________________
અચલ મુનએ માંદા હાથીઓને બચાવવાને કરેલ ઉપાય.
: કારત્નકાલ ?
કેવળજ્ઞાન દ્વારા ત્રણ લોકેને જેનારા એવા દેવને માનતા નથી તેઓમાં પણ સુગુણે કેમ સંભવી શકે? આ જાતની ગંભીર તથી ભરેલી અચળ મુનિની વાણી સાંભળીને લાજને લીધે ડી આંખ મીંચી ગયેલે અર્થાત્ શરમાઈ ગયેલે એ રાજા બેઃ
હે ભગવન! તમે જે પ્રમાણે આદેશ કરે તે પ્રમાણે જ હું અવશ્ય કરવાનો છું એમ મારો મને ભિલાષ છે, ફક્ત વાત એમ છે કે કઈ પણ નિમિત્તને લીધે મારા રાજ્યના સારભૂત હાથીઓને અકાળે કેપેલે યમરાજ ચાવી જાય છે અને તે જોઈને હું વિશેષ આકુળવ્યાકુળ થઈ ગયો છું, તેથી મહેલમાં, વનમાં, શયનમાં, આસનમાં, ભૂખે હેલું કે જમેલો હોઉં, એકાંત જગ્યામાં, અરણ્યમાં, દિવસે કે રાત્રે એ રીતે કેઈ પણ સ્થળે કાલે મને જરા પણ શાંતિ નથી વળતી, તેથી હે ભગવન્! મારા ઉપર કૃપા કરીને એ હાથીઓને મરવાનું નિમિત્ત અને તેને શાંત કરવાને ઉપાય મને જરૂર બતાવો. એમ કરવાથી મારી બધી આપદાઓને પાર આવી જશે અને હું ઉદ્વેગ વગરને થઈને તમારા ચરણકમળની આરાધના કરી શકીશ. સાધુ અચળ બોલ્યાઃ હે મહારાજ ! ઘણા સમય પહેલાં કરેલું દુષ્કૃત હજી સુધી પણ ભેંકાયેલા શલ્યની પેઠે મને ખટકતું ગયું નથી ત્યાં વળી એવું બીજું દુષ્કૃત કરવા શા માટે તૈયાર થાઉં ? અને ધારો કે એવું દુષ્કત હું કરૂં તે તેથી લાભ પણ શું થવાનું છે? રાજા બેઃ હે ભગવન ! તમે એમ ન બોલે, તમારા ચરણની છાયામાં આવેલા આ જનની ઉપેક્ષા કરવી એગ્ય નથી. વળી. મેં મારું દુઃખ સહવા માટે હરિ, હર, સૂર્ય, બુદ્ધ, ચંડી, ગણેશ વગેરે અનેક પ્રકારના દેવેની લાંબા સમય સુધી આરાધના કરી, સ્તુતિ કરી અને વિવિધ પૂજા પણ કરી છતાં મારું દુઃખ લેશમાત્ર ઓછું થયું નથી, એથી મને એમ થયું છે કે એ દેવની આરાધના, સ્તુતિ અને પૂજા કર્યાથી શું સરે? જે કાર્ય એ દેવની પૂજા કર્યા છતાં સધાયું નથી તે કાર્ય તમારાથી સિદ્ધ કરી શકાય તે હું જીવું ત્યાં સુધી તમારા જૈન શાસનને સ્વીકાર કરું. જે દેવની પૂજા-અર્ચના કર્યાથી આ લેકેનું તુચ્છ કાર્ય પણ સિદ્ધ ન થઈ શકે તે દેવે પરલોકનાં ભારે કાર્યને નિર્વાહ કરી શકે એટલે પરલેકના કાર્યને પાર પાડી શકે એ બાબત શ્રદ્ધા થવી સંભવિત નથી. આવી મારી માન્યતા સ્થિર થયેલી છે એટલે હે ભગવન ! તમે સંકલ્પ વિકલ્પને તજી દઈને મારું ધાર્યું કરી આપે. આ પ્રમાણે રાજાએ કહ્યું. પછી તેને નિશ્ચય જાણીને એ અચળ મુનિ બેલ્યા–હે રાજા ! જૈન શાસનને જીવતાં સુધી સ્વીકારવાને તારે અફર નિશ્ચય હોય તો હું તારા હાથીઓ સાજા થઈ જાય એ આ એક ઉપાય બતાવું છું કે સાચા સાધુનાં ચરણ પખાળીને તે પખાળનું પાછું તારા માંદા હાથીઓ ઉપર છાંટ અને રાગ-રાક્ષસના પંજામાં સપડાયેલા તારા હાથીએને બચાવ. રાજા બોલ્યા- હે ભગવન્! તમારા કરતાં વળી અહીં બીજે સારો સાધુ મને કેણ મળી શકશે? એમ કહીને રાજાએ એ અચળ સાધુના ચરણની જ પખાળ લઈને
"Aho Shrutgyanam"