________________
-
-
: કારત્ન-મેષ :
પ્રભાકરના મીમાંસક મતને નિરાસ.
૧૪૦
પિતાના શિષ્યસમૂહ સાથે શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં ચૈત્યવંદન માટે ગયે. ત્રણ નિસિહી કરીને, ત્રણ પ્રદક્ષિણા દઈને તથા ત્રણ વાર પ્રણામ કરીને, પગ મૂકવાની ભૂમિને ત્રણ વાર પ્રમાઈને તથા ત્રણ અવસ્થાના ચિંતનપૂર્વક આડુંઅવળું ત્રણ દિશામાં જોવાનું તજી દઈને માત્ર શ્રી જિનબિંબ સામે જ દષ્ટિને સ્થિર કરીને, ત્રણ મુદ્રાયુક્ત એવું ત્રણ પ્રકારનું ધ્યાન કરીને વર્ણાદિભક્તિભાવના સાથે તે વિજયમુનિએ ચિત્યવંદન કર્યું. પછી એગ્ય સ્થાનમાં બેસીને તે મુનિએ ધર્મદેશના આપવી શરુ કરી. જેમ માલતીની ગંધથી આકર્ષાએલા ભમરા દેડ્યા આવે તેમ દેશના સાંભળવા સારુ સભા ભેગી થઈ ગઈ. વિચિત્ર યુક્તિઓ અને ગહન તકના વિચારને લીધે ગીરવ પામેલા તેને દેશનામાં દષ્ટિવાદ નામના બામા અંગને સાર કહેવાનું હતું. તે વખતે મીમાંસકમતને પંડિત પ્રભાકર નામને ભટ્ટ નીચે પ્રમાણે કહેવા લાગ્યો હે ભગવન ! જે શાસ્ત્ર પુરુષે બનાવેલું હોય તે અપ્રમાણ હોય છે તે તમે એવા અપ્રમાણુ શાસ્ત્રમાંની વાત શા માટે કહે છે ? કદાચ તમે કહે કે-સર્વજ્ઞ પુરુષે બનાવેલું શાસ્ત્ર પ્રમાણે હોય છે અને હું એવા સર્વજ્ઞ પુરુષે બનાવેલા શાસ્ત્રમાંની વાત કહું છું, તે પણ તમે જે સર્વજ્ઞ પુરુષની વાત કરે છે એ પુણ્ય સર્વજ્ઞ છે, એમ શી રીતે જાણી શકાય ? “અમુક પુરુષ સર્વજ્ઞ છે એવું પ્રત્યક્ષ અનુમાન કે આગમ વિગેરે પ્રમાણે વડે જાણી શકાતું નથી અને જે પુરુષ રાગ-દ્વેષવાળે હેય છે તેનું વચન ધૂર્તને વચનની પેઠે ટુ હેવાથી પ્રમાણભૂત માની શકાય નહીં માટે ખરી વાત તો એ છે કે કઈ પુરુષે નહીં બનાવેલું એટલે અપૌરુષેય એવું વેદવચન જ પ્રમાણભૂત છે એમ માનવું જોઈએ. અને એ વેદવચન દ્વારા કહેવાયેલાં યજ્ઞયાગ વગેરે ધર્મકૃત્યોને જ કૃત્યરૂપે હોવા જોઈએ. પ્રભાકરનું ઉપર પ્રમાણેનું કહેવું સાંભળીને તેને વિજયે કહ્યું કે ભદ્ર! તું બધું અનુચિત બેલે છે. તું જે કહે છે કે–વેદે વચનરૂપ છે; અને અપરુષેય છે એ હકીકત પરસ્પર વિરોધવાળી છે, અર્થાત્ જે વચનરૂપ હોય એટલે કોઈના બોલરૂપ હોય તે અપીધેય શી રીતે હોઈ શકે? તું કહે છે કે-વેદવચન અપૌરુષેય છે, એ વાત સાચી હોય તે એ વેદવચને અપૌરુષેય હવાથી હંમેશા કેમ સંભળાતા નથી? જે વચન કોઈનું પણ બોલેલું નથી, તે પછી એ હંમેશા શામાટે ન સંભળાય? જગતમાં આપણે નજરે જોઈએ છીએ કે શંખોને કોઈ પુરુષ વગાડે તે જ એ વાગી શકે છે અર્થાત્ શંખે પુરુષકિયાની અપેક્ષા રાખે છે અથતુ જે કાર્ય જેની અપેક્ષા રાખે છે તે કાર્ય, તેમાંથી જ જન્મે છે એમ નક્કી જાણવું જોઈએ; જેમકે ધૂમાડે અગ્નિની અપેક્ષા રાખે છે માટે તે અગ્નિમાં જ જમે છે તેમ વચન પણ પછી તે ગમે તે પ્રકારનું હોય તે પુરુષના ઉચ્ચારણની અપેક્ષા રાખે છે, માટે તેને બનાવનાર પુરુષ છે એમજ સમજવું જોઈએ. વળી પ્રભાકરે કહ્યું કે-શબ્દ એટલે વેદવચન આકાશમાં ઉપલબ્ધ થાય છે માટે તે શબ્દને આકાશને ગુણ માનીએ
"Aho Shrutgyanam