________________
૧૧૩
રાજા તથા જિલ્લને મુનિ સમાગમ.
: કયારન–કાષ :
આ મુનિ સુરક્ષિત છે, અથવા આ પહાડમાં કાંઈ સારામાં સારું હોય તે તે આ મુનિ જ છે. એમ ન હોય તેમ આ ભયાનક જંગલવાળા પ્રદેશમાં પણ આ મુનિનાં બધાં અંગો અત્યંત નિશ્ચળ ન રહી શકે-ભય અને ત્રાસવાળા સ્થળમાં આ રીતે એ સ્થિર ન રહી શકે. એ પ્રમાણે વિચાર કરતા અને મુનિના દર્શન થવાથી વિસ્મય ઉપજવાને કારણે જેની આંખા અને મુખ ઉલ્લાસમય થઈ ગયાં છે એવે એ રાજા બીજી બધી પ્રવૃત્તિઓને છોડી એકાગ્ર મની ગયા, અને એવા એને જોઇને પેલા ભિન્ન કહેવા લાગ્યુંઃ હે રાજા ! મારી જેવા મતિમંદ મનુષ્ય તે આ મુનિના રૂપ વિશે શું જાણે? પરંતુ હું માનું છું કે જાણે આ મુનિનુ` રૂપ દિવ્ય ઔષધીના વ્રુક્ષા કરતાંય અધિક તેજવાળુ છે, એમ ન હોય તે એના ખન્ને કાન નાગદમની લતા જેવા કેમ હોઈ શકે ? એના માથાના સુગધવાળા વાળ સુગંધી વાળા જેવા પાતળા અને સુંવાળા કેમ હાઇ શકે ? એના અને હાઠ લાલ છે અને રૂંવાટી કાળી અને ચકચકિત છે. એની શ્યામતા જાણે કે સુવર્ણના વણુ માટે કુંચી જેવી હાય તેવી દીપે છે. એ મુનિનું અંગ, જેની છાયા હંમેશા અવિચ્છિન્ન રહે છે એવા છાયાદાર વૃક્ષ જેવી છે. એના બન્ને હાથ જાણે કે આસાપાલવના કુમળાં નવાં પાંદડાં ન હોય એવા શોભે છે. અન્ને પગના પહેાંચા ઉન્નત છે અને એના મણિ સમાન લાલ નખામાંથી કિરણો ફેલાઈ રહ્યાં છે એવા એના અને ચરો, સ્થળમાં ઊગેલાં કમળાની સાથે બરાબર બરાબરી કરે એવા છે. એમ એ મુનિ ઉદયાચલ નામના ઊગતા સૂર્યવાળા પહાડની જેવા શેભી રહ્યો છે. હે રાજા ! એ પ્રમાણે હું એ મુનિ વિશે તને વધારે કેટલુ કહી શકું ? હું તે પ્રકૃતિવડે પશુ સમાન છું અને જંગલમાં ઉછરેલે હાવાથી મારે હંમેશા ઝાડાના જ સહવાસ રહેલા છે.
રાજાએ તે ભિન્નને કહ્યું: હે ભદ્ર ! આ મુનિનું તે જેવું વર્ણન કરેલું છે એવુ બીજો કાણુ કહી શકે એમ છે? અર્થાત્ મોટાં માણસાનાં હૃદયે હમેશાં પોતાની બડાઈથી દૂર રહેનારાં હેાય છે, એથી જ રાજાએ ભિજ્ઞની પ્રશંસા કરેલી છે. હવે હમણાં વધારે કહેવાની જરૂર નથી. તું આવ તે જે અનુપમ ધર્મરૂપ છે એવા એ મુનિને પગે પડીને આપણા આત્માને પાવન કરીએ. એ પ્રમાણે વિચારીને તે બન્ને જણા મુનિ પાસે ગયા અને ફરફરતા વાળવાળું માથું છેક ભૂમિ ઉપર નમાવી તેમણે તે મુનિને પ્રણામ કર્યાં, પછી તે બન્ને પ્રસન્ન મનવાળા થઈને મુનિની સામે ઉચિત સ્થાને બેઠા, મુનિ પણુ પોતાનુ ખાકીનું કામ થાચિત પૂરું કરીને બેઠા બેઠા મેલ્યાઃ તમે કયાંથી આવ્યા છે ? તમે કેણુ છે? અને અહીં તમારે શું કામ છે ? રાજા એલ્સેટઃ તમને પગે લાગવા જ અમે અહીં આવ્યા છીએ, બાકી અમારી બીજી હકીકત તમારા ચિત્તને સંતાપ આપશે માટે તેને અહીં કહેવી યુક્ત નથી. ત્યાર પછી તે મુનિરાજે પોતાના દિવ્યજ્ઞાનના મળે તે રાજાને
૧૫
"Aho Shrutgyanam"