________________
: કારત્નકલ :
ધનમુનિએ વિશાહદત્તનું કરેલું રક્ષણ અને શેઠે કહેલ કૃતિ.
નથી જાણતા કે જેના મનમાં અશરણને શરણ આપનાર એવા જિનેશ્વર ભગવાન રમી રહ્યા છે તેને કદાપિ આવા પ્રકારની ક્ષુદ્ર બાધાઓ લેશ પણ સતાવી શકતી નથી તે છે અસત્ય પ્રતિજ્ઞાવાળા જોગી ! તું વિશ્વાસઘાત કરીને આ મહાનુભાવને અહીં લાવી તેને મારવાને તૈયાર થયું છે પરંતુ તું તારી જાતને તે સુરક્ષિત કર. એમ કહેતાં જ પેલે જેગી થંભી ગયે અને ઉગામેલી છરી પણ તેના હાથમાં એમ ને એમ હઠી રહી અને આ ધને વિદ્યાના પ્રયાગવડે તેના શરીરને નબળું બનાવી દીધું. તે ધને વિસાહદત્ત શેઠની સાથે સંભાષણ કર્યું અને પૂછયું: હે ભદ્ર! જે તને દગો દઈને મારવા પણ તૈયાર થઈ ગયે છે એવા આ દુરાચારી તે જોગીની સેબતથી તને શું લાભ થવાનું હતું ? વિસાહદત્ત બે બે પરમબંધે! એક મારી આજીવિકા તૂટી ગઈ અને તેથી મને ધન પેદા કરવાને લેભ થશે એ કારણથી મારે આને મેલે સંગ કરવો પડે. આમ કહીને શેઠે પિતાને બતાવેલ કાત્યાયનીના મંદિર પાસેના નિધાન અને તેના પૂજાપા વગેરેની જોગીએ કહેલી બધી હકીકત કહી સંભળાવી.
હવે જોગી દિવાકરની અસત્યતા પ્રગટ કરવા માટે તે ધને તેને કહ્યું- હે બંધુ! આ તે શું આરંભળ્યું છે? જોગી પણ તેનું અધિક મહાસ્ય જાણીને તેનાથી દબાઈ ગયેલા જે થઈને ધનને ખરી હકીકત કહેવા લાગ્યુંહે ભગવંત! ખરી વાત તમે સાંભળે. મેં ઘણા લાંબા સમય પહેલાં આ કાત્યાયની દેવીને એક માનવને ભેગ આપવાની માનતા કરેલી હતી અને લાભ મળતાં મેં છળકપટ કરીને આ મૂઢ વાણિયાને ભેળવી અહીં આયે અને તેને ભેગ આપવાની તૈયારી કરી અને પછી બાકીની હકીકત તો તારી નજરેનજર જ થઈ છે એટલે તેને તું જાણે છે. એમ કહીને તે જોગીએ આ પોતાના અપરાધની આ વખતે માફી માગી અને કહ્યું કે હું પણ તમારે કૃપાપાત્ર છું એટલે બધી રીતે તમે મારા ઉપર પ્રસાદ કરે અને મને મારે સ્થાને જવાની રજા આપ. પછી “હવે તું કઈ દિવસ ફરીને આ રીતે હિંસા ન કરજે” એમ કહીને એ જોગીને તેને સ્થાને જવાની રજા આપી એટલે તે પિતાને સ્થાનકે ગયે.
પછી ધને વિસાહદત્ત શેઠને પૂછયું તું કયાંથી આવેલ છે? કયાં જવું છે? અને તને જૈનધર્મની પ્રાપ્તિ કયાંથી થઈ? વિસાહદત્ત બે શ્રી સાગરચંદસૂરિજી પાસેથી મને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ છે. કૌસંબી નગરીથી હું આવેલ છું અને હવે તે કયાંય જવાનું નથી પરંતુ નિર્વાહ ચલાવવા માટે અહીં જ રહીને કેટલાંક વજીરને મેળવવા પ્રયાસ કરવાને છે. પછી ધન બે હે ભદ્ર! તું એ રો મેળવવા ઈચ્છે છે તે જ રત્નના ગુણદોષ વિશે કશું ય જાણે છે ખરો? વિસાહદત્ત બે કૃપા કરીને તમે એ રત્નના ગુણદોષના સ્વરૂપ વિશે મને જણાવે. ધન બે તું બરાબર સવસ્થ થઈને સાંભળ.
"Aho Shrutgyanam