________________
કયારત્ન-મેષ :
પંચપરમેષ્ટીના પ્રભાવનું કથન.
કરાવ્યું. પછી તેને ગુરુ દેવ અને તત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવી સમકિત આપી ઉપધાનપૂર્વક પંચપરમેષ્ઠીમંત્ર આપે અને ત્યારબાદ તારા જે બીજે કઈ આખા જગતમાં ધન્ય નથી, એમ ન હોય તે તને આ ઉત્તમમંત્રની સંપત્તિ કેમ કરીને મળે? વગેરે વગેરે કહીને મુનિરાજે તેને ઉત્સાહિત કર્યો. કદાચ ચકવર્તીનું પદ પણ મળી જાય, ઇંદ્રપારું પણ મેળવી શકાય, સુંદર રૂપ અને સૌભાગ્ય પણ પામી શકાય, પરંતુ સર્વ પ્રકારે સર્વ જાતનું કુશળ કરનારો આ પંચપરમેષ્ઠીમંત્ર તે નથી મળી શકતો. જે બાબત આપણે કશુંય કહી શકતા નથી. જે વિશે આપણી બુદ્ધિ પણ ચાલી શકતી નથી, જે આપણા મનોરથમાં પણ આવી શકતું નથી અને મનમાં પણ કદીય સૂઝતું નથી એવું ઈષ્ટકાર્ય અચિંત્ય મહિમાવાલા આ પંચપરમેષ્ઠીમંત્રના પ્રભાવને લીધે તેના જાપમાં સજજ બનેલે પુરુષ રમતાં રમતાં પણ અશંકપણે સાધી શકે છે. વળી હે રાજા! તું જે આ શાંતિનાથ ભગવાનનું વિશાળ મંદિર જુએ છે, તે પણ ચેડા આરાધેલા પંચનવકારમંત્રના પ્રભાવમાંથી જ થયેલું છે. તેની હકિકત આ પ્રમાણે છે–
સૌધર્મનામના સ્વર્ગમાં હેમપ્રભ નામને એક ઉત્તમ દેવ હતો, તેણે “પિતાનું આયુષ્ય હવે ફક્ત છ માસ જ બાકી છે.” એમ જાણીને તે કઈ કેવળી ભગવાનની પાસે ગયે. કેવળીને વંદન કરીને તેણે પૂછ્યું હે ભગવન્! આ સ્વર્ગમાંથી મર્યા પછી હું કયાં અવતાર પામવાને છું? અને મને સમ્યકત્વને શી રીતે લાભ થવાને છે? એ સાંભળી કેવળી બેલ્યાઃ હે ભદ્ર ! મરતી વખતે તને આર્તધ્યાન થવાનું છે અને તેથી તું સ્વર્ગથી મરીને આ અટવીમાં વાનરનો અવતાર પામવાનો છે. એ વાનરાના જ અવતારમાં તને મહાકટે સમ્યકત્વને લાભ મુશ્કેલીથી થવાનું છે. કેવળીનું આ વચન સાંભળીને તે દેવ તરત જ આ અટવામાં આવ્યો. આવીને પિતાને સમ્યકત્વને લાભ મળે તે માટે પહાડના એક પાષાણમાં નવકારમંત્રને કર્યો અને વખત જતાં મરણ પામીને તે દેવ, તે અટવીમાં વાનરાના અવતારમાં જન્મે. હવે અટવીમાં પહાડનાં શિખર પર ભમતાં ભમતાં પિતાના કઈ ભાગ્યને લીધે તે વાનરે, કેમે કરીને જેમાં નવકારમંત્ર કરે છે એ શિલા દીઠી.. શિલામાં કેરેલા નવકારમંત્રને વાંચીને એ વિશે વિચાર કરતાં કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું તેથી પિતાને પૂર્વ ભવ (તેને) સાંભરી આવ્યું એટલે વૈરાગ્ય વૃત્તિ ધારણ કરી તેણે સ્વચ્છભાવે અનશન સ્વીકાર્યું. પેલા કેરેલા નવકારમંત્રને વારંવાર યાદ કરતો તે મરણ પામીને ફરી પાછા સૈધર્મનામના દેવકમાં દેવ થયે. દેવ થતાં જ તેને વિચાર થયો કે–મેં એવું શું દાન મારા આગલા જન્મમાં દીધું છે? વા તપ તપ્યું છે? વા યજ્ઞ કર્યો છે-પૂજન કર્યું છે? જેથી હું આ દેવનો અવતાર પામી શક . એ વિચાર વારંવાર આવતા તે દેવને જાતિસ્મરણ જ્ઞાન થયું. એથી તેને પોતાના આગલા ભવની બધી પરિસ્થિતિ સમજાઈ ગઈ. એટલે તે, દેવનાં બધાં કાર્યોને છોડી દઈને પેલી નવકારવાળી શિલા પાસે
"Aho Shrutgyanam"