________________
૧૧૯
ક્ષેત્રપાલ તથા રાજાનું ભીષણ યુદ્ધ.
* કથાનકેષ :
મજબૂત બાંધીને અને મંદિરમાંથી તરત જ બહાર નીકળીને પેલા ક્ષેત્રપાળની સાથે લડવા લા. આ વખતે રાજાને ડરાવવા માટે અને તેને મુંઝવી નાખવા માટે એ ક્ષેત્રપાળે તેની બધી બાજુએ આઠે દિશાઓમાં ભયાનક દેખાવે ગઠવી દીધા તેથી રાજાને એક તરફ દાંતના કડાકા બોલાવતા અને ભયંકર લાંબા દાંતની અણુઓને બહાર કાઢતા તથા “ડમડમ ડમડમ” એવો અવાજ કરતા ડમરુથી ભય ઉપજાવતી એવી ડાકણોનું મેટું ટેળું દેખાય છે. બીજી તરફ મોઢામાં બળતા ભયાનક ભડકાઓને લીધે જેમની સામે જોઈ શકાતું નથી અને હાથના ટાબેટા પાડીને જે ભયંકર અવાજો કરી રહ્યું છે એવું ભૂતનું ટેળું રાજાના જોવામાં આવે છે. વળી, એક બાજુ, પંજે મારવાને તૈયાર થઈ રહેલા, તીક્ષણ ધારવાળી દાઢે દેખાય એવી રીતે મને ફાડી રાખતા, આગની જેમ બળતી આંખોને ફેરવવા અને માનવને ભયંકર લાગે એવા સિંહેનું ટેળું રાજાએ જોયું. બીજી બાજુ, પહોળી કરેલી ફેણેને લીધે ભયંકર દેખાય એવા, બે લાંબી જીભ બહાર કાઢીને લલકારા કરતા અને કુંફાડા મારી મારીને આગને વરસાવતા એવા સર્પોનું ઝુંડ રાજાની નજરે ચડ્યું. વળી એક તરફ ક્યાનક સુંઢને ઊંચી ઊંચી કરીને ઉછાળતા, જેમના બહારના દાંત મજબૂત, તીર્ણ અને ભયાનક છે એવા અને અંજનગિરિ જેવા ઊંચા અને કાળા એવા મદમત્ત હાથીઓનું ટેળું રાજાની નજરે આવ્યું. બીજી તરફ, પ્રલયકાળના ભયાનક પવને ઉછળેલાં ઊમાંડિયાને લીધે નક્ષત્ર પણ લપાઈ જાય એવા ભયંકર અને જાણે પ્રલયકાળે ફેકાયેલ ન હોય એવા ત્રાસજનક વનદાવાનળને રાજા જોઈ રહ્યો. વળી એક બાજુ બાણ, કુંતાં, તરવાર, સેવ, નારા અને ચક્ર વગેરે હાથમાં લઈને સજજ બનેલું અને જોતજોતામાં મજબૂત રીતે ચડી આવે એવું તથા ન ખાળી શકાય તેવું એક શાઓનું લશ્કર રાજાના લેવામાં આવ્યું. વળી, એ રીતે બીજી બાજુ, માછલાં અને કાચબાનાં પૂછડાંઓનાં પછાડાને લીધે જેમાં મેટાં મેટાં મોજાં ચડી આવેલાં છે એ જાણે કે પ્રલયકાળને ભયંકર તોફાને ચડેલો સમુદ્ર હોય એ માટે દરિયે રાજાના જોવામાં આવ્યું. આ રીતે રાજા પિતાની તરફની આઠે દિશાઓમાં રહેલા ભયાનક દેખાવને જોયા કરે છે છતાં પંચપરમેષ્ઠી મંત્રના પ્રભાવને લીધે લેશ પણ ક્ષોભ પામતો નથી, ભ્રમમાં પડતું નથી, અટકી પાછા હઠ નથી, સંતાતું નથી, ભેદ કે કાળે આણ નથી તેમ કલેશ પણ પામતે નથી. વળી બીજું પેલે ક્ષેત્રપાળ અને રાજા અને એક બીજા પરસ્પર લડવા લાગ્યા તે ઘડીકમાં એક બીજાના માથાના વાળ પકડી ડેકને મરડી રહ્યા છે, ઘડીકમાં આંખો પટપટાવ્યા વિના બન્ને જણા સામસામા ઓળા ફાડી રહ્યા છે, અને જણાને ઘણે જ થાક લાગવાથી ઘડીકમાં તેઓ પરસેવાથી નીતરી જઈ જમીનને પણ ભીંજવી રહ્યા છે, ઘડીકમાં તેઓ સામસામા પિતાના દાંતથી હોઠને કરડી રહ્યા છે, ઘડીકમાં ફરતાં ફરતાં ઢીલું થયેલું તેમનું કટિવસ્ત્ર ગળી પડે છે, ઘડીકમાં તેઓ વિવિધ પ્રકારનાં આસને
"Aho Shrutgyanam