________________
: કથાનકેપ ૬
સ્વયંભૂદતને થયેલ જાતિસ્મરણ જ્ઞાન.
૧૩૬
આવી માઠી દશાએ મને પહોંચાડ્યો, છતાં કઈ પૂણ્યના યોગને લીધે તારી અમૃત કરતાં વધારે મીઠી એવી નજરે હું પડ્યો, અને તે મને જીવાડ્યો. આ સાંભળીને વિજય બેઃ “હે ભદ્ર! તને જીવાડ્યા વિશેની એક ખરી હકીક્ત તું જાણતા નથી. ખરી વાત તે એમ છે કે તું એ ત્રણ જગતના નાથ એવા જિનેશ્વરની દષ્ટિએ પડ્યો હતો એટલે જ તું જીવી ગયું છે. અર્થાત્ તને જીવાડનાર હું નથી કિન્તુ બીજે રિલેક પ્રભુ છે. આ સાંભળીને પેલે ચાર બેઃ “જે એમ છે તે તું મને જીવાડનાર એવા એ વિશેષ મહામ્ય ધરાવનારને જ દેખાડ કે તેનાં દર્શન કરીને હું કૃતકૃત્ય થાઉં.” પછી હિમાલયના શિખરાનીય હાંસી કરનાર અર્થાત્ એથીય ઊંચા એવા ચૈિત્યમાં વિજય એને લઈ ગયે અને તેને શ્રી શાંતિનાથ ભગવાનનું દર્શન કરાવ્યું. એ ચારે એ મંદિરને અને શ્રી જિનભગવાનની પ્રતિમાને એકી સે મટકું માર્યા વિના જોયા કર્યું, અને એ રીતે જોતાં જોતાં તેને એવું લાગ્યું કે “આવું તે મેં કાંઈક એવું છેઆ રીતે વિચાર કરતાં કરતાં તે એ ચારને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે તેને પિતાને પોતાના પૂર્વજન્મની વાત યાદ આવી. એ રીતે પૂર્વજન્મને સંભારતાં વેંત જ તે ચાર દાયેલા વૃક્ષની પઠે જમીન પર પડી ગયા. મૂચ્છીને લીધે તેની આંખ મીંચાઈ ગઈ અને આ બધું જોઈ “આ શું? આ શું? ” કરતક વિજય પણ જલદી દોડ્યો. મૂચ્છિત થયેલા ચોરના શરીર ઉપર ઠંડા ઠંડા ઉપચાર કર્યા. સારી રીતે ચંપી કરી તેથી એને મૂરછી વળી અને પાછે તે જાગૃત થયે, ત્યારે વિજયે તેને પૂછયું કે “આમ કેમ થયું ?” પછી, તેણે કહ્યું કે--મને મૂરછ આવવાનું કારણ તને કહી સંભળાવું છું તો યાન દઈને સાંભળ.
આ જન્મથી આગળ ત્રીજા ભાવમાં હું આ જ નગરીમાં રામદત્ત નામના શેઠને રામ નામે પુત્ર હતું, અને એ જન્મમાં હું શ્રી જિન ભગવાનને ભકત હતું. એ વખતે શ્રી ચારુદત્ત નામના મુનિરાજ પાસે મારી ઈચ્છા દીક્ષા લેવાની હતી, પરંતુ પિતાજીએ મને અટકાવ્યું, અને કહ્યું કે હે બેટા ! તું હજી તે જુવાન છે માટે જિનમંદિરને બંધાવીને, સાધુ જનોની સેવા કરીને અને છોકરાઓને જન્મ આપીને તથા સ્વધર્મી ભાઈઓનું સન્માન કરીને પછી શ્રમણ થજે. પિતાજીની એ વાત મેં સ્વીકારી અને શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ શરૂ કર્યો, અને એ માટે સૂત્રધારે, સલાટે અને બીજાં કડીઆઓ તથા મજૂરે ક્યાં, પરંતુ મંદિરનું અડધું કામ પૂરું થયું ત્યાં મારે બધે પૈસે ખૂટી ગયે, અને મને એવી ભારે ચિંતા થવા લાગી કે હવે આ કામ શી રીતે પૂરું થશે? અર્થાત્ હું કામની ચિંતાના દરિયામાં ડૂબી ગયે. એ ચિંતામાં ને ચિંતામાં હું ભૂખ, તરસ, ભૂખદુઃખ રાત્રીદિવસ, ઉનું કે હું અથવા તાપ કે ઠંડી બધું જ ભૂલી ગયો, અર્થાત્ એ ચિંતામાં મેં એ કશું જ જાણ્યું નહીં.
"Aho Shrutgyanam