________________
૧૩૩
વિજયની કઈ પુરુષને ફાંસીથી મુક્ત કરવા માટે રાજાને પ્રાર્થના ! થારન-કાય :
અધિવાસન થયું. પછી, ચારે બાજુ જવારા વાવ્યા, વાંસની આગળ ફળના ઢગલા કર્યા, આરતી ઉતારી અને વિધિપૂર્વક દેવવંદન કરવામાં આવ્યું. વળી પાછું બલિ બાકળા, સાત પ્રકારનું અનાજ, ફળે, વાસક્ષેપ, ફૂલે અને કષાયેલી વસ્તુઓ બધાના જથ્થાવડે વાંસનું અધિવાસન કર્યું અને પછી શિખર ઉપર પ્રદક્ષિણા કરવામાં આવી. ત્યાર બાદ મૂળ કલશમાં કુસુમની અંજલિઓ નાખવા સાથે ન્હવણુ કરવામાં આવ્યું. પછી ઈષ્ટ સમય આવી લાગતાં, નિર્મળ પાંચ રને જડેલાં છે એવા દવજગૃહમાં પ્રતિષ્ઠાના મંત્રે ભણીને વાંસડા ઉપર ઉત્તમ વાસક્ષેપ નાખી તેને યથાસ્થાને બરાબર સ્થાપિત કરવામાં આવ્યો, અને પછી તેના ઉપર ફળના ઢગલા અને ઘણું પકવાના ઢોકવામાં આવ્યાં. પછી સરળ ગતિથી, જય જય શબ્દ સાથે દવજને મૂકવામાં–ફરકાવવામાં આવ્યું અને પ્રતિમાના જમણે હાથ સાથે મહાવજને પણ બાંધવામાં આવ્યું. સારા એવા બે દિવસે આવતાં પ્રતિમાના જમણુ હાથથી મહાદવજને છૂટે કરવામાં આવ્યું. તે વખતે યથાશક્તિ સંધને દાન આપ્યું અને એ પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિવડે એ વિજયે દવજનું આરોપણ કર્યું. ઉપર જણાવ્યા પ્રમાણે દુઃસાધ્ય મંદિરનું બધું ચણતર કામ સિદ્ધ થઈ ગયા પછી અને મંદિરની પ્રતિષ્ઠાનું બધું કામ પૂરું થઈ ગયા પછી એ વિજયને ત્રણ જગતનું રાજ્ય મળે એ કરતાં પણ અધિક સંતોષ થયે.
પૂર્વોક્ત રીતે વિશેષ હર્ષ પામેલે એ વિજય પિતે નિલા એ ચૈત્યનું અવલેકન કરે છે ત્યાં એ જ જિનભવનની આગળથી લઈ જવામાં આવતો અને જીવનની આશા ઈિ બેઠેલે એ એક માણસ તેને જોવામાં આવ્યા. એ માણસ એક બુચા ગધેડાની પીઠ પર બેઠેલો હતે, શરીરે આખે મસ લગાડેલી હતી, રાતી કરેણના ફૂમકાવાળી સકેરાની માળા ગળામાં પહેરેલી હતી, અને અનેક પ્રેક્ષકે એ માણસને જેવા તેની આજુ બાજુ ભારે ભીડ કરી રહ્યા હતા. એ માણસની આગળ ઢેલ વાગી રહ્યો હતે, એવા એને કાંધ મારવા રાજપુરુષે ફાંસી દેવાની જગ્યાએ લઈ જતા હતા. વિજયે વિચાર કર્યો કે-શી જિન શાંતિનાથ ભગવાનની નજરે પડેલો આ ફાંસીએ ચડી મરણ પામે તે મને ધિક્કાર છે. અરે! એવું બને તે પછી મારે જીવીને પણ શું કામ છે? આમ વિચારી એ વિજ્ય ચારને લઈ જતાં રાજપુને ત્યાં થોડીવાર માટે ઊભા રાખી રાજા પાસે ગયો અને હાથ જોડીને તેણે રાજાને આ પ્રમાણે કહ્યું: “હે દેવ ! આખા જગતમાં શાંતિ કરનાર એવા શ્રી શાંતિનાથ ભગવાનની નજર આગળ આવેલ ચેર પણ ફાંસીએ દેવાય તે એ અત્યંત અનુચિત ગણાય, તે આપ મારા પર કૃપા કરે અને એ બિચારા અતિકરુણ એવા ચેરને મુકત કરી નાખે. એના બદલામાં આપ જોઈએ તેટલું ધન ભે અથવા મને પણ ફાંસીએ ચડાવી ઘો.”
"Aho Shrutgyanam