________________
:
યાર-ન-કેર :
વાસદગુરુની મહત્તા.
રાખવો એ શું સારું કહેવાય ? વળી, જે, ભયંકર આગની જવાલાઓમાં ભડભડ બળતા ઘરમાંથી બાર નીકળવા પ્રયત્ન કરતો હોય તેને ઘરમાં જ પૂરી રાખવે એ શું ગ્ય ગણાય? એવી જ રીતે જેમને સંયમ લેવાને અભિલાષ થયેલ છે, તેમાંથી મને લપસાવી પાડે એ સર્વ પ્રકારે અયોગ્ય છે. વળી, એમ કરવાથી તમારું કાંઈ પણ શ્રેય થાય એમ હું માનતો નથી; ઉલટું ધર્મપ્રવૃત્તિમાં વિધ્ર નાખવાથી તમને કેવળ અધર્મ જ થવાને, માટે મારું વચન માને, તમારા આત્માને સમજાવે અને પાછળથી પણ એટલે મારા મર્યા પછી પણ તમારા અને મારે વિયેગ થવાને છે અને તેનું દુઃખ તમારે માથે પડવાનું જ છે એમાં શંકા નથી. જો તમે વિયેગના દુઃખથી ખરેખર ભયભીત થયા છે તે મારી સાથે જ સંયમને સ્વીકાર કરે. જ્યાં આરંભમાં તે રસ જણાય છે, પરંતુ પરિણામે ભારે ભયાનક દુઃખને સમૂડ આવી પડે છે, એવી આ ગૃહસ્થ જેવી પ્રપંચ દશામાં રહેવાથી શું ફાયદે?
શેઠની વાત સાંભળીને તેનું આખું કુટુંબ હર્ષ પામ્યું અને “તમે ઠીક કહ્યું છે અને અમે પણ એમ જ કરીએ” એ રીતે આખા કુટુંબે શેઠની વાતને ટેકે આપે. પછી તરતજ એ વિસાહદત્ત શેઠ સાથે તેના આખાય કુટુંબે પેલા ધન મુનિરાજ પાસે સર્વવિરતિના વ્રતને લીધું અને પરિણામે એ બધા સુગતિના પાત્ર બન્યા.
આ પ્રકારે વાત્સલ્યને ગુણ કેળવવાથી એ વિસાહદત્ત શેઠ ઘણે જ ગુણ પામે અને તેથી તેનું આખુંય કુટુંબ પણ મોટા લાભને પામ્યું, માટે વાત્સલ્યને ગુણ ભારે અસાધારણ છે, તેની તોલે આવે એ બીજે ક્યો ગુણ છે ? વળી, એક વાત્સલ્યના ગુણથી પિલે ધન મુનિરાજ પણ સંયમનને, કીર્તિને સુગતિના લાભને અને છેવટે ક્ષાયિક સમકિતની ઉત્તમ શ્રેણીએ ચડી ઉત્તમ સ્થિતિને પામ્યા. વળી, આ સંસારમાં વસતે માનવવર્ગ કેઈ પણ સત્કાર્ય કરવા જતાં એ જરાક પણ કલેશ પામે છે તે, એ સત્કાર્યના માર્ગને છોડી દે છે અને હતાશ થઈ જાય છે. અને એને પરિણામે તે લાંબા સમયથી ચાલી આવતી દાનની પરંપરા, તપનું આચરણ ધ્યાનને વિધિ તથા આગમનું સ્મરણ એ બધાં ડાં કાર્યોથી વિમુખ થાય છે, અને એને પરિણામે એ હતાશ થયેલ માનવ જન્મ, આધિ, ઉપાધિ અને મૃત્યુના ચપળ તરંગવાળા ભવસાગરમાં ભાંગીને વિંટળાઈ ગયેલ વહાણની જેમ લાંબા કાળ સુધી પડ્યો રહે છે અને મિથ્યાત્વરૂપ ભયાનક જળચરે તેવા માનવને ઠેલી ખાય છે. એવી રીતે વિપત્તિમાં ફસાયેલા માનવ ઉપર અનુગ્રહ કરીને અને તેના તરફ સાધર્મિક ભાઈ જેવી એકતામય બુદ્ધિ રાખીને જે કેઈ તેને સમજાવે-સાચો માર્ગ દેખાડે તેના કરતાં બીજે વળી કેણુ ચડિયાતે પરોપકારી
"Aho Shrutgyanam