________________
ઃ કાર-ન-કેન :
વિજયનું રાજાને સમજાવવું.
૧૩૦
માંથી નિધાને ખેદી કઢાવશે. એના મંત્રના પ્રભાવને લીધે હવે તે હું (વ્યંતર) એ જમીનને જોઈ પણ શકતો નથી. એથી, હે રાજા! મારા ઉપર પૂર્વના નેહને ધારણ કરતે હો અને તને, પૂર્વે કરેલી મારી સેવાઓ યાદ આવતી હોય તે મારાં દાટેલાં નિધાનેને જમીનમાંથી ખદાવી કાઢવા માટે તૈયાર થયેલા આ વિજયને ખાસ હકમથી અટકાવ.” એમ કહીને એ વ્યંતર અદશ્ય થઈ ગયો, અને રાજાએ પણ એ હકીકત બધી–એટલે વ્યંતરે કહેલી બધી–વાત વિજયને કહી સંભળાવી. એ સાંભળી વિજય બે –
હે દેવ ! મારે બાપ ધન ઉપરની મૂછીને લીધે વ્યંતર દેવની હલકી ગતિને પામ્યો છે. વળી, હું જે નિધાનોને ખોદાવું છું તે કાંઈ મારે પિતાને ભેગવવા-વાપરવા સારુ નહીં કિન્તુ હે રાજા! શ્રી વીતરાગ દેવનું ભવન બનાવવા માટે મારે સંક૯૫ છે. મારા બાપે જમીનમાં દાટેલે પૈસે જમીનમાં પડે પડયે નકામે ન થઈ જાય અને તે, કઈ પુણ્ય કામમાં વપરાય એવી મારી વૃત્તિ છે. વળી હે દેવ જ્યાં સુધી બાપ, એ પૈસે આપે નહીં ત્યાં સુધી એને ભગવે એગ્ય નથી. પેઢી દર પેઢીથી વારસામાં મળેલી લક્ષ્મી હોય તે જ તેને ભોગવી શકાય અથવા પિતાના બાબળથી લક્ષમી મેળવેલી હોય તે તેને પણ ભોગવી શકાય અર્થાતું મારા બાપે પૈસે મને ન આપતાં દાટી રાખે છે તેથી તેને મારા ભંગ માટે વાપરવાનું નથી પરંતુ તેને કેઈ પુણય કાર્યમાં ખર્ચ થાય તે ઠીક એમ માનીને આ જમીનમાંનાં નિધાનને દાવવા ચાહું છું. વળી, લાખો દુઃખ વેઠીને બાપાએ પેદા કરેલ આ પૈસો શ્રી જિનભવન ચણાવવાના પુણ્ય કામમાં ખર્ચવા યોગ્ય છે. એ સિવાય પિસે ખર્ચવાનું બીજું કોઈ પવિત્ર કાર્ય જણાતું નથી. આમ નકકી કરીને જ હે રાજા! મેં એ નિધાનોને ખોદાવવા માંડયાં છે. યુકત ન હોય તે આપ મને હુકમ કરો જેથી હે પ્રભ! જમીન ખોદાવવાનું કામ બંધ પણ રાખી શકે એમ છું.” રાજાએ વિચાર કર્યો કે વિજય ધર્મનું કામ કરી રહ્યો છે. ધર્મના કાર્યમાં વિન કરવું એ પાપ છે માટે રાજાએ વિજયને કહ્યું: “હે વિજ્ય ! તને ધન્ય છે કે ચૈત્યને માટે આ જાતને ઉદ્યમ કરી રહ્યો છે. વળી, રાજાએ જણાવ્યું કે-અમારી જેવા પાપીએ તે દુર્ગતિ આપે એવા આ રાજકાજમાં ખૂબ ખૂંચી ગયેલા છે, અને એ કામની આડે ખાવાપીવામાં પણ નવરા પડી શકતા નથી, માટે હે વિજય! તારું આ કાર્ય વિના વિદને સિદ્ધ થાઓ
એવો મારો આશીર્વાદ છે.' આ પ્રમાણે રાજાની સંમતિ પામેલે વિજય વિશેષ ખુશ થઈ પિતાને ઘેર પહોંચે. રાજા પણ સંધ્યાકર્મ કરીને હજુ જ્યાં પથારી ઉપર બેસવા જાય છે
ત્યાં પેલે વ્યંતરદેવ ખેદપૂર્વક રાજાને આ પ્રમાણે કહેવા લાગેઃ “હે મહારાજ! તું જાણે છે કે બીજા કેઈને પ્રાર્થના કરવી એ મોટામાં મોટું પાપ છે, અને એ કરેલી પ્રાર્થનાને વિફળ કરી દેવી એ તો વળી એ કરતાં વિશેષ પાપ છે.” આ સાંભળીને છેડેક વિલ થયેલે રાજા પેલા ભૂત સાથે વાત કરવા લાગેઃ “હે ભદ્ર! તું એમ ન બેલ. શ્રી જિન
"Aho Shrutgyanam"