________________
૧૪૧
વિજય મુનિનું સ્વર્ગગમન.
: કયારત્ન-દેાષ :
તે શું વાંધો છે? તે એ વાત પણ યુક્ત નથી. એ રીતે તે જે જે વસ્તુ આકાશમાં ઉપલબ્ધ થાય છે તે બધાને આકાશ ગુણરૂપ માનવી જોઈએ. આકાશમાં શબ્દ ઉપલબ્ધ થાય છે માટે તે, આકાશને ગુણ થઈ જાય તે પછી, આ ઘડે, પાટો, ખાટલે, ઝાડપાન, માણસ વગેરે બધુંય આકાશમાં જ ઉપલબ્ધ થાય છે, માટે એ બધાને પણ આકાશના ગુણ લેખવા જોઈએ, શબ્દની પેઠે એ બધાને નિત્ય પણ માનવાં જોઈએ; પરંતુ ખરી રીતે તમે તેમ માનતા નથી તો પછી શબ્દને પણ આકાશને ગુણ અને નિત્ય માન એ યુક્તિયુક્ત નથી એટલે ન્યાય પ્રાપ્ત વાત એ છે કે-જે કાંઈ વચનરૂપ છે તે બધુંય પુરુષ-પ્રણીત છે એમ જ સમજવું જોઈએ. તેમાં ય જે વચન સર્વપ્રણીત છે તે વચન પ્રત્યક્ષમાં ઈષ્ટ ફળ આપે એવું જ હોય છે એમ માનવું બરાબર છે. વળી, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ વગેરે જે બનાવ અતીન્દ્રિય છે તેને જે કહી શકે છે તે સર્વજ્ઞ જ હોઈ શકે સિવાય સર્વજ્ઞ એવા અતીન્દ્રિય બનાવને અગાઉથી બીજું કેણ કહી શકે ? જેમના અગાઉથી કહેલા એવા અતીન્દ્રિય બનાવે ખરી પડે છે તેને સર્વજ્ઞ જ કહેવા ઉચિત છે, એ રીતે પણ સર્વજ્ઞની સાબિતી થઈ શકે છે, અને અનુમાન પ્રમાણુથી પણ સર્વજ્ઞ હોવાનું નિશ્ચિત જાણી શકાય છે માટે સર્વશને ન માનવો એ મહામૂઢતા છે. વેદને પ્રણેતા કેઈ સર્વસ પુરુષ નથી માટે તે અપ્રમાણરૂપ છે અને તેમ હોવાથી તેમાં જણાવેલાં યજ્ઞયાગે પણ ધર્મકૃત્યરૂપે નથી રહેતાં, તેમ એ અપ્રમાણ ભેદવડે જણાવાયેલાં એ યજ્ઞ વગેરે, ઘણું છના નાશક હેવાથી કલ્યાણના પણ કારક નથી થતાં વળી, વેદમાં આવેલાં વચમાં પરસ્પર માટે વિરોધ છે. વેદમાં એક સ્થળે કહેલું છે કે મા હિંસ્થાન સર્વભૂતાનિ અર્થાત્ સર્વ ભૂતોની હિંસાને છોડી દેવી અને બીજે સ્થળે કહેલું છે કે-મધ્યાન્હ થાય ત્યારે મેં બકરાંઓને મારી નાખવા-આ પ્રમાણે વેદના વાક્યમાં એક બીજામાં ભારે વિરોધ વર્તે છે. વેદ આ જાતનો વિરુદ્ધ વાકવાળો છે છતાં એ પ્રમાણરૂપ મનાય તે ભારે ખેદની વાત છે. એ પ્રમાણે એ વિજય મુનિએ, વેદવાદી પેલા ભટ્ટ પ્રભાકરને ઘણી શાસ્ત્રીય યુક્તિઓથી સમજાવ્યો ત્યારે તે ખરી હકીકત સમજી શકે અને એનામાં સમ્યફત્વને ભાવ જાગે. પછી, તે પ્રભાકરે મિથ્યાત્વને ત્યાગ કરી એ વિજયમુનિ પાસે દીક્ષા લીધી. એ પ્રભાકર મુનિ પણ બધાં શાàને ભ. ઉત્સર્ગ શું કહેવાય? અપવાદ શું કહેવાય ? એ બધી વિધિનો તેને ખ્યાલ આવ્યો અને એ મહાજ્ઞાની પ્રભાકર મુનિ, પિતાના ગુરુ સાથે ઘણા લાંબા સમય સુધી આ પૃથ્વી ઉપર વિહર્યો.
હવે, વિજયમુનિએ પોતાનો અંતકાળ પાસે આવ્યો જાણી સંલેખના કરી, આહારપાણીને ત્યાગ કર્યો અને તે, ત્રિકૂટગિરિ ઉપર શુદ્ધ પ્રાસુક સ્થાનમાં અનશન સ્વીકારીને રહ્યો. ત્યાં મરણ પામી, સૌધર્મ નામના સ્વર્ગમાં ચંદ્રાભ નામના વિમાનમાં તે સેનાના વર્ણ જેવા
"Aho Shrutgyanam