________________
૧૧૭
મંત્ર જાપ સમયે રાજાને ઉપદ્રવ
• થારન–ાષ
આન્યા અને ત્યાં તેણે વિદ્યાધરાને આવેલા જોયા. તે શિલાવાળી જગ્યા ઉપર આ દેવને, પેલા વિદ્યાધરાને માટે અને પેાતાના ઉપકાર માટે પણ પોતાના ગજા પ્રમાણે એક મેટું શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ચણાવવાનું મન થયું. એટલે એ દેવે પહાડાની ઊંચાઈને પણ ટપી જાય એવું, અનેક સુંદર સ્તાવડે સુશોભિત અને સ્ફટિક મણુિવડે આંધેલી સુંવાળી બનેલી ફરસબંધીવાળું આ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર કરાવ્યું. અને ઉત્તર દિશામાં એ મંદિરની પાસે જેની ઉપર પાંચ નવકાર કેતરેલા છે, એ શિલા હજી સુધી પણ પડેલી છે. તે જોવાનું. તને મન ાય તે હે રાજા ! તું ત્યાં જઈને જોઈ શકે છે. એટલું જ નહિ પણ ત્યાં શિલા ઉપર શાંત ષ્ટિવાળા, અનશન વ્રતમાં રહેલે, કપાળમાં મને હાથ જોડીને બેઠેલા એવા વાનરે પણ કારેલા છે એટલે તેને પણ તું જોઇ શકે છે. આ બધુ સાંભળીને રાજાના મનમાં ભારે વિસ્મય થવાથી તે એ બધુ જોવાને ઉતાવળા થયે અને બતાવેલા સ્થાને આવીને તેણે, જેવુ' મુનિએ કહેલું હતું તેવું ખધું બરાબર જોયું પશુ ખરુ. હવે તે તેને મુનિના કથન ઉપર પ્રબળ પ્રતિતિ થઇ એટલે તે પાછા આવીને મુનિને નમી અને હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યા- હું પ્રલા ! જેવુ... તમે કહ્યું હતું તેવું જ ધું બરાબર મૈં નજરે જોયું, એમાં હવે મને કશે શક રહ્યો નથી. કદાચ મેરુ પર્વત પણ ડગી જાય પરંતુ તમારું વચન તા કયારેય ડગે એવું નથી. રાજા પહેલા પણુ નિશ્ર્ચળ હતા અને વળી આ વખતે વધારે નિશ્વળ બન્યા છે એમ જાણીને મુનિએ તેને કરી વાર ઉપદેશ આપ્યા અને પછી મુનિરાજ તેને પૂછીને જેમ આન્યા હતા તેમ પાછા
ચાલ્યા ગયા.
રાજા પણ ત્યાં ભગવાન શાંતિનાથના મરિમાં ભગવાનના ચરણે પાસે જ પાંચ નવકારનાં પદોમાં ઉચ્ચારણા સાથે જ્ઞાનમુદ્રા કરીને પ્રયત્નપૂર્વક ધ્યાનમાં રહેવા લાગ્યા. ધ્યાન કરતાં કરતાં જોકે ધોળાં સુગ'ધી ફૂલાને મૂકવા સાથે જાપ કરતાં કરતાં લાખ જાપ લગભગ થવા આવવામાં થોડું જ ખાકી હતું ત્યાં તે સ્થાને કાણુ જાણે કયાંથી ભારેમાં ભારે કાલાહલ થયા અને પોતાના મોટા દેહરૂપ મનડે જાણે આકાશને માપતે હાય વા જાણે કે જગતમાં દેવપણાની પ્રતિષ્ઠા છે એમ દર્શાવતા હાય એવા ભયંકાને પણ ભારે ભય ઉર્જાવે એવા નિષ્ઠુર પગલાં ભરતા અને તેથી ધરતીને અને તેના પટ્ટ ઉપર રહેલા પર્વતાને કપાવતા એ સ્થાનના ક્ષેત્રપાળ હાથમાં તલવાર લઈને ત્યાં ધ્યાન કરતા રાજાની પાસે સામે આવીને ઊભે રહ્યો. આવીને તેણે રાજાને કહ્યુંરે રે અધમપુરુષ ! હવે તુ આ મંત્રના જાપ કરવા મૂકી દે, હું મૂઢ ! આ મંત્ર કયે છે ? અને એનેા શીખવનારા મન્ત્ર દાતા પણ કાણુ છે ? એ મંત્ર અને એને દાતા તારા ગુરુ એ બધુ આળપ’પાળ છે; તું શા માટે હાથે કરીને કલેશ પામે છે ? આ બધુ છોડીને તારે ઘરે કેમ જતા નથી ?
"Aho Shrutgyanam"