________________
૩
ધનમુનિનું વિશાહદત્તને બચાવવા આગમન.
તેની ખાલવાની પદ્ધતિ પણ કેવી સુંદર અને અભિન્ન સ્વરવાળી છે. આ મહાનુભાવ વિશે વધારે શું કહેવું? એક તે એ વાતને છે કે અમે લાંબા સમય સુધી ચારિત્ર પાળેલું છે છતાં ય અમારા ગુણુસ્થાનમાંથી અમે ભ્રષ્ટ થઇ ગયા છીએ ત્યારે આ મહાનુભાવ ગૃહસ્થ હાવા છતાં અને અત્યારે ભયંકર કષ્ટવાળી અવસ્થામાં સપડાયેલા હાવા છતાં આ રીતે પેાતાના ધર્મમાં દૃઢપણે વર્તીને આ પ્રકારની ભાષા આલી રહ્યો છે, એટલે કયાં આ ધાર્મિક ગૃહસ્થ! ક્યાં ચારિત્રથી ભ્રષ્ટ થયેલા અમે
• થારત-રાષ :
ખરાખર આ વખતે ક્રોધાવેશમાં આવીને લાલચાળ આંખવાળા પેલા જોગીએ જમરાજની જીભ જેવી લાંબી એવી છરી કાઢીને પેલા શેઠને કહ્યુંઃ રે રે દુરાચારી! સત્ય વગરનું વ્યર્થ મલકણા! અને પરમાર્થ વગરના ! જાણે કે તું જીવનથી નિવેદ પામ્યા હાય તેવુ આલી રહ્યો છે. અરે ! તુ આ પ્રકારે ધમમાં દૃઢ બુદ્ધિવાળા અને નિશ્ચળ સંકલ્પવાળા હતા તે મને શા માટે અનેક વિઘ્ના અને ભયથી વ્યાપ્ત થયેલી તથા ગઢ અંધકારથી કાળી થયેલી મધરાતે મને તકલીફ આપી ! હવે તેા આ તારી પ્રવૃત્તિ સૂતેલા કેસરીસિંહના બચ્ચાને પાટુ મારવા જેવી છે અર્થાત્ આ તારી પ્રવૃત્તિથી તારું મત પાસે આવેલું હોય તેમ જણાય છે, માટે હવે તું તારા ઇષ્ટદેવને સારી લે અને હવે છેલ્લી વાર આ જીવલેાક ફરીવાર સારી રીતે જોઈ લે. હવે તે તારૈ યમના મુખમાં પેસવાના સમય છે. પછી અનવસરે આવી પડેલા યમદંડ જેવુ. ચેગિનું ભયાનક વચન સાંભળીને વિસાહદત્ત શેઠે કહ્યું;-અતિશય લાલન પામેલું અને અતિશય સુરક્ષિત જીવતને નાશ પામતા જો પુણ્ય પરવારી ગયું હોય તેા દેવા પણ બચાવી શકતા નથી. જો પુણ્યની અવિધ આવી ન હાય તે તે જીવિતને તાડી શકાતુ નથી તેથી હું લદ્ર ! કોઈ પણ પ્રકારે નકામા શા માટે કવાદ કરે છે? જેની પ્રતિજ્ઞા અખંડિત, પેાતાના કુલાચાર પણુ જેના અવ્યાબાધ રીતે સચવાયેલા છે, એવા માનવનું મરણ પણ માદય સમાન છે એમ માનું છું. જે વીતરાગનાં ચરણકમળે માટે મારે આ પ્રકારના ધનિશ્ચય અડગ છે એટલે હવે જે કાંઇ થવાનુ હોય તે ભલે થઇ જાય. એ પ્રકારે પેલે શેઠ હજુ ખેલી રહ્યો છે તેટલામાં પેાતાની ઘણી લાંબા સમયની નક્કી કરેલી માનતાને પૂરી કરવા પેલે ચગી કાત્યાયની દેવીની સામે એ શેઠને મારી નાખવા તૈયાર થયા.
ખરાખર એ જ વખતે જેનું મન કરુણાના પૂરથી ભરાઈ ગયું છે, જેની પાસે ઉત્તમોત્તમ વિદ્યાએ હાવાથી જેને કોઇ મળી શકતું નથી એવા અને સાધિકા તરફ વત્સલતા દાખવવામાં પૂરા પુરુષાર્થ કરનારા એવા પેલા ધને તુરત જ પાસે આવીને પેલા ચેગીને કહ્યુંઃ રે અધમ ચેગી! તારે! આ પરાક્રમ બતાવવાના આર્ભ અનાય કાય કરવાની ટોચ સમાન છે અર્થાત્ તું આવું અનુચિત કેમ કરી રહ્યો છે? શું. તું એ પણુ
"Aho Shrutgyanam"