________________
: કથાન-માલ :
મંદિરનું નિર્માણ અને વાંસનું પૂજન.
૧૩ર
ગયાં છે એવા આ જિનભવનના મંદિરને જીર્ણોદ્ધાર કરીને હે સૂત્રધારી! તું ચંદ્ર અને સૂર્ય સુધી ટકે એવી નિર્મળ કીર્તિને મેળવ.” આ સાંભળીને પેલે સૂત્રધાર બે- વિજય ! એ માટે બહુ શા માટે ભલામણ કરે છે? હું એ મંદિરને એવું કરી દઈશ કે ફરીને કોઈ કાળે એ તૂટે જ નહીં. એ મંદિરનું કામ તે એવું છે કે તેથી તારે અને અમારા બેઉને ઉદ્ધાર થાય એમ છે એટલે આપણુ બન્ને માટે એ કામ સંસાર સમુદ્રને પાર પાડવા માટે વહાણ જેવું છે, માટે એ કામ માટે તારે કઈ રીતે વારેવારે મને ભલામણ કરવાની જરૂર નથી.”
ત્યાર પછી સારો દિવસ જોઈને તે સૂત્રધારે એ જીર્ણ જિનમંદિરનું કામ શરૂ કર્યું અને એ કામ માટે સારા સ્વભાવવાળા, સદ્ભાવ યુક્ત હૃદયવાળા મજૂરને એ સૂત્રધારે કામે લગાડયા પછી એ કામ માટે રોજ ને રોજ સવિશેષ ઉત્સાહની છોળ વધવા લાગી અને એ સાથે જ મંદિરની ભૂમિશુદ્ધિ, દઢ પીઠબંધ, પાકે પાયે અને પછી એ ભૂમિ ઉપર ચણતરના થરો વગેરે કામે થવા લાગ્યાં, અને પછી વખત જતાં દેવતાનાં પીઠે બરાબર બંધાઈ ગયાં, ઉપર અનેક શિખરે શોભવા લાગ્યાં, સુવિશાળ આમલસાર ઉપર સેનાના કળશે ચમકવા લાગ્યાં. વિસ્તારવાળાં સ્થૂલ-જાડાં અને મજબૂત થાંભલાઓ, દ્વારોબારણાં અને મંડપ એવાં બંધાવાં લાગ્યાં કે દિશાઓ બિચારી રંધાવા લાગી અને મંદિરમાં યાચિત સ્થાને મોટી મોટી ઊંચાઈ, પહેળાઈ અને જાડાઈ એ ત્રણે પ્રકારે યુકત એવી મણિની પૂતળીઓની શોભા વધવા લાગી. એ રીતે પિલા દેવગુરુ સૂવધારે વિશેષ સુંદર, મંદર પર્વત જેવું ઊંચું અને મને હર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર વગર વિલંબે તૈયાર કરી આપ્યું.
હવે સારું એવું લ-મુહૂર્ત આવ્યા પછી સદ્ગુરુના ઉપદેશથી બરાબર સમજીને એ વિજયે તૈયાર થયેલા મંદિર ઉપર મહાદવજન આપણનું વિધાન શરૂ કર્યું. નગરીમાં અમારીની ઘોષણા કરાવી, દીન અને અનાથ જનેને દાન દેવડાવ્યું અને મંદિર ઉપર ચડાવવાને ચગ્ય સરળ અને સુસ્નિગ્ધ એવે વંશ-વાંસડે તૈયાર કર્યો. એ તૈયાર કરેલ વાંસડે સુંદર ગાંડાવાળે હતો. દઢ મજબૂત હતે. પિલે ન હતું. કીડાઓને ખવાચેલે ન હતું તથા બળે ન હતા. સુંદર વર્ણવાળે, ઉપર નહિં સુકાયેલે એ પ્રમાણે યુકત એ વાંશ હતે. મૂળનાયકની પ્રતિમાને અધેળ કરીને અને મંદિર ફરતી ચારે દિશાઓની જમીનને શુદ્ધ કરીને દિશાદેવતાઓનું આહ્વાહન કર્યું. વળી, વાંસડા ઉપર સુવાસવાળાં ફૂલે ચડાવ્યાં, વાંસડાને અધિવાસિત કર્યો તથા વાંસડા ઉપર મીંઢળ, ઋદ્ધિ અને વૃદ્ધિદાયક સરસ ચડાવ્યા. વાંસડા સામે ધૂપ કર્યો, મુદ્રાન્યાસ કર્યો અને ચાર સુંદરીઓએ તેને માળે. એ રીતે ચંદ્ર જેવા ધવલ એ મહાદવજ માટેના વાંસનું
"Aho Shrutgyanam