________________
નમસ્કાર મહામંત્રને પ્રભાવ,
.: કયારત્ન-કોષ :
~~~- ~~
-~-
~
મંગલશ્રુતસ્કંધ” એમ કહીને ગાયેલું છે. વખાણેલે છે. શાસ્ત્રમાં સૌથી પ્રથમ પંચપરમેષ્ઠી નમસ્કારનું માંગલિક ઉચ્ચારણ થાય છે અને દિવ્ય મંત્રમાં જેમ ઉત્તમ પ્રણવ ૐકાર મંત્ર છે તેમ આ પંચપરમેષ્ઠી નમસ્કાર ઉત્તમ મંત્ર છે. મુનિરાજે રાજાને કહ્યું કે હે સજા! હૃદયમાં નિશ્ચલપણે શુદ્ધ સમક્તિને ઉત્તમ રીતે ધારણ કરવું જોઈએ. શુદ્ધ સમકિત વિના શેરડીની લતાની પેઠે બધી ધર્મક્રિયા સંબંધી પ્રવૃત્તિઓ કશુંય ફળ આપતી નથી. તાત્પર્ય એ કે-પંચમેઠી નમસ્કાર મંત્ર પણ શુદ્ધ સમકિત વિના કશે લાભ આપી શકતો નથી. - શ્રી જિનમંદિરમાં નંદિની રચના કરીને. પંચપરમેષ્ઠી નમસ્કારની વાચના કરી શકાય છે. તે માટે વાચના લેનારે પ્રથમ એક સાથે પાંચ ઉપવાસ કરવાના હોય છે. ત્યાર પછી આઠ આંબિલ કરવાના હોય છે. આટલું તપ કર્યા પછી નવકારની વાચના આપી શકાય છે અને ત્રણ ઉપવાસ કર્યા પછી આ નવકાર મંત્રને બીજાને પણ શિખવવાની અનુજ્ઞા આપી શકાય છે તથા આ મંત્રમાં સાધુપદ માટેના વાકયમાં નવ અક્ષરે છે અને સિદ્ધપદ માટે વાક્યમાં પાંચ જ અક્ષરે છે. બાકીનાં “અરિહંત વગેરે પદે માટેનાં વાકમાં દરેકમાં સાત અક્ષરે છે. જે કે ઉત્તમ મંત્રે છે તે બધાનાં બીજરૂપ આ “અરિહંત' વગેરે પાંચે પદે છે. અને “gો વંજ નારો” વગેરે વાકયે એ પાંચ પદની ચૂલારૂપ છે. એ ચૂલિકાના તેત્રીશ અક્ષરે છે અને ઉપરનાં પાંચ પદેનાં પાંત્રીશ અક્ષરે છે. એ રીતે આખે પંચપરમેષ્ઠી નમસ્કારમંત્ર અડસઠ અક્ષરોમાં પૂરો થાય છે. એ રીતે કઈ ભવ્ય માનવ નવકારમંત્રને વિધિપૂર્વક ધળાં અને સુગંધી કુલે સાથે લાખ વાર એકચિત્ત જપે તે તે, સંસારનું મોટામાં મોટું પદ એટલે તીર્થંકરનું પદ કે ચક્રવતીનું પદ અથવા ગણધરનું પદ જરૂર મેળવી શકે છે. તે પછી બીજી સાધારણ સુલભ વસ્તુઓની તે તેને પ્રાપ્તિ થાય એમાં શું કહેવાનું હોય ? વચ્ચે અરિહંતપદને સ્થાપવું અને જમણી તરફ સિદ્ધ વગેરેનાં પદોને
ઠવવાં, આ રીતે પરમેષ્ટી મુદ્રા કરીને એ નવ વાર મંત્રનું નિત્ય દધ્યાન કરવું જોઈએ. વળી જે મનુષ્ય હાથના આવતી ઉપર એટલે હાથના વેઢા ઉપર પંચપરમેષ્ઠી નમસ્કારનાં પાંચ પદેને બાર બાર એમ કરીને નવવાર ગણે તે તેને કઈ પિશાચ, ભૂત કે વ્યંતર છળી શકતાં નથી અથવા સર્વજ્ઞ ભગવાન જ આ નવકારમંત્રના પૂરેપૂરા પ્રભાવને જાણી શકે છે. હે રાજા ! મેં તે તને તેને કાંઈક લેશમાત્ર પ્રભાવ જ કહી બતાવ્યું છે.
ત્યાર પછી પિતાના ભાવી અભ્યદયની સૂચક જમણી આંખ તત્કાળ ફરકતાં રાજા, મુનિને પ્રણામ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યું–હે ભગવાન! તમે કૃપા કરો અને મને વિધિ પ્રમાણે એ નવકારમંત્રને આપે. ચિંતામણિરત્ન કરતાં પણ વધારે મહત્વવાળું તમારું દર્શન વિફળ ન થાય. પછી “આ ચગ્ય છે” એમ વિચારીને મુનિરાજ તેને તે ગુફાની પાસે આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાં તેડી ગયા અને ત્યાં તેની પાસે દેવવંદન
"Aho Shrutgyanam