________________
૧૩ય
રવયંભૂદત્તને સ્વવૃત્તાંત.
: કથાર-કોષ :
તે આવી વિરુદ્ધ પ્રવૃત્તિ, વ્યભિચારાદિકની સ્વછંદ પ્રવૃત્તિ કેમ આચરી ? અર્થાત તારી આકૃતિ અને તારી પ્રવૃત્તિ વચ્ચે મેળ ખાતે નથી તેનું શું કારણ? આ વાત કહેવા જેવી હોય અને મારાથી કશું છુપાવવા જેવું ન હોય તે જ તું મને મૂળથી માંડીને બધું સર્વથા સ્પષ્ટ કહે, તને જોઈને મને ભારે કૌતુક થાય છે. ” પેલે માણસ બેઃ “વિજય! તું મારા જ જીવિત તુલ્ય છે એટલે હું તને મારાથી જુદે માનતે. નથી; એટલે તારાથી પણ મને કાંઈ છાનું-છુપાવવા જેવું હોય શકે ખરું? મારી મૂળથી માંડીને જે હકીકત છે તે તેને કહું છું અને તું ધ્યાન રાખીને સાંભળ.
કૌશામ્બી નગરીમાં ચંડદત્ત નામને એક પુરહિત છે. હું તેને જ પુત્ર છું, અને મારું નામ સ્વયંભૂદત્ત છે. વખત જતાં અનેક પ્રકારનાં અનર્થોનું સંચાલક એવું જોબન આવ્યું, અને મારામાં ભેગોની લાલસા એવી અમર્યાદિત રીતે વધી ગઈ કે તેથી હું ભારે લંપટ થયે, અને લંપટતાના કારણે મેં મારા બાપને બધે પૈસે ઉડાવી દીધા. આ કારણને લીધે પિતાજીએ મને ઘરમાંથી કાઢી મૂક્યું. પછી દેશાંતરમાં ભમતે ભમતે કામરુદેશમાં પહે, અને ત્યાં મેં એક બલ નામના યેગીને જે. એ ગી આકર્ષણ, દષ્ટિએડન વશીકરણ, ઉચ્ચાટન વગેરે વિવાઓમાં કુશળ હતો, અને રોગશાસ્ત્રમાં પ્રવીણ હતું. હું એ ગીને ચેલે થયે. પછી, ભયંકર રાક્ષસ, પિશાચે અને હજારે શાકિનીએ રહેતાં હોવાથી જયાં કઈ જ જઈ ન શકે એવા દુર્ગમ પર્વતે, ગાઢા જંગલે, મસાણે, આશ્રમે અને મોટા કોતરવાળાં સ્થાનકે વગેરેમાં એ મેગીની સાથે ખૂબખૂબ ભ. એક વાર તે ગિ મહાત્મા પિતાના કર્મદેવને લીધે વિશેષ માંદો પડી ગયું અને તે વખતે મેં તેની બહુ સમય સુધી ઘણું સારી રીતે સેવા કરી. જ્યારે તે સાજે થયે ત્યારે મારી સેવા-ચાકરીને લીધે તે મારા પર ઘણે જ તુષ્ટ થયે, અને તેણે મને આદરપૂર્વક કહ્યું કે હે બચ્ચા ! તું કહે કે તને હું શું આપું ? હું ભેગોમાં લંપટ તે હવે જ તેથી મેં તેને પ્રમોદ સાથે એમ કહ્યું કે-આપની પાસે અદશ્ય થવાની અંજનસિદ્ધિ છે તે મને બતાવે. પછી એ ગિએ મને જેવી હતી તેવી ખરેખરી અંજસિદ્ધિ શીખવી દીધી. પછી, મેં તેને જલદી પ્રયોગ કરી જે છે તે ખરેખરી જ નીકળી. તેણે મને શિખામણ આપેલી કે હે બચ્ચા ! આ અંજનસિદ્ધિ તું કઈને પણ બતાવીશ નહિ. જે કહીશ તે એ વિદ્યા ચાડીઆની ભાઈબંધીની પેઠે તારી પાસેથી નાશ પામી જશે. હવે વખત જતાં તેના ચરણકમળને પ્રસાદ આપીને હું કેટલા દિવસેથી વનના મસ્ત હાથીની પેઠે બધે ઠેકાણે એકલે જ ફરવા લાગ્યો છું. એવું એક પણ ઊંચું કુળ બાકી નથી, વેશ્યાનું એવું એક પણ ઘર બાકી નથી અને એવું અંતઃપુર પણ એકે બાકી નથી કે ભમતાં ભમતાં જ્યાં હું સ્વચ્છેદે ન વિલયે (ઉં. આટલા વખત સુધી તે મારી સ્વચ્છેદ પ્રવૃત્તિ ચાલ્યા કરી, પરંતુ હમણાં મારા પરિવારના દુખ માણસે મને ઓળખી લીધે, અને
"Aho Shrutgyanam