SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ નમસ્કાર વિશે શ્રી દેવનૃપનું કથાનક ( કથાનક ૨૦ મું. ) સમ્યકત્વમાં સ્થિર વૃત્તિવાળા પુરુષ હોય છતાં તે, પાંચ નમસ્કાર તરફ વિશેષ ભક્તિ રાખતા હોય તે જ પેાતાનું પરમ વાંછિત પામી શકે છે. અહિઁ તે, સિદ્ધો, સૂરિઓ, આચાર્યાં, ઉપાધ્યાયે અને સાધુએ એ પાંચ પરમેષ્ઠિ છે અને એમને નમન કરવું તે નમસ્કાર કહેવાય અર્થાત્ ઉક્ત પાંચ પરમેષ્ઠિને નમન કરવું તે પચ નમસ્કાર કહેવાય. એ પાંચ પરમેષ્ઠિને આદર-વિનય સહિત નમસ્કાર કરવામાં આવે તે એ નમસ્કાર, નમસ્કાર કરનારા જીવાને સમગ્ર કલ્યાણુના કારણભૂત બને છે. જે જીવનાં ઘણાં ઘણાં પાપાને ક્ષય થઈ ગયા હૈાય તે જ જીવ, એ પાંચ નમસ્કારમાંના એક એક અક્ષરને સવિનય મેળવી શકે છે અર્થાત્ ઘણુ ઘણુ પુણ્ય હાય તે જ નમસ્કારના અક્ષર પણ મેળવી શકાય છે. જેમ સૂરજ અંધારાને હાંકી કાઢે છે, ચિંતામણી રત્ન જેમ દાળદરને ફેડી નાંખે છે તેમ ચિતવવા માત્રથી જ એ નમસ્કાર સમગ્ર જાતના લયાને નસાડી મૂકે છે. જેમકે, જે પુરુષ આદરપૂર્વક અને વિનય સહિત પૉંચ પરમેષ્ઠિએને નમસ્કાર કરે છે તેને ધગધગતા દાવાનળ દઝાડી શકતે નથી, અનૂનમાં આવેલે સિહુ પણ તેને મારી શકતે નથી, સર્પ પણ તેની પાસે આવી શકતા નથી, અને છકેલે હાથી પણ તેને ચાંપી શકતા નથી. શત્રુ પણ તેને પીડી શકતા નથી, ભૂત, શાકિનીએ કે ડાકણા પણ તેને ડરાવી શકતી નથી, ચાર તેને લૂંટી શકતા નથી, અને પાણીનુ ધસમસતુ' પૂર પણ તેને ડુબાડી શકતુ નથી. અથવા આટલું જ અસ નથી, પરંતુ જેનું મન નવકાર તરફ જ છે એવા અર્થાત્ પંચ પરમેષ્ઠિને સવિનય નમસ્કાર કરનારા પ્રાણી આ લેક અને પરલેાકમાં પેાતાનુ વાંછિત પામી શકે છે. આ બાબત એક શ્રીદેવ નૃપ નામના રાજાની કથા છે. તેનું ઉદાહરણ આ પ્રમાણે છેઃ --- સમગ્ર દેશમાં વિશેષ પોંકાયેલા પંચાળ નામે દેશ છે, જેની રમણિયતા નિહાળીને માણસાનાં ટોળે ટોળાં પ્રસાદ પામે છે એવું એ દેશમાં કૅપિલ્લપુર નામે નગર છે. એ નગરમાં આવેલાં ઘરોમાં ઘણું ધન છે, ધન પણ વિદગ્ધ પુરુષને આનદ વધારનારૂ છે અને વિદગ્ધ પુરુષા પણ શ્રી જિનમદિરની અર્ચા કરનાશ, શ્રી જિનબિ ંબને ન્હવણુ કરનારા અને શ્રી જિનમંદિરમાં પૂજા થા ઉત્સવ કરનારા હાય છે. શ્રી જિનમંદિરે પણ એવાં છે કે જ્યાં આવીને મુનિજત ગંભીર ગંભીર શાસ્ત્રોની ચર્ચા-કથાઓ કરે છે અને એ શાઓ પણ પ્રશમ રસથી લેાછલ ભરેલાં એવાં સેહામણાં છે. એ નગરમાં કાઇ ચંચળ "Aho Shrutgyanam"
SR No.008476
Book TitleKatha Ratna Kosa Part 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1951
Total Pages336
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy