________________
-
-
-
-
૧૦૭
બંને રાજવીનું પ્રચંડ ધેર યુદ્ધ.
: કથાર–––મેષ :
રાજાઓએ પોતપોતાના શરીર ઉપર બખ્તર પહેર્યા, હાથમાં અનેક પ્રકારનાં આયુ લીધાં અને એ બંને એક બીજા સામસામા લડવા લાગ્યા. એ બન્ને રાજાઓ વચ્ચે ચાલતું યુદ્ધ જેવાને માટે આકાશ-મંડળ ઉપર ચડીને અસુરે, કિન્નર, ભવનવાસી દે અને વિદ્યાધર દેવે ખડા થઈ ગયા, તથા શણગાર સજીને અપસરાઓનું ટોળું પણ વિસ્મય અને ભયથી વ્યાકુળ થયેલું અને કેલિને લીધે કેલાહલ કરતું એ બે રાજાની લડાઈ જોઈ રહ્યું. અને નાચતું એ ટેળું પરસ્પર એમ બેલવા લાગ્યું કે જે આ લડાઈને જેતે નથી તે આજે ખરેખર ઠગાયેલો છે અને એનાં સુકૃત કાર્યો પરવારી ગયાં છે. જુઓ તે, આ લડતા રાજાના માથાના વાળને ઝડા વિખેરાઈ ગયેલું હોવાથી હવામાં ફરફરે છે, આ રાજા તે રણક્રીડાની ટેચ સમાન છે, પૂર્વના યુદ્ધને ભૂલવાડી દે એવે છે તથા ભારે કુશળ છે. આ વખતે પરસ્પર લડતા એ બન્ને રાજાઓમાં હર્ષ ફેલાતાં તેમના બખ્તરના બંધદેરા તૂટી ગયા અને તેઓ બધી જાતનાં હથિયારે ફેંકવા માટે અનેક પ્રકારનાં જુદાં જુદાં આસને કરી ચૂકેલા હોઈ તે એક બીજા લડતા લડતા શનિ અને કેતુ જેવા દીપવા લાગ્યા, રાહુ અને ચંદ્ર જેવા દિસવા લાગ્યા તથા તે સુરાસુર સમસ્તની સભાએ તેમને ભય ભરેલી ચપળ આંખે હરિ અને રાવણ જેવા લડતા જોયા. તે બને રાજાએ તરવાર, ચક્ર, કુંતું, શર્વલ, સુરક વગેરે હથિયાર વડે લડતા અને એ શસ્ત્રોને વાપરવા પિતપોતાના હાથને ફેલાવતા કે નચાવતા બે મëાની પેઠે પરસ્પર ઝઝવા લાગ્યા. વિખરાયેલા વાળના જૂડામાંથી જેમના માથાના ફુલે ખરી–પડી રહ્યાં છે એવા એમને કેઈ ઊભું થાય છે તે બીજે પડે છે અને કોઈ પડે છે તે બીજે ઊભે થાય છે. એ રીતે લડતા લડતા તે બંને રાજાવડે આ પૃથ્વી, અડધી કચરાયેલી–મસળાયેલી મહિલાની પેઠે શોભી રહી છે. બન્ને રાજાઓની આશ્ચર્યભૂત લડાઈને જોતાં માણસોની આંખે થંભી ગઈ છે, મટકું મારતી નથી અને દેવેની આંખે તે મૂળે જ મટકું મારતી નથી. એટલે એ લડાઈને જેનારા દે અને માણસે વર નિનિર્મોષ આંખને કારણે ભેદ જણાતું નથી, પરંતુ જેઓ જમીન ઉપર રહેલા છે તે મનુષ્ય છે, અદ્ધર આકાશમાં રહેલા છે તે દેવે છે. એ રીતે મનુષ્ય અને દેવની વિશેષતાવાળી ઓળખાણ થઈ શકે છે. હવે, એ પરસ્પર લડતા અને રાજાઓ જમના દંડજેવા ભયાનક ભુજદંડદ્વારા એક બીજાને ઘા કરવા ઘૂમતા જાણે બે જંગલી હાથીઓ હોય એવા લાગે છે અથવા વધેલા ઉત્કર્ષવાળા જાણે બે સિંહે લડતા હોય એવા જણાય છે. પરસ્પર એ બનેની પીઠ ઉપર પડતા મૂઠીઓના પ્રહારોના પડદાને લીધે જાણે બ્રહ્માંડ ભાંગી જતું હોય એવી શંકા થવા લાગે છે તથા જ્યારે તેઓ નિર્ભયપણે પગ ઉપાડે છે કે પછાડે છે ત્યારે તેના ભારને લીધે જાણે વન સાથેની ધરણી ધ્રુજતી હોય એવું ભાસ થાય છે. યુદ્ધને વખતે પડી જવું, ઊભું થવું વા ઉછળવું, ઘટન કરવું કે વિઘટન કરવું એ બધી જાતની પ્રવૃત્તિમાં કુશળ
"Aho Shrutgyanam