SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિનબિંબ પ્રતિષાપક્રમે (કરાવવા વિષે) મહારાજ પદ્મગ્રંપની કથા. કથા ૧૨ મી, વિધિપૂર્વક શ્રીજિનપ્રતિમાનું વિધાન અને તેની પદ્ધતિ. IIIIImpણ ="શ્રીÉ જિનનું મંદિર કરાવ્યું પરંતુ તેમાં શ્રી જિનવરની પ્રતિમા ને પધરાવી હોય Hum= ત્યાં સુધી તે મંદિર સમ્યધર્મબુદ્ધિનું કારણ થઈ શકતું નથી, માટે શ્રી જિનનું મંદિર કરાવ્યા પછી તેમાં શ્રી જિનની પ્રતિમા પધરાવવી જ જોઈએ, એટલે અહીં ભવ્ય જનોને સમજાવવા શ્રી જિનની પ્રતિમા કેવી રીતે કરાવવી એ વિશેને વિધિ કહેવાને છે. સારી વાર જોઈ સૂત્રધાર(સલાટ)ને બોલાવી તેની પૂજા કરવી જોઈએ. અને પછી પિતાના વૈભવની શોભા વધે એ રીતે તે સૂત્રધારને ધન આપવું એટલે શ્રીજિનની પ્રતિમાનું મૂલ્ય આપવું, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે–સૂત્રધાર નિર્દોષ હવે જઈએ, સૂત્રધાર સરળ પ્રમાણિક અને પવિત્ર હોવો જોઈએ. કદાચ નિર્દોષ સૂત્રધાર ન મળે તો પછી સમા પ્રમાણે જે તે મળે તેવાને પણ આદર કરી સમય પ્રમાણે મૂલ્ય વગેરેને નિશ્ચય કરો અને તેનું શ્રી જિનપ્રતિમાનું પૂરેપૂરું મૂલ્ય આપવું-મૂલ્ય આપતાં કઈ પણ રીતે કંજુસાઈ કે અનીતિ વગેરે કઈ દેષ ન થાય એ ધ્યાન રાખવું–પૂરો વિવેક કર્યા વગર ગમે તેમ કિંમત કરાવતા મહાન દોષ પેદા થાય છે. એ અવશ્ય ધ્યાનમાં રાખવું. ગમે તેમ કિંમત ઠરાવતાં એટલે સસ્તું પડાવી લેવાની બુદ્ધિથી ઠગાઈ કરવા જતાં પિલે દેવા એ લાગે છે કે-સૂત્રધાર શ્રી જિનપ્રતિમાને સારી રીતે ઘડશે નહીં. વળી સસ્તું પડાવી લેવાની દુર્મતિ જાગતા વધારાનું દેવદ્રવ્ય ખાઈ જવાનું મન થશે અને તેથી શ્રી જિનબિંબ કરાવનાર અને તેના બીજા સહચરે પણ દેવદ્રવ્યના ભક્ષણમાં નિમિત્તરૂપ બને છે એટલે પરિણામે એ બધા સંસારમાં અનંતકાળ સુધી ભમ્યા કરે છે. આવા દેય ન થાય તે માટે ખાસ કાળજી રાખવી, એથી બન્ને પક્ષોમાં પરસ્પર પ્રીતિ વધે છે અને અવિશ્વાસ નથી રહે અને બન્ને પક્ષે–પ્રતિમા ઘડનાર અને પ્રતિમા ઘડાવનાર એ બને પક્ષે-વચ્ચે પરમ સ્નેહવાળો સંબંધ બંધાય છે તથા એ સંબંધ જિંદગી સુધી ટકી પણ રહે છે. વળી શ્રી જિનપ્રતિમાને ઘડાવનારે એમ સમજવું જોઈએ કે આ શ્રીજિન પ્રતિમા સદ્ધર્મની બુદ્ધિનું નિમિત્ત છે માટે તેને ઘડનાર ઘણે ભેટે ઉપકારી છે, એના જે જગતમાં બીજે કઈ ઉપકાર નથી; એ જાતને સુંદર વિચાર કરી તે સૂત્રધાર તરફ બહુમાન રાખવું એ વિશેષ ગ્ય છે. જે જે પ્રકારે સૂત્રધારના ચિત્તને સંતોષ પહોંચાડી શકાય તે બધા પ્રકારે અજમાવી તેના ચિત્તને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરો. એમ કરવાથી તે શ્રી જિનપ્રતિમાને ઘણી સરસ ભાવનાથી સુંદર રીતે ઘડી આપી શકે છે. "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy