ઞાન-વિવેક વિના કેવળ દીક્ષા લેવાથી કશે ફાયદો થતો નથી, માટે તે વૈદિક વગેરે આચાર્યોએ બતાવેલ તે બધાય ધર્મવિચારે મૂઢમતિને યોગ્ય છે પરંતુ જેઓ વિચારવિવેકમાં કુશળ છે તેમને માટે તે રત્નત્રયરૂપ ધર્મ અંગીકાર જ એગ્ય છે.
રાજાની પટ્ટરાણી બેલી એ રત્નત્રય ધર્મ શું છે? આચાર્ય બોલ્યા-સાંભળ
બધા નાનાં મોટાં પ્રાણીઓની રક્ષા કરવી, અને તેમની બધાની તરફ કરુણ રાખવી તથા ઈન્દ્રિયને અને કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેને નિગ્રહ કરે એનું નામ અવિરુદ્ધ ધર્મ કહેવાય. અઢાર દોષ વગરના, કેવળજ્ઞાનના પ્રકાશવાળા, સર્વથા નિરંજન, જ્ઞાની અને ત્રણ લેકમાં પ્રસિદ્ધ એવા જિન દેવ કહેવાય. ધર્મનું આચરનાર, ધર્મનું આચરણ કરાવનાર, વૈરાગ્યવાળે, સંવેગી, ઇદ્રિ ઉપર કાબૂ મેળવનાર, બધાં પ્રાણીઓની રક્ષા કરનાર એ મુનિ તે ધર્મગુરુ કહેવાય. આ રીતે ધર્મ, દેવ અને ગુરુ એ રત્નત્રય-ત્રણ રત્ન કહેવાય. જેમની પાસે આ રત્નત્રય છે તેઓનું દારિદ્રય દૂર થાય છે, અને જેઓ હીનપૂણય છે તેઓને આ રત્નત્રય ધર્મ સ્વપ્નમાં પણ સાંપડતા નથી. હે ભદ્ર! જેમ કેઈ સેનાને કસેટી પર કસીને પછી જ લે તેમ તારી શુદ્ધ બુદ્ધિની કસોટી વડે બરાબર પરખ કરીને આ મહાકલ્યાણકારી એવા રત્નત્રય ધર્મનું ગ્રહણ કર. આચાર્યો આ પ્રમાણે સમજાવ્યા પછી એ પટ્ટરાણીએ પિતાની નિપુણ બુદ્ધિદ્વારા ધર્મતત્વના યથાર્થ સ્વરૂપને વિચાર કર્યો, અને તેના મનમાં આચાર્યે જણાવેલું દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ બરાબર ઠસી ગયું. પછી, જાણે પિતા પર અમૃત છંટાયું ન હોય એ રીતે પિતાની જાતને પ્રસન્ન માનતી રાણીએ શ્રી જિનધર્મને સ્વીકાર કર્યો, અને મિથ્યાત્વ અસત્યને ત્યાગ કરી તે જિનધર્મનું યાચિત આચરણ કરવા લાગી. આચાર્યું તે પછી પિતાના સ્થાને પાછા ચાલ્યા ગયા.
એ રીતે રાણીને હલે વખત જતાં પરિપૂર્ણ થયે અને સારાં કરણ, નક્ષત્ર અને યેગ આવ્યે રાણીએ પુત્રને પ્રસવ્યો. તેના સંરક્ષણ માટે રાજાએ એક ક્ષરધાત્રી( દૂધ પાનારી કે ધવરાવનારી), બીજી મજજનધાત્રી(નવરાવનારી), ત્રીજી મંડનધાત્રી( શણગાર કરનારી), ચેથી ક્રીડધાત્રી(રમાડનારી) પાંચમી અંકધાત્રી(ખેળામાં બેસારનારી કે કેડે બેસારી ફેરવનારી) એમ પાંચ ધાત્રીઓને ધાઈમાતાઓને) પ્રબંધ કર્યો અને તે પુત્રનું નામ (પ) પાડયું. કમેકમે વધતે તે ગુરુ પાસે પુરુષની બહેતર કળાને શીખતે યુવાવસ્થાએ પહોંચે. પછી “એ હવે યોગ્ય થયો છે” તેમ જાણી રાજાએ તેને યુવરાજ પદે સ્થાપે. એ પકુમાર, યુવરાજ પદે આવ્યા પછી યથાવકાશ શત્રુરાજાઓ સાથે લડાઇઓ લડવા લાગ્યા. રાજાને એમ
"Aho Shrutgyanam