________________
: કચારન–કા :
રાન્ત અને ક્ષેત્રપાલને પરસ્પર વાદવિવાદ.
૧૧૮
ઝાંઝવાના જળમાં પાણીની કલ્પના કરવી કદી પણ તેથી શાંત થતી નથી. માટે તું આ બધું છેડીને અહીંથી ચાલ્યે જ જા. વળી શ્રી શાંતિનાથ ભગવાનના ચરણુકમળનાં દર્શન કરવાની પણ તારામાં ચગ્યતા નથી એટલે તું તારી પેાતાની ચૈાન્યતા જાણ્યા વિના આ નકામી પ્રવૃત્તિ શા માટે કરી રહ્યો છે? તને વધારે કહેવાનું શું ? તું જલદી આ જિનમંદિરની હૃદ છોડીને હવે અહિંથી બહાર ચાલ્યા જા. કદાચ તું કેાઇ માટે લડવૈયા હા અને તારી શૂરવીરતાનુ' ગુમાન હૈાય તે તું મારી સાથે લડવા માટે તૈયાર થઇ જા, રાષથી આંખ ફાડીને Àાભ કરતા અને યમની પેઠે ભયકર રીતે વાંકાં ભવાં કરીને પેલે ક્ષેત્રપાળ ઉપર જણાવ્યા પ્રમાણેનું કેટલુંક જેમ ફાવે તેમ એલી ગયા અને ક્રોધથી કપવા લાગ્યા. એટલામાં ગુરુની અને મ'ત્રની અવજ્ઞાનાં ક્ષેત્રપાળનાં વચન સાંભળીને વિશેષ પ્રકૃશ્ર્વિત થયેલા રાજા મત્રનું ધ્યાન પડતુ મૂકી આ પ્રમાણે કહેવા લાગ્યા. હું વ્યતર ! જેમ કેાઈ પિત્તના વ્યાધીથી પીડાયેલે માજીસ ગમે તેમ મેલી નાખે તેમ તુ પણ જેમ ફાવે તેમ આ શુ ખેલી રહ્યો છે? અને તુ જેમ તેમ એલફેલ ખેલી પરમેષ્ઠી નમસ્કારની નિંદા કરે છે અને તેને ઉપદેશ કરનાર ગુરુનું પણ અપમાન કરે છે. હે મૂઢ ! તું એટલ' પણ વિચારી શકતા નથી કે એ બન્નેનુ એટલે મત્રનુ' તથા દાતા ગુરુનું મૂલ્ય પશુ જગતના દાનવડે પણ કરી શકાય તેમ નથી તેમ એ મને કરતાં આ સંસારમાં ખીજું કોઈ સારભૂત નથી. અહા ! આ એવા પ્રકારના માહનો વિલાપ છે કે જેને તાબે થયેલા મહામૂઢ લોકો ખરી હકીકતને જાણી શકતા નથી. જે લોકો ધતુરાનું પાન કરવામાં રસિયા હોય છે તે શું શુભ છે, શુ અશુભ છે વા શું ગ્રાહ્ય છે અને શું અગ્રાહ્ય છે એ ખામત કશું જ જાણી શકતા નથી તેમજ મૂઢ લોકો એ વિશે કશુ સમજતા હોતા નથી, અથવા ભૂખ અને તરસની પીડા વિવેક વગર સહવાથી અને અજ્ઞાનપૂર્વક ત્યાગનું વ્રત લેવાથી જેને દેવગતિ મેળવી હાય છે તેનું જ્ઞાન અને ખેલવાની ચતુરાઈ આવાં જ પ્રકારનાં હાય છે. તુચ્છ લેાકેાનાં વચને તુચ્છ હાય છે, એમનાં મનેાથે, શીલ, ક્ષમા, વિનય અને નીતિ એ પણ બધું જ તુચ્છ હાય છે તેથી હું મૂઢ ! તને તારા અભિમાનનું ફળ તો મળ્યું છે છતાં તુ હજી. સુધી તારા અભિમાનને છોડતા નથી ? રાજા બલ્બેન્કે અધમ ! એને તે તું કોણ છે જેથી હું તારાથી ભય પામું અને ક્ષત્રિયકુલમાં જન્મતાં જ મને વારસામાં મળેલું એવું મારું અભિમાન ધન છેડી દઉં. વળી, તારા હાથમાં જે આ છરી છે તે મારા કાનને જરા પણુ ઉજરા સરખા પણુ કરી શકે એમ નથી અને બાળકને ભય પમાડનારા એવા તારા મારી પાસે દેખાડવામાં આવેલા ટાટોપ પણ તદ્દન નકામા છે. રાજાના આ વચને સાંભળીને પેલા ક્ષેત્રપાળ કહેવા લાગ્યા કે જો એમ છે તો તું આ જિનમંદિરમાંથી બહાર આવ, કારણ કે જગતને શાંતિ પમાડનાશ એવાં શાંતિનાથ ભગવાનની મૂર્તિ સામે લડાઈ કરવી ઉચિત નથી, હવે ક્ષેત્રપાળનું આ વચન સાંભળીને રાજા પોતાનાં કપડાં
"Aho Shrutgyanam"