________________
* કથારત કામ :
શ્રી દેવ અને કામરુદેશના રાજવીને સગ્રામ.
૧૦
પ્રયોગ કરેા અને બીજી તરફ દંડને પણ પ્રયાગ કરી એટલે વડાઈ કરવા માટે તૈયાર થાઓ. આમ કરવાથી આપણે શત્રુનાં મુખ ઉપર મશા કૂચે ફેરવી શકશુ એટલે એમને હરાવી શકીશું, એ નિશ્ચિત વાત છે. ઉપર જણાવ્યા પ્રમાણે પ્રયત્ન કરનારા સાધારણુ રાજાઓ પણ વિજય લક્ષ્મીને પામેલા છે અને જેએ એવા પ્રયત્ન નથી કરતા એવા ભલે તેઓ મોટા રાજાએ હોય તેપણ શીઘ્ર મૃત્યુને પામેલા છે, માટે હે દેવ ! શત્રુના સામંતે, મંત્રીઓ અને મિત્રોના ચિત્તને ખરાખર સમજવા માટે આપણા વિશ્વાસુ લેાકાને રાકવા અને તેમના દ્વારા ઉપર કહ્યા પ્રમાણેના સામ, ભેદ અને દાન વગેરે ઉપાચા ચાજવા. તેમ કરીને હે દેવ ! તમે વિજયયાત્રાના આરભ કરે, શીધ્ર જય મેળવે અને કીર્તિને પ્રાપ્ત કરા તથા સામ વગેરેના પ્રયાગાન અખ્તર ધારણ કરી તમે વૈરીના મઢનો નાશ કરે.
હવે તેમનું વચન સાંભળી–વિચારી રાજાને થાડું હસવુ આવ્યું. અને પછી તે મેલ્યા-વાણિયાની અને બ્રાહ્મણાની બુદ્ધિ આવા પ્રસંગે આવી જ હેાય છે. નહીંતર, જેના કાઈ સમાવિયા નથી એવા શ્રીહ દેવના મારા સરખા પુત્ર સામે પણ અધમ કરીને લડાઈ જિતવાના આવા અધમ ઉપાયાને તેએ કેમ સૂચવે? અર્થાત્ અધ યુદ્ધના કમને તેએ કેમ ઉપદેશે ? તે રાજાએ સારી રીતે વિચાર કર્યા વિના જ પેાતાના મંત્રીઓને તણખલાની પેઠે લઘુ-હલકા કરી નાખ્યા એથી તેઓ જેમ તેમ ખેલતા પાભવના સ્થાનને પામ્યા એટલે ભેાંઠા પડી ગયા. એથી રાજાએ ધાર્યું કે હવે વિચાર કરવાથીમંત્રણા કરવાથી કશું વળે એમ નથી માટે હે પડિહાર ! પ્રલયકાળે વરસતા મેઘના જેવા અવાજવાળી અને શત્રુના દળને કપાવી દે એવી જય ઢક્કાને શીઘ્ર વગાડ, પછી રાજાએ સ્નાન કરી, ઊજળાં વિશુદ્ધ એવાં ઉત્તમ વસ્ત્ર પહેર્યાં અને મંગળના ઉપચારો કર્યાં બાદ તે જયકુંજર નામના હાથી ઉપર ચડી, માંડલિક રાજાએ, દંડનાયક, સેનાપતિ અને સુલટ લેાકેાને સાથે લઇને તે તૈયાર થયા, અને માથા પર સૂર્યના તાપ ન લાગે એ માટે શ્વેત ધ્વજની છાયા કરવામાં આવી અને એ રીતે ચતુરગ સેનાની ભીંસને લીધે પૃથ્વીના પટને ભારે જોરથી દખાવતા તે રાજા વેગપૂર્વક નગરમાંથી નીકળ્યો અને યુદ્ધ માટે પ્રવૃત્ત થયા. કાંચ પશુ ચાલ્યા વિના અખંડ પ્રયાણા કરતા કરતા એ રાજા પેાતાના દેશના સીમાડે ખરાખર સંધિભાગમાં આવી પહોંચ્યા અને પછી ત્યાં પહોંચી તેણે દૂત મારફતે કામરુદેશના રાજાને કહેવરાવ્યુ કેતુ તૈયાર થઈને આવ અને પૂર્વ પરપરા પ્રમાણે આપણે એ જણાજ પરસ્પર લડાઈ લડી લઇએ; એ માટે બીજા માણસોને મારવાથી શે લાભ ? કામરુદેશના રાજવીએ જણાવ્યું કે આપણે જ પરસ્પર લડી લેવાનું હોય તે પછી સૈન્યને રાખવાનુ શું કામ છે? માટે પૂર્વની રૂઢિ પ્રમાણે હમણાં તેા આપણાં સૈન્યે જ લડે એ ચેગ્ય છે, અને સૈન્ય બધા મરી ખૂટશે ત્યારે જ ઉચિત લાગશે તે કરીશ. રાજા સિરિદેવે કામરુદેશના રાજાની એ વાતને માન્ય રાખી અને અન્ને રાજાનાં સૈન્ય પરસ્પર લડવા લાગ્યાં તથા એ વખતે વાગતાં રણુવાજા આને ભારે કાલાહુલભયે અવાજ ઉછળ્યે,
"Aho Shrutgyanam"