________________
૧૨૭
ધન ન મળવાથી વિજ્યની વ્યાકુળતા.
: કથાન–કેષ :
મીઠું મીઠું બેલે છે. જે છોકરા! મારે તને વધારે શું કહેવું? પરંતુ છેવટનું આ કહી રાખું છું કે તું જીવતર ચાહતા તે આવી કશી ગડબડ કર્યા વિના જ અહીં રહી શકીશ. જે તારી ઈચ્છા છેલબટાઉની પેઠે પૈસાને ઉડાડી વિલાસ માણવાની જ હોય તે મારા ઘરમાંથી બહાર નીકળ.
પિતાનાં આવાં કઠોર વચને સાંભળતાં જ વિજય એ તે વિંધાઈ ગયો, તેને ઉચ્છવાસ મૂકવો પણ મહાકષ્ટ થઈ ગયું અને તેને દમ જ બેસી ગયો. પિતાએ પોતાના છોકરાને ઘરથી નીકળી જવાની ધમકી આપી અપમાનિત કર્યો છતાં તેણે પિતા તરફ કઈ પ્રકારને દુભવ નહીં જ કર્યો. “જે પુરુષ કુલિન હોય છે તેઓની રીત જ એવી હોય છે કે તેઓ કષ્ટ પ્રસંગે પણ સ્થિરતા ગુમાવતા નથી.” છોકરાના વચન સાંભળીને પિતાને તે એવડે બધા તીવ્ર ગુસ્સો ચડી આવ્યો કે તેણે પોતાનું બધું ધન એવી રીતે સંતાડીને રાખવા માંડયું કે કોઈ પણ તેને જાણી ન શકે.
જીવમાત્રનું જીવન મેઘધનુષ્ય જેવું ચંચળ છે એ ન્યાયે વખત જતાં, ધનમાં મહામૂચ્છ રાખતો એ શ્રીગુપ્ત પણ મરણ પામે. પિતાના મરણને લીધે વિજયને વિશેષ શેક છે કે તેની આંખમાંથી પડતાં આંસુઓથી તેનું મુખ દેવાવા લાગ્યું, અને એ રીતે તેણે ભારે ખેદ સાથે છેવટે પિતાના મૃત્યુકૃત્યો પૂરાં કર્યા. શ્રી જિનવચનને સાંભળતા અને ગુરુજને તરફથી નિરંતર અનુશાસન પામતા તે મહાન આત્મા વિજયે વખત જતાં શાક મૂકી દીધું. અને ચાલી આવેલી પૂર્વની રીત પેઠે જ ઘરનાં કામકાજમાં મન પરોવ્યું. પછી, તપાસ કરતાં તેને ઘરમાં ક્યાંય ચારે પ્રકારમાંથી એક પણ પ્રકારનું ધન મળ્યું નહીં. ઘરમાં ચેપડા વગેરે જોયા છે તેમાંથી ધનને પત્તો ન લાગે, તેમ ચોપડા વગેરે તપાસતાં તેમાંથી કયાંય ભૂમિમાં દાટેલા ધનની લખેલ હકીકત પણ ન મળી. સંગ્રહ કરેલું ધન પણ ન મળ્યું અને એનું રૂપું દર દાગીના ઘરેણું ગાંડું વગેરે પણ કાંઈ કયાંય જડયું નહીં. આ દશા જોઈને વિજય વ્યાકુળ થયે અને તેને એમ થયું કે હવે ઘરને કારભાર કેમ ચલાવ? ધન વગરના લેકે એક પણ કામ પાર પાડી શક્તા નથી. સંગ-આસક્તિ વગરના રહેવું અને ધન વિના ચલાવવું એ તે સારા એવા તપસ્વીને જ છે, પરંતુ ગૃહસ્થ પાસે ધન ન હોય તે તે દુઃખી જ થાય અને લોકેમાં નિંદાપાત્ર પણ બને. હવે આવી આવી કલ્પનાઓ કરવાથી શું ? જે ભાવી છે તે મટવાનું નથી અને જે થનારું નથી તે થવાનું નથી, માટે હમણાં આવી નકામી ચિંતાઓ કરીને શું કરવું? આ પ્રમાણે વિચાર કરીને તે વિજયે પિતાના સત્વભાવને-સામર્થ્યને આરોગ્ય અને ચિત્તની જીવનનિર્વાહની વૃત્તિઓને સ્થિરતામાં આણી. પછી તે તે, સાધારણ માણસોની પેઠે હંમેશાનાં કામકાજમાં લાગી પડે. એક વાર વિજયની માતાએ વિજયને કહ્યું કે-હે પુત્ર ! મારા પ્રત્યે ખુશી
"Aho Shrutgyanam