________________
| કથાન–કાવ : ^ y - ૧૧-~
શ્રીદેવને અટવીમાં થયેલ મુનિદર્શન.
પા. રાજા સિરિદેવ પિતે પણ કેટલીક વેળા સુધી કેટલીક ભૂમિ ઉપર આમતેમ રખડીને તરસ્ય થયે, અને શીતળ છાયાવાળા એક વૃક્ષ નીચે આવીને બેઠો.
બરાબર એ જ વખતે હાથમાં કંદમૂળો અને ફળને લઈને એક ભિલ તે સ્થળ ઉપર આવી પહોંચ્યા અને રાજાએ તેની સાથે સ્નેહભાવે વાત કરી. અને કહ્યું કેહે મહાયશસ્વી! તું કયાંયથી જલદી પાણી લાવી આપ, મારા દેહમાં તરસને લીધે આગ-દાહ બળે છે તથા જલદી પણ નહીં મળે તે હમણું મારું જીવન પૂરું થઈ જાય એવું ભાસે છે અર્થાત્ પાણી વિના હું હમણાં જ મરી જવાને છું. તેજસ્વી કાંતિવાળા અને તેજસ્વી મુખવાળા તથા સુંદર એવા એ બોલતા મહાસત્ત્વશાળી માણસને જોઈને તથા એનું વચન સાંભળીને પેલા ભિલે તરત જ કયાંયથી પણ પાણી લાવી આપ્યું. તે પાણી પી અને ભિલે આણેલાં કંદમૂળ અને વનફળને આરોગી રાજાને પિતાના દેહમાં કાંઈક સ્વસ્થતા આવતી જણાઈ અને પછી તે ત્યાં પાંદડાઓની પથારીમાં જ સૂઈ ગયે. ઘેડી વારમાં જ જાગેલા તે રાજાને જોઈને તે ભિલે કહ્યું. હે મહાભાગ ! તારા શરીર અતિશય કમળ છે અને તું કઈ અતિશય સંપત્તિશાળી છે છતાં આવી રીતે જંગલમાં શા માટે ભટકે છે? પિતાની કથા કહેતાં રાજા શરમાય છતાં તેણે તેને પિતાને કંઈક વૃત્તાંત તે કહી સંભળાવ્યું. જેઓ ભારે ગૌરવવાળા હોય છે તેઓને પોતાની શરમવાળી વાત કહેવી પડે છે ત્યારે બીજા બધાં ય દુઃખ કરતાં ભારે દુઃખ થાય છે. પિતાને વૃત્તાંત કહ્યા પછી રાજાએ એ ભિલને કહ્યું હે ભદ્રપુરુષ! તું એવા કેઈ ફરવાના સ્થળને બતાવ કે જેને જોઈને મારું ઉદ્વેગવાળું ચિત્ત પ્રસાદ પામે. ભિલ બેત્યે--મારી સાથે આવ, તને તું કહે છે એવું સ્થાન બતાવું. પછી કૂતુહલથી પ્રેરાયેલે રાજા તેની સાથે જવા લાગ્યું. તે બન્ને જણાએ કેટલોક સમય એક અતિશય ઊંચા પર્વતના પ્રદેશ ઉપર આગળ ને આગળ ચાલ્યા કર્યું, એટલામાં એક ગુફા આવી અને એ ગુફામાં દેહની કાંતિના તેજને લીધે અંધારાને દૂર કરી નાખનાર એવા એક મુનિને જોયા. જાણે કે એ મુનિ “સહુ ગળી જશે.” એવી બીકથી એ ગુફામાં સૂર્ય ન બેઠે હેય એવા લાગે છે, અથવા પવનના સપાટાથી બચવા એ ગુફામાં કઈ દિવ્ય અષધીને ઢગ ન હોય એવા એ મુનિ ભાસે છે. એવા એ મુનિને ધ્યાનમાં સ્થિર રહેલ જોયા. એ મુનિને પ્રણામ કરતા, એની સ્તુતિ કરતા અને એની પાસે જતા આવતા ખેચને અને દેવોને પણ રાજાએ જોયા. એ જોયા પછી હર્ષ પામેલે રાજા વિચાર કરવા લાગ્યો. આ એક મેટું આશ્ચર્યું છે કે આજ લગી પણ આવા પાપ વગરના વેગમાં સજજ સંત સાધુરત્નો આવી અટવીમાં પણ દેખા દે છે. ખરી રીતે આ જંગલ નથી પરંતુ જે વડે સતયુગના માણસને સર્જી શકાય એવા સુંદર ગુણસમૂહવાળું ઘર છે કે જ્યાં સાક્ષાત્ વિધિએ જ એવી ચેજના કરી છે કે આ ગિરિની ઊંડી ઊંડી ગુફામાં પણ નિધિની પદે
"Aho Shrutgyanam