________________
-
-
–
-
-
-
પ્રતિષ્ઠાના પ્રકારો.
: કથા
-કોષ :
જ્યારે શ્રી જિનબિંબ તૈયાર થઈ જાય ત્યારે દશ દિવસમાં તેની પ્રતિષ્ઠા કરી લેવી જોઈએ. તે પ્રતિષ્ઠાના ત્રણ પ્રકાર બતાવેલ છે. પેલી વ્યકિતઆખ્યા, બીજી ક્ષેત્ર આખ્યા અને બીજી મહાઆખ્યા. એ ત્રણે પ્રતિષ્ઠાનું સ્વરૂપ આ પ્રમાણે સમજવાનું છે. વ્યકિતઆખ્યા એટલે કે એક જ શ્રી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા અથતું જે વખતે જે તીર્થકરને પ્રધાનરૂપે ઠરાવ્યા હોય તેની એકની જ પ્રતિષ્ઠા ક્ષેત્ર આખ્યા એટલે અમુક એક જ તીર્થકરને પ્રધાનરૂપે ન કરાવતા બધા તીર્થકરોની-શ્રી ઋષભદેવ વગેરે બધા જિનવરેની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવી અને મહાઆખ્યા એટલે મોટામાં મોટી પ્રતિષ્ઠા અર્થાત્ એક સાથે ૧૭૦ જિનવરની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવી તે મહાઆખા મેટી આખ્યાવાળી-મેટી પ્રસિદ્ધિવાળી પ્રતિષ્ઠા. આમાંથી ગમે તે એક પ્રતિષ્ઠા કરી શકાય છે. જે સમય, જેવી શકિત અને જેવા પરિણામ. એ બધું નજરમાં રાખી જે, જેવી પ્રતિષ્ઠા કરી શકવા સમર્થ હોય તેને તે યોગ્ય છે. ઘણું પ્રતિમાઓને પધરાવતાં તેમાં પેલી પખાળ-પેલી પૂજા કેની કરવી ? તીર્થકરે તે બધાય સરખા છે છતાં તેમાં અમુક જ મૂળનાયક અને બીજા તેવા નહીં. વગેરે પ્રકારની કલ્પનાથી આશાતના થવાનો સંભવ નથી. જે પૂજા કરનાર છે તેના મનમાં શ્રી જિનવરે પ્રત્યે એક સરખે જ આદર છે, એથી અનેક પ્રતિમાઓ હોવા છતાં પખાલ વગેરેને પ્રસંગે કઈ પ્રકારની આશાતના થવાને ભય રહેતો નથી. આશાતનાને સંભવ પરિણામની અશુદ્ધતામાં છે. એથી જ્યાં પરિણામ નિર્મળ હોય ત્યાં આશાતના થતી નથી. આવશ્યક ચૂર્ણિ વગેરે અનેક ગ્રંથોમાં શ્રી જિનબિંબ સ્થાપવાનો વિધિ બતાવ્યા છે ખરે, પરંતુ તે વિધિ તે ચરિતાનુવાદરૂપ છે એટલે તેમાં બતાવ્યા પ્રમાણે અક્ષરશઃ અનુકરણ કરવાનું નથી અર્થાત્ બતાવેલી વિધિ કરતાં વધારે બીજી ધર્મપષક ક્રિયાઓ કરવામાં તે વિધિ નડતરરૂપ નથી. એ પ્રમાણે મુમુક્ષુ શ્રાવક પોતાની શક્તિ પ્રમાણે શ્રી જિનપ્રતિમાને. ઘણાવે. પછી તે મટી હોય કે નાની હોય, પાષાણની હોય કે મણિની હોય. શ્રીજિનની પ્રતિમાને કરાવનાર ગૃહસ્થ પઘરાજાની પેઠે શિવપદને મેળવે છે. એ પદ્મરાજાની વાત આ પ્રમાણે છે.
સહકરા નામે એક મટી નગરી છે, જેમાં ઘણી સરસ મહેમાનગતિ થતી હોવાથી કોઈ ભય કે વિપ્લવનું નિશાન પણ દેખાતું નથી. એ નગરીમાં ઘરે ઘરે હંસ, કકિંજલ, પોપટ, મેનાના મધુર શબ્દ સંભળાતા રહેવાથી, જેનારને મનહર દેખાય છે. એ નગરીમાં વસનારા પુરુષની કીર્તિ, મહાદેવના અટ્ટહાસ્ય સમાન નિર્મળશ્વેત છે, તેથી એ વિશેષ સુશોભિત છે. વળી, અને તે પણ સુંદર એવી એ નગરી લક્ષમીની વક્ષસ્થલી સમાન છે. અર્થાત્ જેમ અનંત-શ્રીકૃષ્ણ લક્ષમીના હૃદયને ઉપભેગ કરે છે તેથી તે(લક્ષમી) સુંદર દેખાય છે તેમ એ નગરી પણ અનંત-અનેકાનેક
"Aho Shrutgyanam