________________
-
--
૧૫
પિતાની વિજયને શિખામણ.
* કથારન-કોષ :
તેણે પિતાના ભુજબળથી બળવાન શત્રુઓનાં બળને હાંકી કાઢ્યાં છે. એ રાજાએ પિતામાં ઘણુ ગુણ વધારેલાં છે. તેણે બંધાવેલા ભવનોમાં લક્ષ્મી ભરેલી છે અને ચારે દિશામાં કીર્તિને ફેલાવેલી છે. શત્રુઓને ભારે ભય પમાડ્યો છે તથા અનીતિની વાતને મૂળથી જ છેદી નાંખી છે. વિદ્વાનોને મહિમા વધાર્યો છે. આ પ્રમાણે તે રાજાનું જગતને આશ્ચર્યકારી ચરિત છે. તેનું વિશેષ વર્ણન શી રીતે થાય તે રાજાને શ્રીગુસ નામે એક મિત્ર છે. એ રાજાને બાળમિત્ર છે. રાજા અને એ બંને સાથે ધૂળમાં મેલા હોવાથી રાજા તરફ એને દ્રઢ-ગાઢ સ્નેહ પણ છે. તે મિત્રે દરિયે ખેડીને, ખેડ કરીને અને અનેક પ્રકારના વેપાર કરીને એમ અનેક રીતે ઘણું ધન પેદા કરેલ છે. અને કુબેર ભંડારી કરતાં પણ વિશેષ ધન મેળવેલું છે. એટલે બધે ધન વૈભવ છતાં એ શ્રીગુપ્ત પિતાના મિત્રો, સ્વજને અને બાંધીને તે ધન માટે થોડે પણ અવકાશ આપતું નથી. તેઓ ધન ઉપાર્જન કરે એ માટે તેમને ચેડી પણ સગવડ કરી આપતું નથી, અને ધનના દેહને લીધે તે બીજા વેપારીઓની ગણિમાં–મંડળીમાં પણ બેસવા જતો નથી. માત્ર પોતાના પૂર્વજોથી ઉતરી આવેલા શ્રાવક ધર્મના ઉત્સવને યથાવસરે કરે છે, અને શ્રી જિનપૂજનાદિ વગેરેની ચાલતી આવેલી પ્રવૃત્તિને પણ કાંઈક કાંઈક કરે છે. પિતાનું જમીનમાં દાટેલું ધન લઈ જશે એવી શંકાને લીધે તે પિતાના ધનને એક જગ્યાએથી બદી બીજી જગ્યાએ દાટે છે. અને બીજી જગ્યાએથી કાઢી વળી ત્રીજે સ્થાને સંતાડે છે. એ રીતે તેના પર મમત્વને લીધે ધનની જગ્યા વારંવાર બદલ્યા કરે છે, અને ચરુ ઉપરના પોતે ચડેલા સીલેને તે બરાબર છે કે નહિ એ રીતે વારંવાર જોયા કરે છે. વખત જતાં તેને એક પુત્ર થયે. તેનું નામ વિજય પાડયું. એ વિજય, પુરુષેની બહોતેર કળાને શિખે અને યુવાવસ્થા પામ્યા પછી તેના અનેક સમાન મિત્રો તેની સાથે ફર્યા કરતા. પહેરવેશ ભભકાદાર રાખત અને સ્વચ્છ વિહરતા તથા તેના હોઠ પાન ખાવાથી રાતા ચળ રહેતા. માથું ફલેથી ઢંકાયેલું રહેતું એ એ શોખિન હતે.
પિતાના પુત્રને આ ઉડાઉ જોઈને એના પિતાને ચિંતા થવા લાગી કેમેં લાંબા સમયે જે આટલું બધું ધન ભેગું કર્યું છે તેને આ છોકરો ખરેખર વગર વખતે જ વાપરી નાંખશે એમ જણાય છે. એમ ન હોય તે એને આવે ઠાઠમાઠ શી રીતે ચાલે? જે ધન મેં ઘણા પ્રયત્ન સાચવી રાખેલું છે તેનું આ છોકરે શું ય કરી નાંખશે? માટે હું આ છોકરાને કાંઈ થોડું ઘણું સમજાવું, એમ વિચારીને તેણે પિતાના છોકરાને બેલાવીને કહ્યું કે - “હે પુત્ર! તું આમ શા માટે નકામે ધનને ખર્ચ કરે છે? તને આ વાતની ખબર નથી લાગતી કે લક્ષમી મહાક પામી શકાય છે. હે વત્સ! શું તું જોઈ શકતા નથી કે સમુદ્ર, શ્રીકૃષ્ણ અને કુબેર ભંડારીએ બધાએ લક્ષ્મીને કેવી કેવી રીતે સાચવેલી છે. જે સમુદ્ર પિતાના તળીઆમાં રાખીને લક્ષમીને સાચવી છે. તેની
"Aho Shrutgyanam'