________________
* કથારત્ન-કેષ :
ધન પ્રાપ્તિમાં વિજયની વિધા સંબંધી કેવળી પ્રભુને પૂછા.
૧૨૮
થયેલા એવા તારા પિતાએ મને એક વાર કેમે કરીને એમ કહેલું કે ઘરની પાસે જ જમીનમાં આઠ કોડ નૈયા દાટી રાખ્યા છે, માટે હે પુત્ર ! તું હમણું એ સેનૈયાવાળા, કુંભને કેમ બદત નથી ? અને ઘરમાં તે ધને આમ તું શા માટે કલેશ પામે છે, અને જે કામ તારે કરવા ઉચિત નથી એવાં કામ કરીને નકામા દેહને કેવળ ક્ષીણ કરે છે? માતાનું વચન સાંભળીને વિજયે જમીન ખોદવા માટે સારું મૂહુર્ત જોવરાવ્યું, ભૂમિદેવતાઓને નિવેદ ધરી હાથમાં કોદાળ લઈ તે, દાટેલા ધનને સંભવ હતો તે જગ્યા જ્યાં ખોદવા માટે તૈયાર થયે કે તુરતજ તે જગ્યા ઉપરથી પત્થરને વરસાદ પડવા લાગે અને અકાળે બ્રહ્માંડ તૂટતું હોય એવો પૃથ્વી ફાટવાને ભયાનક અવાજ થવા લાગે. “ અરે ! આ શું ?” એમ વિચારતા તે વિજયનાં રૂંવાડા ભયને લીધે ઊંચા થઈ ગયાં અને તે, ખોદવાનું પડતું મૂકી વેગથી પોતાના ઘરમાં પાછો ફર્યો. તે વિચારવા લાગ્યું કે મારા કમનસીબને લીધે ઘરમાં છતું ધન પણ હું મેળવી શક્તા નથી. એમ જણાય છે કે એ ધન, કેઈ દેએ પિતાને તાબે કર્યું લાગે છે. એમ ન હોય તે મને ખોદતાં ખોદતાં વિન શા માટે નડે?
વળી તેને એમ થયું કે આ બાબત કેઈને પૂછી જોઉં એટલે તેણે હરિસેન નામના કેવળી પાસે જઈ તેમને વાંદીને પૂછવાને વિચાર કર્યો અને એમ વિચારી તે કેવળી પાસે ગયે પણ ખરે. તે વખતે એ કેવળી મુનિ, રાજા બલભદ્રને ઉપદેશ આપતા હતા કે–ચૈત્ય કરાવવાથી શુભ એવા ઉદાર ફળ મળે છે, વિશેષ પ્રકારના સુખ લાભ મળે છે, અને છેવટે નિર્વાણને પણ લાભ મળે છે. આ સાંભળીને પેલે વિજય વિચાર કરવા લાગે કે-હું પિતાના ઘનને કેઈપણ રીતે મેળવી શકું તે ઊંચામાં ઊંચું અને મનહર એવુ શ્રી જિનભવન જરૂર કરાવું. હવે પ્રસંગ મળતાં વિજય, કેવળી મુનિને નમન કરીને બોલ્યા કે હે ભગવાન! મારી પાસે જે નિધાને પડેલાં છે તે, મને મળતાં નથી તેનું કારણ શું? અર્થાત્ મારા પિતાના નિધાને છતાં તેને મેળવવામાં કોણ વિ કરી રહ્યું છે ? કેવળી મુનિ બેલ્યા હે ભદ્ર! તારે પિતા ધનમાં તીવ્ર આસકિત રાખતા હતા તેથી કરીને તે મર્યા પછી વ્યંતર થયું છે, અને તેણે એ ધન ઉપર પિતાને કાબૂ કરેલ છે તેથી તે તારો જ પિતા તને નિધાને મેળવવામાં નડતરરૂપ છે. પછી એ વિજય કેવળી મુનિને નમસ્કાર કરીને અને કે પિતાના સ્વજનને ઘરની ભલામણ કરીને ઉત્તરદેશમાં આવેલી જયંતી નગરીમાં ગયે. એ નગરીના બહારના ભાગમાં ઉતર્યો, એ નગરીમાં ભૂલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ યજ્ઞ હતા એટલે વાતુવિદ્યામાં વિશેષ કુશળ સુપ્રસિદ્ધ હતે. પિલા વિજયે એ બ્રાહ્મણની સાથે મિત્રતા બાંધી. કેટલાક દિવસે ગયા પછી જયંતી નગરીના નિવાસી અને ધનવાન એવા મહેન્દ્ર નામના વહેવારીઆએ એ ભૂલને લાવીને જણાવ્યું કે મારા વડિલોએ જાતે કમાયેલું ધન
"Aho Shrutgyanam