________________
: કથાન–કેષ :
મુનિવરે રાજાને સમજાવેલ અસારતા અને આપેલ ઉપદેશ.
૧૧૪
બધેય વૃત્તાંત જાણે અને કહ્યું કે-હે રાજા! તું આવું વિષાદ થાય એવું કેમ બેલે છે? ફરસબંધી- છાબંધી ઉપર અફળાયેલો દડે જેમ ઊંચે ઉછળે અને પાછા નીચે પડે એવા પ્રકારનું સંસારમાં ભમતા પ્રાણીઓનું જીવન છે, એ શું તું આ બધું નથી જાણતો? અથવા થડની પોલમાં બળતા અગ્નિને લીધે દાઝતા વૃક્ષ જેવા અથવા હાથીઓના પગવડે ચંપાતી કચરાતી કમળની માળાની પેઠે કચરાએલા આ શરીરને માટે તું શાને રડે છે? જ્યારે નિશ્ચળ મોટા પહાડે, ભવને, વન, નદીઓ અને સમુદ્રો તે પણ સ્થિર નથી તે પછી શરદ ઋતુની પહાડી નદીના જેવી સ્વભાવે જ ચંચળ એવી રાજલક્ષમી તે શી રીતે સ્થિર હોઈ શકે? અથવા જાણે કે ચંચળ ઘેડાઓની તીકણ ખરીઓ અને પૂંછડાના વાળને જૂડે એ બન્નેથી પીડા પામી ન હોય, હાથીના સૂપડા જેવા કાનના વારંવારના તાલોને જાણે કે તાડન પામી ન હોય, અભિમાનવાળા ઉદ્દેટ સુભટેનાં હાથમાં રહેલા શસ્ત્રાસ્ત્રોના સમૂહથી જાણે કે ભયભીત થયેલી ન હય, વેગથી ઢળાતાં ચામરના પવનની લહેરીએથી જાણે કે હરાઈ ઊડી ગઈ ન હોય એવી, અમુક પુરુષને કે અમુક પ્રકારના વિજ્ઞાનને સ્વીકારવાથી વિમુખ થયેલી તથા કલિકાલના કલાના પ્રભાવે કરીને દુષ્ટ બનેલા રાજા તરફ જાણે કે વિરક્ત નાખુશ-ન થઈ હોય અથવા ગુરુજનની શિખામણે સાંભળી સાંભળીને જેના કાનમાં જાણે કે વધારે ને વધારે શૂળ ન આવવા માંડ્યું હોય એવી એ ચંચળ રાજલક્ષ્મી હે રાજા ! શી રીતે આ લોકમાં હંમેશાને માટે સ્થિરતાને મેળવી શકાય ? માટે હે રાજા ! એવી અતિશય અસ્થિર રાજલક્ષ્મીને મેળવવામાં વ્યાહને તદ્દન છોડીને નિશ્ચયવાળા કારણરૂપ જે કંઈ બીજી ક્રિયા હોય તે તરફ પ્રવૃત્તિ કરવી ઉચિત છે, માટે તું એવી નિશ્ચળતાદાયી પ્રવૃત્તિને અનુસર. માત્ર ચિત્તને સંતાપ થતાં જ મનમાં ધાય સિદ્ધ થતાં હોત તો આ જગતમાં દયાન, દાન અને તપ વગેરે કરકર પ્રવૃત્તિઓને લેકે શામાટે કરત ?
હવે રાજા બે હે ભગવાન! તમારી વાત તે ખરી છે, પરંતુ અમારી જેવા કલુષ બુદ્ધિવાળા લેકે જ જેમ તેમ કરીને સુખની સિદ્ધિને અભિલાષ રાખે છે અર્થાત્ સુખના ખરા કારણને શોધતા નથી અને એમ ને એમ સુખ મળી જાય એવું ધારે છે. કારણ વિના કાર્ય થઈ શકતું નથી.” એ ખરી હકીકત પણ એ લેકે જાણતા નથી, માટે તમે મને સુખધ સંબંધી સારભૂત એ ઉપદેશ સંક્ષેપમાં આપે. ત્યારપછી એ મુનિરાજે તે રાજાની ગ્યતા જાણીને જેમ કે મલય પર્વત ઉપરથી લાવીને ચંદન આપે, નંદનવનમાંથી લાવીને કલ્પવૃક્ષ આપે અને દરિયાને મથીને તેમાંથી અમૃત લાવીને આપે તેમ શ્રી તીર્થકર ભગવાને પ્રણીત કરેલા ઉત્તમ પ્રવચનમાં સારભૂત એવા અને સર્વ પ્રકારે ઈષ્ટ સિદ્ધિ મેળવી આપનાર એવા પંચ પરમેષ્ઠી નમસ્કાર મંત્રના મહિમાને ઉપદેશમાં વર્ણવી બતાવ્યું. વળી કહ્યું કે આ પંચપરમેષ્ઠી નમસ્કારને શાસ્ત્રમાં “પંચ
"Aho Shrutgyanam