________________
lu
ચિત્યાધિકારે વિજયનું કથાનક.
કથા ૧૧ મી. જિનમંદિર બંધાવવાને વિધિ અને મેગ્યતા. ૨ શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પદના નમસ્કારોમાં દિiણ સૌથી પ્રથમ પદ અરિહંતનું છે માટે અરિહંતપદની વિધિપૂર્વક સવિશેષ ભક્તિ કરવાથી સંસારને એટલે જન્મમરણ-સ્થિતિને ઉછેદ કરી શકાય એમ છે. શ્રી જિનનું ભવન કરાવનારમાં તે ભક્તિ સ્પષ્ટ છે અર્થાત જિનભવન કરાવવાથી શ્રી જિનની ભક્તિ પ્રદર્શિત કરી શકાય છે. ગમે તે માણસ શ્રી જિનનું ભવન કરાવી શકતો નથી. તે કરાવવા માટે પણ માણસે અધિકાર મળવો જોઈએ અને અધિકાર મેળવ્યા પછી પણ તેને વિધિપૂર્વક કરાવવું જોઈએ. આમ થાય તે જ શ્રી જિનની ભક્તિ થઈ શકે.
શ્રી જિનભવનને કરાવનારમાં નીચેના ગુણે હોવા જોઈએ. નિર્મળ કુળ, વૈભવ, ગુરુભક્તિ, શુભચિત્ત, (એટલે સંકલેશવાળું ચિત્ત ન લેવું જોઈએ) વધારેમાં વધારે ધર્મ ભાવમાં સ્થિરતા, બહુમિત્ર અને વિશેષ સ્વજને અથવા બહુ સુખવાળો પરિવાર, શુશ્રુષા, શ્રવણ, ધારણ વગેરે ગુણ, નિર્મળ બુદ્ધિ, આજ્ઞાપ્રધાન અને શ્રી જિનની આજ્ઞા પ્રમાણેનું વર્તન-આવા ગુણવાળે માણસ, શ્રી જિનભવન કરાવવાને અધિકારી છે.
શ્રી જિનભવનના નિર્માણને વિધિ આ પ્રમાણે છે. ભૂમિ શુદ્ધ હોવી જોઈએ તેમાં શલ્ય વગેરે કોઈપણ પ્રકારના દોષ ન હોવા જોઈએ. ભૂમિ સંબંધે આ બાહ્ય શુદ્ધિ. ભૂમિ મેળવતા કેઈને પણ લેશમાત્ર અપ્રીતિ ન પેદા થાય એ સૌથી પ્રથમ જેવું. ભૂમિ સંબંધે આ અંતરશુદ્ધિ. જે સ્થળે વેશ્યાઓ, મચ્છીમારે, જુગારીઓ અને આવા પ્રકારના બીજા પણ નિંદનીય કે ન રહેતા હોય તેવું સ્થળ, શ્રી જિનભવનને માટે પસંદ કરવું. એ સ્થળ એવું મનહર હોવું જોઇએ કે જેને જોતાં જ ગૃહસ્થમાં અને સાધુઓમાં સદ્ધર્મની ભાવના પેદા થાય. દળ પણ સ્વયંસિદ્ધ હોવું જોઈએ. દળ એટલે શ્રી જિનભવન-નિમણુની સામગ્રી, સારી જાતનાં લાકડાં, ઈટે અને પાષાણુ વગેરે પ્રધાનપણે તે સ્વયંસિદ્ધ અને સારી જાતનું દળ સારાં શુકન જોઈને મેળવવું જોઈએ, કદાચ એવું દળ ન મળે તે વિશેષ ગુણના લાભને નજરમાં રાખીને બીજું પણ દળ મેળવવું એવી શાસ્ત્રકારની અનુજ્ઞા છે. (કેઈ કારણથી સ્વયંસિદ્ધ અને ઉત્તમ દળ ન મળે અને એમ થતાં જિનમંદિર જ બંધાતું અટકી પડતું હોય તે પરિણામે જૈનમાર્ગને ઉચ્છેદ થઈ જાય તથા સારા ગૃહસ્થોની શ્રદ્ધા પણું ભાંગી જાય.) માટે વિશેષ લાભ તરફ નજર કરીને જે મળે તેવા દળથી પણ મંદિર તે નિમવું જોઈએ. વળી શ્રી જિનમંદિરના નિર્માણ
"Aho Shrutgyanam"