________________
....
.
-
-
: કથા રત્ન-કેાષ :
શ્રી હર્ષ રાજાએ પુત્રને આપેલ શિખામણ.
૧૮
એવા એ અને રાજાએ સમરમાં સરખી રીતે જય પામનારા હરિ અને બ્રહ્મા જેવા દેખાવા લાગ્યા. વળી, આ શું શ્રીહર્ષ રાજા યુદ્ધકળામાં કુશળ છે કે આ કામરુદેશને રાજા યુદ્ધકળામાં પ્રવીણ છે? એ વખતે સારા સારા મહર્ષિઓ પણ એવું ચેકસ કળી શકયા નહીં. પરંતુ, વિજ્યલક્ષમી તે એ સમયે એ બન્નેને વરી, કારણ કે યુદ્ધકળામાં એ બને સમાનગુણુવાળા હતા એથી એકને તજી બીજાને વરવું એ વિજયલક્ષમી માટે શરમરૂપ બન્યું હતું.
આ વખતે તે બને રાજાઓના ભારે પુરુષાર્થને જોઈને દેવે ઘણુ રાજી રાજી થઈ ગયા અને “તેમનું બનેનું યુદ્ધ સુંદર છે.” એમ કહી તેઓ બન્નેની ઉપર દેવેએ ફૂલે વર્ષાવ્યાં. એ બને રાજાઓને જુદા પાડીને એ દેએ એમને કહ્યું કે-હે રાજાઓ ! તમે રોષને છેડે અને જેમ આવ્યા છે તેમ તમે પાછા વળી જાઓ. ખરેખર તમને કઈ જિતી શકે એ જગતમાં કે તમારે સમેવડિ-પ્રતિમલ્લ નથી. આથમતા ચંદ્ર અને ઊગતા સૂર્યની વચ્ચે રહીને સંધ્યા જેમ પિતાના રાગને ખીલવે છે તેમ આ વિજયલક્ષ્મી પણ તમારા બે વચ્ચે જ રહીને પોતાના રાગને ધારણ કરે છે. દેવેનું યુદ્ધને અટકાવવા બાબતનું એ પ્રમાણેનું આગ્રહભર્યું વચન સાંભળીને તે બને રાજાઓએ લડાઈને અટકાવી દીધી અને બેમાંથી એકેનું વાંછિત સિદ્ધ નથી થયું એવા તે બન્ને રાજા પોતપોતાના સ્થાને પાછા ફરી ગયા. “કામરુદેશને શત્રુ રાજા અંકુશમાં ન આવ્યું અને આખી લડાઈ નિષ્ફળ જવાથી માત્ર કલેશ આપનારી બની.” એમ વિચાર કરતે રાજા શ્રીહર્ષ પિતાના આત્માને પોતાની જાતને પ્રાણવગરની-મુડદાલ માનતોચિંતવતે ઘણે ઉદાસ થઈ ગ. શરમને લીધે ઉગ ધારણ કરતા અને કેઈ માણસને મ ન બતાવી શકતા એવા એ રાજાએ પિતાની ગાદી ઉપર સિરિદેવ-શ્રીદેવને બેસાડે અને તેને નીચે પ્રમાણે શિખામણ આપવા લાગ્યું.
હે બેટા ! શ્રીકૃષ્ણની પાસેની લક્ષમી પણ સ્થિર નથી અને રાજ્ય, ઘણા પ્રકારના કેશોથી ભરેલું છે, અપકીર્તિ નરકનું કારણ છે માટે તને કાંઈક બે વચન શિખામણનાં કહું છું. આઠ બાબતો કઈ દિવસ કરવી નહીં, આઠ બાબતે સદા આચરવી અને આઠ બાબતો તદ્દન છેડી દેવી, આઠ બાબતે મનમાં ધારી રાખવી અને આઠ વસ્તુઓને કદી પણ વિશ્વાસ ન કરો. દુર્જનની સેબત, નઠારી સ્ત્રી, કોધ, વ્યસન (ખરાબ આદત) અભિમાન, અનીતિનું ધન, દુરાગ્રહ-કદાગ્રહ-હઠ અને મૂર્ખતા એ આઠ બાબતે કદી ન કરવી. કીર્તિ, સદ્દગુણ મેળવવાને અભ્યાસ, કળામાં કુશળપણું, સારા મિત્ર, દાક્ષિણ્ય, કરુણા, ઉદ્યમ અને શાંતિ એ આઠ બાબતે માટે નિત્ય ખંતપૂર્વક યત્ન કરે. બેશરમપણું (નફટાઈ) અવિનય, અનાચાર, નિષ્ફરતા (કઠોરતા) કપટ-લુચ્ચાઈ, અનીતિ, અપકીર્તિ અને
"Aho Shrutgyanam