________________
: કથાનકોષ :
દેવે રાજાને કહેલી ક્ષેત્રપાલ સંબંધી હકીકત અને કહેલ પ્રભુરસ્તુતિ.
૧૨૦
દાવપેચ કરવાને દેખાવ કરી રહ્યા છે, એ રીતે ચિત્રવિચિત્ર પ્રવૃત્તિવાળું તેમનું યુદ્ધ જાણે કે રતિક્રીડા હોય એવું જણાય છે, અર્થાત્ રતિક્રીડામાં પણ એક બીજાના વાળ પકડવાની, સામસામા ડોળા ફાડીને જોવાની, પરસેવે આવી જવાની, હઠ કરડવાની, છાતી ઉપર પ્રહાર કરવાની, કટિવસ્ત્ર ગળી પડવાની અને વિવિધ પ્રકારનાં આસને કરવાની ક્રિયાઓ થાય છે. જ્યારે એ બન્ને જણું લડતા હતા, બરાબર તે જ વખતે, પિતે ચણવેલા મંદિરની સંભાળ કરનાર દેવ પાસેથી આ બંને જણાની લડાઈની વાત સાંભળીને પેલે હેમપ્રભ દેવ સ્વર્ગમાંથી ત્યાં ઊતરી આવ્યું. તેણે આવીને તુરત જ પેલા ક્ષેત્રપાળને દૂર કર્યો અને રાજાની સાથે આદરપૂર્વક વાત કરતાં કહ્યું કે હે મહાભાગ ! બેસ, હમણુ યુદ્ધ છેડી દે અને મારી વાત સાંભળ આ તારી સાથે લડે છે તે પુંડરીક નામને ક્ષેત્રપાળ છે. તેને જ મેં આ મંદિરની સારસંભાળ કરવા માટે અને સાધર્મિક જનની પણ સારસંભાળ કરવા સારૂ નિમેલે છે, પરંતુ એ દુષ્ટ અને મૂઢ ક્ષેત્રપાળે સ્વાધર્મિક જન તરફ લક્ષ્ય ન આપતાં તારી સાથે લડાઈ ઉભી કરી અથવા જેઓ પોતાની કડામાં જ મશગૂલ હોય છે એવા આ વ્યંતરોને ગુણ કે દેષને વિચાર ક્યાંથી આવે? માટે તેને માટે વિશેષ પ્રકારને આગ્રહ છે કે મારા આ નેકરને અપરાધ તું માફ કર. નેકરની ભૂલે તેના સ્વામીએ જ દૂર કરવાની હોય છે. આ સાંભળીને રાજા બેઃ હે મહાકીર્તિવાળા ! તું આ પ્રસંગ માટે શા માટે સંતાપ કરે છે? આમાં એને શું દેષ છે? ખરી રીતે તે આ મારા પુણ્યને જ વિપર્યય છે એટલે મારા પુણ્ય પાંસરાં નથી. મારાં પુણ્ય પાસાં હેત તે મેં નવકારની સાધના માટે મારા મનવડે વચનને અને શરીરને પણ વિશેષ સંયમ કેળવે તે એક ડાક માટે જ આમ ન વણસી જાત અથ મારે મરથ અધૂરો રહ્યો અને મારું મન ચંચળ થઈ ગયું એમ ન જ બનત. શું એટલું પણ હું સમજતો નહોતો કે વાંછિત મને રથની સિદ્ધિમાં ઘણું કરીને ઘણાં વિદને આવે છે અને એ વિનોને લીધે હાથવેંતમાં આવતી જણાતી એ સિદ્ધિ વણસી જતી જણાય છે. દેવ બેલ્યોઃ હે નરેન્દ્ર ! તારી વાત સાચી છે અને જે થવાનું હોય છે તે જ થાય છે. ખરી વાત એવી છે કે જે વિદ્યાધર હોય કે ચકવતી હોય તે જ એ પ્રમાણે લાખ જાપ સાધી શકે છે. વળી તને કહું છું કે તારા નવકારના લાખ જાપમાં થોડું બાકી રહી ગયું તેથી તને ચોક્કસ નરપતિનું આસન મળશે જ અર્થાત્ નરપતિપણું હવે તારા હાથમાં જ આવી ગયું છે એમ તું સમજ, તે હવે તું મારી સાથે આ મંદિરમાં આવા અને આપણે બને, જેમનાં ચરણોને ત્રણ લેક નમેલા છે એવા શ્રી શાંતિનાથ ભગવાનની રસ્તુતિ કરીએ. પછી એ બન્ને જણ ભક્તિથી વંદન કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્વર્ગલેક, પાતાળલોક અને મત્સ્યલેકના સમસ્ત લકે એક જ સાથે જેમની સ્તુતિ કરવા માંડે તે પણ જેમના ઉજજવલ સદ્ગુણો પાર ન પામી શકે એવા ઇદ્રો જેમના
"Aho Shrutgyanam