________________
૧૩૭
ચારનું આત્મવૃત્તાંત.
એક વખતે હું ચારુદત્ત મુનિરાજને વાંદવા ગયા, અને ત્યાં વંદન કરીને તેમની સામે જમીન પર બેઠા, પછી ગુરુએ મને પૂછ્યુ કેતારું ધર્મકૃત્ય નિત્ય ખરાખર નિર્વિઘ્ને ચાલે છે ? તારું શરીર સ્વાધ્યાય અને ધ્યાનની પ્રવૃત્તિઓમાં ખરાખર વર્તે છે ? તારી બધી ઇંદ્રિયો દૃઢ રીતે ઉપશમમાં રમે છે, અને તારું મન શુભ એવા ધન તરફ ઘેાડું' પણ ચંચળ થતું નથી ? આ સાંભળીને હું ખેલ્યો: 'હું ભગવન્ જિનમંદિરનુ કામ ઠીક ઠીક ચાલે છે, એમ તમે પૂછે છે તે એના ઉત્તરમાં મારે આપને કહેવુ જોઈએ કે પૈસા વગર કડીઓ વગેરે લેાકેા શ્રી જિનમદિરનું કશું કામ કરતાં નથી.
: ચારન-કાય :
બરાબર આ જ વખતે મારું' આવુ અસ બધ્ધ વાકય સાંભળીને એ મુનિરાજ પાસે બેઠેલા ચક્રધર નામના ધાતુસિદ્ધ કિમિયાગર પુરુષ હસી પડયા. મુનિરાજ શ્રી ચારુદત્તજી પેાતાની જ્ઞાનશક્તિથી મારા કહેવાનું કારણ સમજી ગયા, અને તેમણે પેલા ચક્રધર ધાતુવાદ્દીને કહ્યું તું એની હાંસી ન કર; એવા એ હસી કાઢવા જેવા માણસ નથી. તેણે ભગવાનનું મંદિર ચણાવવું શરૂ કર્યુ છે, પરંતુ એની પાસે પૈસા ખૂટી ગયા તેથી તે મ ંદિરનું કામ અટકી પડ્યુ છે. એ કામની વિશેષ ચિંતાને લીધે આનું મન ઠેકાણે નથી, તેથી જ આ આમ અસદ્ધ ખેલી રહ્યો છે. આ સાંભળીને પેલા ચક્રધરે પેાતાની થયેલી ભૂલની તેની પાસે માફી માંગી, અને મેં શરૂ કરેલાં શ્રી જિનભવનના કામને આગળ ચલાવવા અને તેને પૂરું કરવા પેાતા પાસેને ધાતુવાદના કિમિયા અજમાવવા ઈચ્છા ખતાવી અને તે માટે એ કિમિયાગરે (ચક્રધરે ) કેપ્ટિવેધ એવા પારાને વિધિપૂર્વક સિદ્ધ કર્યાં. પછી રસવેષ કરીને તેણે પેલા પુરાહિત-પુત્રને ઘણું ઘણું સાનું આપ્યુ. અને એ સેાનુ... પેલા મંદિર ચણુનારા સલાટ, કડિઓ વગેરેને આપવામાં આવ્યું, તેથી તે કારીગરે વિશેષ રાજી રાજી થઈ ગયા અને તેઓએ શ્રી શાંતિનાથ ભગવાનના મરિને જલદી પૂરું કરી તૈયાર કરી દીધું. મ`દિરની પ્રતિષ્ઠાને પ્રસંગે રાજાને નેાતરવામાં આવ્યો, અને માટી ધામધુમથી મંદિર ઉપર ધ્વજ ચડાવ્યે. રાજાએ મંદિર માટે દસ ગામની પહેલવહેલી ઉપજ મળે એ માટે દસ ગામના દાનપત્રાના પટા કરી આપ્યા. શ્રી જિન ભગવાનના મંદિરના નિર્માણુ અને નિર્વાહ માટે રાજાએ જે દસે ગામના પેાતાની આજ્ઞા સાથેનાં દાનપત્ર લખી આપ્યાં હતાં તે બધાં આજે પથુ વિદ્યમાન છે. અને એ બધાં શાસનદેવીની બેઠક નીચે માત્ર ત્રણ હાથ જમીનમાં રાખેલાં છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનનાં કામે મોટા પ્રશ્નધપૂર્વક કરીને પછી હું શ્રમણુ થયે અને શ્રમણુદશામાં મેં લાંબા વખત સુધી સિદ્ધ તપ તપ્યું. પરંતુ એક વખત ભીંત પાછળ વિલાસ કરતાં કાઈ જોડલાના રતિક્રીડાને અવાજ મારા સાંભળવામાં આવ્યું. હું કામાક્રાન્ત થયા અને એ રીતે કામરાળવાળા થયેલા હું મરણ પામી શ્રમણ હાવા છતાં
ર
"Aho Shrutgyanam"