________________
: કયારામ-કાવ :
લીલાવતી રાણીની ધર્મ-ચર્ચા.
ઉપગથી-વિલાસેથી સુંદર દેખાય છે. વળી, ભૂરિભવ્યપર્યાનુગતશિરાસનયષ્ટિ જેવી આ નગરી છે. અર્થાત્ ધનુષ્યની લાકડીમાં જેમ ભૂરિ-ઘણું, ભવ્ય-સુંદર, પર્વ-ગાંઠાએ છે તેમ આ નગરીમાં ભૂરિ-ઘણાં, ભવ્ય-સુંદર, પર્વ-ઉત્સવ થયા કરે છે. એવી નામ તેવા ગુણવાળી આ સુહંકરા (સુખ કરનારી કે શુભ કરનારી) નગરી આખા બ્રહ્માંડમાં સુપ્રસિદ્ધ છે. તેવી એ નગરીમાં સૂરપભ( શૂરપ્રભ કે સૂર્યપ્રભ) નામે રાજા રાજ્ય કરે છે. એ રાજાને મહિમા ઈન્દ્ર કરતાં પણ વધારે છે, જેની આજ્ઞા સાંભળતાં જ શત્રુગણ ભયથી થરથરી જાય છે અને નમી પડે છે. સરોવરના મધ્ય ભાગમાં બહુપત્ર અલંકૃતબહુ પાંખડીવાળું કમલ જેમ શોભે છે તેમ એ રાજાના રાજયમાં બપાનકમલા અલંકૃત ઘણું સુપાત્રે વરે છે, અને કમલા-લક્ષમીને પણ નિવાસ છે. વળી એ રાજા કે ઈ મેટા વૃક્ષ જેવો છે. જેમ મોટા વૃક્ષો ઉપર અનેક સઉણશકુન-પક્ષીઓ આશરે મેળવે છે તેમ આ રાજાના રાજ્યમાં અનેક સઉણ-સગુણ-ગુણી પુરુષોએ આશરો મેળવેલ છે. એવા પ્રકારના ગુણવાળી એ સૂર૫ભ રાજાની કીર્તિ દશે દિશામાં ફેલાઈ આખા જગતમાં કુમુદિની પિઠે સુવાસ પ્રસરાવી રહી છે. તે રાજાને લીલાવતી નામે રાણું છે. એ રાણી તેની બધી રાણીઓમાં પ્રધાન પટ્ટરાણું છે, અને જાણે સાક્ષાત્ રાજલક્ષમી ન હોય એવી લાવણ્યવાળી છે. સમય પ્રમાણે એ બને સાંસારિક સુખવિલાસ અનુભવી રહ્યા છે. અને એ રીતે તેમના દિવસે સુખે સુખે વીતી રહ્યાં છે.
બીજે કઈ વખતે રાત્રે લીલાવતી રાણી સુખશસ્યામાં સૂતેલી હતી ત્યારે તેને એવું સ્વપ્ન આવ્યું કે--જાણે તેના મુખમાં વિશેષ સુગંધથી મહેકતું અને તેને લીધે ઉપર ગુંજતા ભમરાઓના અવાજથી વિશેષ મનહર લાગતું એવું કમળ પેસતું હોય. એવું સ્વમ જોઈને તે રાણી જાગી ગઈ. પિતાની બુદ્ધિથી એ સ્વપનો અર્થ વિચારતાં રાણીને લાગ્યું કે તેને એક ઉત્તમ પુત્ર થે જોઈએ અને એ સ્વમની વાત રાજાને જણાવતાં તેણે પણ કહ્યું કે-તને સારો એ ઉત્તમ પુત્ર જન્મશે. રાણીને રાજાના વચનની હકીકત નિશ્ચિત જણાઈ અને તેથી તે સુખપૂર્વક રહેવા લાગી. પછી કેટલાક મહિનાઓ ગયા પછી ગર્ભના પ્રભાવને લીધે રાણીને ધર્મની મીમાંસા કરવાને મેહ જા એટલે ધર્મ અને તેનું સ્વરૂપ જાણવાના રાણીને ભારે કેડ થયા. એ કડ રાજાના જાણવામાં આવ્યા. કેડે(મને રથ) પૂરા કરવા સારુ રાજાએ અનેક ધર્માચાર્યોને-પાખંડીઓને બોલાવ્યા. અને તેમની સાથે રાણી સમજે તે રીતે ધર્મ વિશે વિચાર કરવા શરુ કર્યા. એ વિચારે સંક્ષેપમાં આ પ્રમાણે છે. પ્રથમ વૈદિક ધર્મના આચાર્યો આવ્યા અને તેમણે કહ્યું કેયજ્ઞમાં બકરાનું બલિદાન દેવાથી ધર્મ થાય છે. પછી, બીદ્ધ ધર્મના આચાર્યો આવ્યા, તેમણે જણાવ્યું કે-કરુણા રાખવાથી ધર્મ થાય છે. ત્યારબાદ શિવમાર્ગના પ્રવર્તક યતિ આચાર્યોએ આવીને જણાવ્યું કે-દીક્ષા લેવાથી ધર્મ થાય છે. પછી સ્નાતક પરંપરાના
"Aho Shrutgyanam"