SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ? કયારન–ષ : પરસ્પર બંને રાજવીઓએ જ યુદ્ધ કરવાનું શ્રી હર્ષનું કહેણું. ૧૦૬ છે અને તુરત જ દૂતને અર્ધચંદ્ર દઈને એટલે અર્ધચંદ્ર જેવા હાથે ધક્કો મરાવીને અને એ રીતે દૂતનું સન્માન કરીને તે પોતાના બધા લકર સાથે યુદ્ધ માટે શીઘ તૈયાર થશે. હવે તે બન્ને રાજાનાં લશ્કરે પરસ્પર મત્સરવાળાં બન્યાં, એક બીજા તરફ ઉછળેલા કેપને લીધે વિશેષ ઝનૂની થયાં અને એવાં એ બન્ને લશ્કરી એક બીજા સાથે બાખડવા લાગ્યાં. જાણે કે સાગરનાં ફેલાયેલાં નીર જ હોય એમ તે બને લશ્કરી ફેલાઈ ગયાં. બખ્તરવાળા મેખરે રહેતા હાથીઓનું ઝુંડ પરસ્પર બાઝવા લાગ્યું તે જાણે કે ડુંગરો એક બીજા સાથે લડતા ન હોય. ચાલમાં ચપળ અને પાખરેલા એવા ઘેડાનું બને બાજુનું દળ જાણે કે કઠેર જમરાજાઓ ન હોય તેમ પરસ્પર લડવા લાગ્યું. વૈરીઓએ એક બીજા ઉપર કરેલા ઘર ઘા દેખાવા લાગ્યા. લડતાં અને લશ્કરેને ઉશ્કેરવા માટે બંદીજને શૂરતાને પાને ચડાવનારા તેમની કીર્તિના પરાઠા જોરથી બોલવા લાગ્યા. જુદી જુદી જાતનાં શસ્ત્રોવાળાં મહાપ્રચંડ સુટે જાણે કે યમના બાહુદડે નાચતા ન હોય એમ રણમાં ઘુમવા લાગ્યા. છકેલા અને ચીસ પાડતા મોટા મેટા હાથીઓ ન હણાય તે માટે હાથમાં તરવારને સમણુતા દક્ષ નરે તેમના ઉપર સૂર્યના કિરણે પડવાને લીધે બીહામણા લાગે તેવા તેઓ જાણેકે ચડી આવેલા ગાજતા મેઘમાં વીજળી ના ચમકતી હોય એવા દેખાવા લાગ્યા. રોષે ભરાયેલા એવા દુષ્ટ શત્રુઓએ ફેકેલાં બાણો, ભાલાંઓ અને સેવાઓ એવાં દેખાવા લાગ્યાં જાણે કે ઉલ્કાપાત ન થતો હોય અને રણમેદાનમાં સ્વામીનું કાર્ય બરાબર કરીને અમારી પ્રતિજ્ઞા સાચી કરી દેખાડી છે એવું બતાવવા જાણે કે ધડે હરખને લીધે નાચવા લાગ્યા. તરવારથી કપાયેલા સૈન્યના અને હાથીઓના લેહીનું પુર જાણે કે સમર-સમુદ્રમાં ભરતી ન આવી હોય એમ ઉછળવા લાગ્યું તથા લેહીના પુરમાં જેમને ડાંડે ઉપર છે એવા છત્રો જાણે કે કૂપૌંવાળાં વહાણે ન ચાલતાં હોય એ રીતે તણાવા લાગ્યાં. કપાઈ ગયેલા સુભટના મરતકના ફાટેલા મુખરૂપ કુહર પાસે, જેને ડાંડે તલવારથી કપાઈ ગયો છે એવું ધળું છત્ર એવું લાગે છે કે જાણે સહુથી પ્રસાઈ ગયેલ અને તેજ વગરને સૂર્ય પતે ત્યાં ન આવ્યો હોય. ઘેડાના, હાથીઓનાં અને માણસનાં ધૂળમાં રગદોળાયેલાં અને લેહીથી સિંચાયેલાં ડાં ત્યાં રણમેદાનમાં ચારે કોર શોભી રહ્યાં છે, જાણે કે જગતની રચના કરવાની વાંછાવાળ બ્રહ્માએ જમીન ઉપર જગતમાં બીયાં ન વાવ્યાં હોય એવાં એ ભેડાં લાગે છે. આ પ્રકારનું ભયાનક યુદ્ધ અને તેમાં અનેક પ્રકારના માણસને ભયંકર સંહાર જોઈ જાણે રાજા શ્રીહર્ષ ઉદાસ થઈ ગયે અને તેણે કામરુદેશના રાજાને કહેવરાવ્યું કે-તું અને હું બને પરસ્પર લડવા તૈયાર થયા છીએ અને વિજયમાળ વરવા સાથે સંબંધ પણ આપણા બેઉનો જ છે માટે તું જ એકલે મારી સામે આવીને લડ. આ રીતે બને સૈન્યને નાશ કરવા ગ્ય નથી અર્થાત્ આપણે બને જ સામસામાં લડીએ. કામરુદેશના રાજાએ પણ આ વાત કબૂલ રાખી અને પછી બને "Aho Shrutgyanam
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy