________________
૧૦૫
શ્રી હર્ષ રાજવીને ત્યાં પુત્ર જન્મ અને તેમનું દિગવિજય માટે પ્રયાણ
કે કથા રત્ન-કેષ :
હોય તે તે હારનું જુમા જ-હારની વચ્ચેનું લટકણ અર્થાત્ એ નગરમાં કઈ એ સિવાય ચંચળ નથી. કેઈ વાંકું હોય તે માત્ર વાળ જ—એ સિવાય ત્યાં કઈ વક નથી. કેઈ કાળું હોય તે માત્ર રતનની ડિંટડીઓ જ-એ સિવાય ત્યાં કેઈ કાળું નથી. એવી એ નગરીની પ્રશસિત પ્રજા છે.
એ નગરમાં સિરિહરિસ-શ્રીહર્ષ નામે પિતાના સ્વજનેને સારુ ધનને વરસાદ વરસાવનાર એક રાજા છે. એ રાજાએ પિતે ઉત્કટ પરાક્રમથી શત્રુના દળોને હણી નાખ્યાં છે અને એથી એ બળમાં શ્રીકૃષ્ણથી પણ ચઢિયાત છે. તેને કમલના નામે એક રાણી છે. એ રાજાના આખા ય અંતઃપુરમાં તિલક સમાન છે. સારાં સ્વપ્નવડે સૂચિત થયેલો એ એ રાજાને એ રાણીની કુક્ષીથી એક પુત્ર થયો. પુત્રના જન્મથી રાજી થઈને એ રાજાએ માણસને ઘણું ધન આપીને રાજી રાજી કરી દીધા. નગરમાં સ્ત્રીઓના ટેળાં આવવા લાગ્યાં, જેલખાનામાં બંદીવાન કરેલાંને છોડી મૂકવામાં આવ્યા, અને દેવળમાં દેવોની, મુકુંદની, કૃષ્ણની અને દાનવ-ભૂતપ્રેતની પૂજાઓ થવા લાગી. પુરોહિતે ઝટ ઝટ શાંતિકર્મ કરવા લાગ્યા. નવા અવતરેલ પુત્રની રક્ષા માટે બાધા-આખડીઓ લેવાવા લાગી, ઘરના બારણા પાસે સાથીઓએ પૂરાવા લાગ્યા અને સમગ્ર રાજલકની પ્રાર્થનાઓ પૂરી કરવામાં આવી. સારા વેશવાળા ભટે અને વંઠે રાજભવન પાસે બેઠા હતા અને ગીતના નાદથી તથા વાજાની તર્જનાઓથી આકાશ પૂરાઈ ગયું હતું, એવું એ નગર પુત્રજન્મ વખતે શોભતું હતું ને જાણે કે એ નગર ઉખળેલું નિવૃત્તિનું નિધાન ન હોય અથવા બધી લક્ષમીથી ભરપૂર એવું સુંદર ન હોય?
એ પ્રકારે તે રાજાએ પુત્રના જન્મને લીધે નગરવાસીઓને હર્ષ વધારે એવું સુંદર વધામણું સર્વ પ્રકારના આદર સાથે કરાવ્યું. વખત આવતાં તે પુત્રનું નામ શ્રીદેવ પાડયું અને ભણવાની ઉચિત વયમાં આવતાં તે પુત્રને કળાચાર્ય પાસે રાખી પુરુષની બધી કલાઓ શિખડાવી દીધી. એ પુત્રને યુવરાજપદે બેસારી રાજા પિતે ચતુરંગી સેના સાથે મેટ ઘટાટેપ કરીને દિગ્વિજયની યાત્રાએ નિકળે. સૌવીરદેશ, કેસલદેશ, કુશાવર્તદેશ, કાશીદેશ અને બંગાળ વગેરે દેશના રાજાઓના કિલ્લાના માર્ગો ભાંગી નાખીને એ રાજાએ એમના ઉપર પોતાની આણ વર્તાવી અને વિજય મેળવતે એ રાજા અનુક્રમે કામરુ દેશના સીમાડામાં આવી પહોંચ્યો અને તે કામરુ દેશના રાજા પાસે પિતાનો દૂત મોકલી કહેવરાવ્યું કે કાં તે મારી તાબેદારી સ્વીકાર અથવા દેશને છોડીને ચાલ્યું જા અથવા લડવા તૈયાર થા. એ જાતનું દૂતનું કહેણ સાંભળીને એ કામરુ દેશને રાજા કુપિત
"Aho Shrutgyanam