________________
અચલે પ્રાપ્ત કરેલ લબ્ધિઓ.
: કયારત્ન- કેષ :
મરણ સ્વીકાર. જે મનુષ્ય જીવન સુધી સહૃધ્યાનમાં જ પિતાની જાતને સ્થાપિત કરીને પ્રચંડ તપ કરીને કર્મોને હણું નાંખે છે, ધગધગતા ઉનાળામાં આતાપના લઈને કે સૂર્યના બળતા તેજવાળા કિરણ દ્વારા પિતાની જાતને તપાવીને કમેને દૂર કરે છે. વળી, એ જ પ્રકારે કડકડતા શિયાળામાં ચાલતી ઠંડી હવામાં ઠંડીને સહન કરીને કમેને દૂર કરે છે તે મનુષ્યનું મરણ સુમરણ કહેવાય.
હે ભદ્ર! એમ છે માટે તેને ખરેખર કાંઈ વૈરાગ્ય જ આવ્યું હોય તે તું ઉગ્રપણે ધર્મનું આચરણ કર. એ રીતે મને (પારધીને) મુનિએ સમજાવ્યું એટલે શ્રમણુનું વ્રત લીધું અને ત્યારથી આ પ્રમાણે બીજાથી ન આચરી શકાય એવા કઠોરમાં કઠેર કરો સહીને મારા આત્માને ભાવિત કરતે રહું છું.
આ હકીકતને બરાબર સાંભળીને પેલા અચલને એમ થયું કે-આ પારધીને અને મારો એમ બન્નેને રેગ એક સરખે છે, માટે જે ઔષધ એણે (પારધીએ) લીધું છે તે જ મારે માટે (અચલને માટે) પણ પૂરતું છે એમ માનીને અચળે પણ દીક્ષા લીધી. કઠોર તપ, ક્રિયા અને સંયમની આરાધના કરતા હું ગામ, નગર અને ખાણેથી સુભિત એવી આ પૃથ્વીના વિશાળ પટ પર વિહાર કરવા લાગે. વળી, એવું કઈ કઠણમાં કઠણ ખાસ તપ પણ બાકી નથી રહ્યું કે જે તપને આ અચળે કર્યું ન હોય. એવું કેઈ સૂત્ર પણ બાકી નથી રહ્યું કે જે સૂત્રને આ અચળ સારી રીતે સ્પષ્ટપણે સમજ્યો ન હોય? ભારે અટ્ટહાસ કરનારા એટલે ખડખડાટ હસનારા વૈતાલને લીધે અને ડડ એવા અવાજ કરનારી ડાકણને લીધે જે જે ભયાનક મસાણે છે તેમાંનું એવું એક પણ બાકી નથી કે જયાં અચળ ન રહ્યો હોય અને એવાં જ ભૂતનાં સ્થાનમાં પણ એવું એકે બાકી નથી કે જેને અચળે પિતાનું રહેઠાણું ન બનાવ્યું હોય.
આ પ્રકારે ઉત્તમત્તમ તપની આરાધના, સત્ય વ્રતની સાધના, શૌચની એટલે આંતરપવિત્રતાની સાધના, અને એ બધાને લીધે આત્મવીર્યને ઉલ્લાસ થવાથી તે અચળને અનેક પ્રકારની મોટી મોટી ખાસ લબ્ધિઓ ઉત્પન્ન થઈ. જેમ સર્પ ફેણ ઉપરના રત્નને લીધે, સિંહ પિતાની યાળના જથ્થાને લીધે, હાથી રૂપા જેવા વેળા પિતાનાં બે દંતૂશળને લીધે લોકોને પ્રમેદ અને ડર ઉપજાવે છે તેમ એ અચળ મુનિ મહાનુભાવ પિતાને મળેલી અનેક લબ્ધિઓને લીધે લોકોને પ્રદ અને ભય ઉપજાવતે તે વખતે ભારે પ્રસિદ્ધિને પામે.
હવે કઈ એક દિવસે નિંભરપુરીથી કેટલાક તપસ્વીએ જ્યાં મુનિ અચળ છે તે જગ્યાએ આવ્યા. આવેલા તપસ્વીઓએ અચાને વંદન કર્યું અને તેમની સંયમસાધના
"Aho Shrutgyanam