________________
૧૦૩
પ્રભાવના એ જ ખરેખર પર પકાર.
: કયારત્ન-ષિ :
મહાત્માએ અસાધારણ એવા શ્રમણ વ્રતનો સ્વીકાર કર્યો. પછી શુકલધ્યાનની પાયરીએ ઉપર ચડતા એ મહાત્માઓ ધ્યાનાગ્નિવડે ઘાતી કર્મ રૂપ વૃક્ષને મૂળમાંથી બાળી નાખ્યું અને ત્રણ લેકને સમસ્તપણે પ્રકાશ કરતું એવું કેવળજ્ઞાન થયું. પછી તે કેવળજ્ઞાની મહાત્મા સિંહાસન ઉપર બેઠા, તેમનાં ઉપર ત્રણ ત છત્ર ધરવામાં આવ્યાં અને તેમના શરીર કરતાં બારગણે ઊંચે એવા અશકત-અમરવૃક્ષની છાયા નીચે એ શોભાયમાન મુનિ કે જેમની આસપાસ ધોળાં ચામરે વિજાતાં હતાં અને આગળ લેના પગર પૂર્યા હતા તથા ગાઢ અંધારાને દૂર કરી નાખે એવું અને જેનાં કિરણે ચારે દિશામાં ફેલાઈ ગયાં છે એવું નિર્મળ ભામંડળ તેના મુખની આસપાસ જગારા મારતું હતું. આ મુનિએ કેઈથી પણ ન જીતી શકાય એવા અંતરંગ દુર્જય શત્રુઓ ઉપર વિજય મેળવ્યું છે એવું સૂચિત કરવાને જાણે તેમની પાસે દેવે દુંદુભિને નાદ કરતા હતા. એવા અતિશય મહિમાવાળા એ કેવલી મુનિ સર્વભાષાને અનુસરતી એવી દિવ્ય વાણીવડે લેકેના મેહને દૂર કરતા હતા. એ રીતે એ કેવલી મુનિએ સુમતિના માર્ગને પ્રગટ કર્યો, અનેક ભવ્ય જીને પ્રતિબંધ આપે અને એ રીતે લાંબા વખત સુધી આ ભૂમિપટ ઉપર સ્થળે સ્થળે વિહાર કરીને એ મુનિ શિવસુખરૂપ મોક્ષમાર્ગને પામ્યા. એ પ્રમાણે કલ્પવૃક્ષના કરતાં ય અધિક ઉત્તમ ફળને આપનારી એવી શાસનની પ્રભાવના કરીને એ મુનિ પોતે તરી ગયા અને બીજાને પણ તારી ગયા. વળી બધા લકે સ્વાર્થ માટે પ્રયત્ન કરે જ છે, એથી પરલેકમાં ક ગુણ ખેંચી શકાય છે, મેળવી શકાય છે ! માટે ખરી રીતે પરોપકાર જ કરવા લાયક છે અને તે પરોપકાર પણ બીજાને દાન દેવાની અપેક્ષાએ અતિતુચ્છ છે એટલે પરોપકાર કરતાં બીજાને દાન દેવું એ ઉત્તમ છે. અરિહંતાએ કહેલાં સદુધર્મનાં રહસ્યોને બીજા પાસે જણાવવા એ વળી વિશેષ ઉત્તમ પોપકાર છે એમ કહેલું છે અને ધર્મના રહસ્ય પણુ પ્રભાવના વિના બીજા મનુષ્યના હૃદયમાં ઠસી શકતાં નથી એટલે ઉત્તમોત્તમ પરેપકાર પણુ પ્રભાવના વિના કરી શકાતું નથી માટે શાસનની પ્રભાવના કરનારા સિવાય બીજો કોઈ આ ભૂમંડળમાં ખરો પરોપકારી નથી માટે જ આ કથામાં ચારિત્રધર મુનિરાજે પણ કહેલા સમ્યક પ્રયત્નની કથા કહેલી છે. એ પ્રમાણે બધી જાતની માયાથી રહિત, જગતમાં હિતકર એવા મહામૂલા સમ્યક્ત્વ રત્ન વિશે આ પ્રકારે લાંબી લાંબી કથાઓ કહેલી છે જેનાં હૃદયમાં એવું નિષ્પા૫ સમ્યકત્વ હમેશાં અચળ રહે છે તેને દારિદ્રયના ઉપદ્રવને ભય કયાંથી જ હેય? અર્થાત્ ન જ હોય.
એ પ્રકારે શ્રી કથા રત્ન કેશમાં આઠમા આચાર સંબંધે નવમાં અચળ કથાનક દ્વારા સમગત પટલ સમાપ્ત,
"Aho Shrutgyanam